દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

અમેરિકાના ભાવિ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું  ન્યૂ યૉર્કનું આલીશાન નિવાસસ્થાન

 

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ (ટ્રમ્પ) ન્યૂ યૉર્કના મેનહટનમાં ટ્રંપ ટાવર ખાતે પોતાના રાજાશાહી પેન્ટ હાઉસમાં રહે છે. અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવી યુએસએના 45મા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. અગાઉ કોઈ પણ પ્રકારની રાજકીય કારકિર્દી ન ધરાવનાર ડોનાલ્ડ ટ્રંપ કરોડપતિ વ્યવસાયી-ઉદ્યોગપતિ છે.

નિમ્ન પ્રચાર-સ્તર, હીણી આક્ષેપબાજી અને વિભિન્ન વિવાદોથી ખરડાયેલી ડોનાલ્ડ ટ્રંપ – હિલેરી ક્લિન્ટન વચ્ચેની ચૂંટણીએ અમેરિકાના પ્રમુખપદની ગરિમાને ઝાંખપ લગાવી છે.

મતભેદો ઊઠે કે વિવાદો સર્જાય, હકીકત એ છે કે જાન્યુઆરી 2017માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના  45મા પ્રમુખ/રાષ્ટ્રપતિ (પ્રેસિડેન્ટ) તરીકે વ્હાઇટ હાઉસ (વૉશિંગ્ટન ડીસી) માં રહેવા જશે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં સ્થિત વ્હાઇટ હાઉસ એ અમેરિકન પ્રેસિડેન્ટનું સત્તાવાર નિવાસસ્થાન છે.

હાલ ડોનાલ્ડ ટ્રંપ પરિવાર ન્યૂ યૉર્કના વૈભવી વિસ્તાર મેનહટનમાં પોતે જ બનાવેલા ગગનચુંબી ટ્રમ્પ ટાવરના ટોચના પેન્ટ હાઉસમાં રહે છે. ટ્રંપ ઑર્ગેનાઇઝેશનના નામથી રીયલ એસ્ટેટ-પ્રોપર્ટી, હોટેલ આદિ ક્ષેત્રોમાં તેમનો બિઝનેસ વિસ્તરેલો છે. ભારતમાં મુંબઇ, પૂના ઉપરાંત ગુડગાંવ, બેંગલોર, ચેન્નાઇ વગેરે શહેરોમાં પણ ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન પ્રોપર્ટી ક્ષેત્રે બિઝનેસ વધારશે તેવી વાતો છે.

ડોનાલ્ડ ટ્રંપનું  નિવાસસ્થાન ટ્રમ્પ ટાવરનું પેન્ટ હાઉસ: આ ખાસ વાતો જાણો:
 • ટ્રમ્પ ટાવર ન્યૂ યૉર્કના વૈભવી વિસ્તાર મેનહટનમાં 725 ફિફ્થ એવન્યુ પર આવેલ છે.
 • 58-સ્ટોરી ઊંચું ટ્રમ્પ ટાવર તેમના બિઝનેસ-સામ્રાજ્ય ટ્રંપ ઑર્ગેનાઇઝેશનનું હેડ ક્વાર્ટર્સ છે.
 • ટ્રમ્પ ટાવરના 66મા ફ્લોર પર અમેરિકાના ભાવિ પ્રેસિડેન્ટ હાલ રહે છે. (અમેરિકન શબ્દો સ્ટોરી અને ફ્લોરને સમજવાની માથાકૂટ છોડશો!)
 • ડોનાલ્ડ ટ્રંપના નિવાસસ્થાને ત્રણ માળ રોકેલા છે. આ વિશાળ પેન્ટ હાઉસમાં 70 વર્ષના ડોનાલ્ડ ટ્રંપ, તેમના 46 વર્ષના પત્ની મેલેનિયા (મેલાનિયા) અને 10 વર્ષનો પુત્ર બેરોન રહે છે.
 • ટ્રમ્પ ટાવરના આ પેન્ટ હાઉસમાંથી ન્યૂ યૉર્કના મશહૂર સેન્ટ્રલ પાર્ક તેમજ શહેરનાં સબર્બન વિસ્તારોની રોમાંચક ઝલક જોવા મળે છે.
 • આ રાજાશાહી પેન્ટ હાઉસ ટ્રમ્પના દબદબો બતાવવાના શોખને છતો કરે છે.
 • સમગ્ર પેન્ટ હાઉસમાં ગોલ્ડન-સોનેરી-બેઇજ-ગુલાબી રંગો ઊડીને આંખે વળગે છે.
 • 24-કેરેટ ગોલ્ડ અને કીમતી માર્બલનો પ્રચૂર માત્રામાં ઉપયોગ થયેલો છે.
 • ઠેર ઠેર સોનાના ઢોળ ચડાવેલી અસંખ્ય ચીજ-વસ્તુઓ છે.
 • ઝાકમઝાળ ફર્નિચર અને સાજસજ્જા તેમજ બેશુમાર વૈભવથી આંખ આંજતા આ પેન્ટ હાઉસમાં મુલાકાતીઓને કલાત્મકતા કરતાં સંપત્તિનું સહેતુક પ્રદર્શન થતું વધારે લાગે છે.
 • ટ્રંપના આ પેન્ટ હાઉસના ફર્નિચર – સાજસજ્જા – ઇંટિરિયર ડેકોરેશન પાછળ ફ્રાંસના રાજા લુઇ ચૌદમા – King Louis XIV (1638 –1715) – ના ભવ્યાતિભવ્ય વર્સાઇલના મહેલ (Palace of Versailles) ની ઝાંખી થાય છે.
 • ડોનાલ્ડ ટ્રંપનું બીજું વિશાળ નિવાસસ્થાન પામ બીચ, ફ્લોરિડા ખાતે વિશાળ એસ્ટેટ છે. સત્તર એકરમાં પથરાયેલી આ વિશાળ એસ્ટેટના રહેઠાણમાં 58 બેડરૂમ સહિત સવાસોથી વધુ રૂમ્સ છે. ડોનાલ્ડ ટ્રંપ પાસે અંગત જેટ વિમાન તેમજ હેલિકૉપ્ટર પણ છે.

* * * * *

‘મધુસંચય’ સંક્ષેપ: (Donald Trump in Gujarati)
 • ડોનાલ્ડ ટ્રંપ / ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump: 1946- )
 • ડોનાલ્ડ ટ્રંપનો અમેરિકાના 45મા પ્રમુખ તરીકે શપથ વિધિ 20 જાન્યુઆરી, 2017ના રોજ
 • ડોનાલ્ડ ટ્રંપ હાલ ‘બિગ એપલ’ તરીકે ઓળખાતા ન્યૂ યૉર્ક શહેરના નિવાસી
 • તેમનું હાલનું નિવાસસ્થાન ન્યૂ યૉર્કના ફિફ્થ એવન્યુ, મેનહટનના ટ્રંપ ટાવરનું પેન્ટ હાઉસ
 • ટ્રમ્પ ટાવર : Trump Tower, 725 Fifth Avenue, Manhattan, New York, USA
 • Trump’s Florida Home: Mar-a-Lago Estate, Palm Beach, Florida, USA

* * * * *

*  ** * **  ** *** ** ** * *** *** ** *

પ્રિય વાચક મિત્ર!

હવે તદ્દન નવા પ્રકારની, એકદમ ટૂંકી, નવી જ રચનાઓ ગુજરાતી ભાષામાં!

માત્ર પંદર સેકંડની મુક્તપંચિકા અને … માત્ર બે મિનિટની લઘુલિકાઓ!

આપને મારી લઘુકથાઓ – લઘુલિકાઓ- વાંચવાની મઝા આવશે, અને મઝાની મુક્તપંચિકાઓ માણવાની પણ!

આપને મારા નવા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા”ની મુલાકાત લેવા નિમંત્રણ! આભાર.

*  ** * **  ** *** ** ** * *** *** ** *

4 thoughts on “અમેરિકાના ભાવિ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું  ન્યૂ યૉર્કનું આલીશાન નિવાસસ્થાન

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s