દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર

 

નાસા (અમેરિકા) નો વૉયેજર સ્પેસ પ્રોગ્રામ

વૉયેજર પ્રોગ્રામ અમેરિકાનો મહત્ત્વાકાંક્ષી સ્પેસ પ્રોગ્રામ છે.

નાસા (યુએસએ) ના ઉપક્રમે 1977માં છોડાયેલ બે વૉયેજર સ્પેસક્રાફ્ટ્સ – વૉયેજર-1 તથા વૉયેજર-2 – સૂર્યમંડળને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસની મુસાફરી પર છે. વૉયેજર-1 જ્યુપિટર અને સેટર્ન ગ્રહો પાસેથી પસાર થઈ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યું છે. વૉયેજર-2 જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન પાસેથી પસાર થઈ, ‘હેલિયોસ્ફિયર’ (હીલિયોસ્ફિયર/ હીલિઓસ્ફિઅર) ના છેડે પહોંચ્યું છે; ટૂંક સમયમાં તે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશશે. પાછલાં 39 વર્ષોથી બંને વૉયેજર અવકાશયાન આપણને સૂર્યમંડળ વિષે અમૂલ્ય માહિતી મોકલી રહ્યાં છે તે આધુનિક અવકાશ વિજ્ઞાનની કેવી કમાલ!

હેલિયોસ્ફિયર શું છે?

 • 460 કરોડ વર્ષ પહેલાં રચાયેલ આપણા સૂર્યમંડળના આઠ ગ્રહો (મર્ક્યુરી, વિનસ, અર્થ યાને પૃથ્વી, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન) થી ‘મધુસંચય’ના વાચકો જ્ઞાત છે. આપણો સૂર્ય એક મોટો તારો છે.
 • સૂર્યમાંથી પ્રતિ ક્ષણે અસંખ્ય પાર્ટિકલ્સ (પ્રોટોન,ઇલેક્ટ્રોન આદિ) પ્રચંડ વેગથી સૂર્યમંડળમાં ફેંકાય છે.
 • કલાકના દસથી વીસ લાખ કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આ પાર્ટિકલ્સ સોલર સિસ્ટમમાં ‘સોલર વિંડ’ જનરેટ કરે છે.
 • સૂર્યને ફરતા સમગ્ર સૂર્યમંડળમાં સોલર મેગ્નેટિક ફિલ્ડ બને છે, એક ખૂબ પાવરફુલ મેગ્નેટિક બબલ બને છે.
 • સોલર સિસ્ટમમાં સૂર્યની આસપાસના સોલર વિંડથી પ્રભાવિત વિસ્તાર – મેગ્નેટિક બબલ – ના સમગ્ર ક્ષેત્રને ‘હેલિયોસ્ફિયર’ કહે છે.

ઇન્ટરસ્ટેલર સ્પેસ શું છે?

 • ઇન્ટરસ્ટેલર એટલે બે તારાઓની વચ્ચે. ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે બે તારાઓ વચ્ચેનો અવકાશ.
 • સોલર સિસ્ટમના હેલિયોસ્ફિયરનું ક્ષેત્ર પૂરું થાય, પછી ઇન્ટરસ્ટેલર સ્પેસની શરૂઆત થયેલી ગણાય.
 • અહીં સૂર્યના સોલર વિંડની અસરનો ક્ષય થાય, સૂર્યમંડળના મેગ્નેટિક ફિલ્ડની અસર પૂરી થાય. સોલર સિસ્ટમના મેગ્નેટિક બબલની બહારનો વિસ્તાર તે ઇન્ટરસ્ટેલર સ્પેસ.

વૉયેજર-1 તથા વૉયેજર-2: આટલું જાણો

 • વૉયેજર પ્રોગ્રામ/ મિશનનો મૂળભૂત હેતુ જ્યુપિટર તથા સેટર્ન ગ્રહોના અભ્યાસનો હતો.
 • બંને માનવરહિત અવકાશયાન Cape Canaveral, ફ્લોરિડા, અમેરિકાથી 1977માં લોંચ થયાં. પરંતુ વૉયેજર-2ને વૉયેજર-1 કરતાં બે અઠવાડિયાં વહેલું લૉંચ કરાયું.
 • લૉંચ તારીખ વૉયેજર-2 ની 20 ઑગસ્ટ, 1977 તથા વૉયેજર-1 ની 5 સપ્ટેમ્બર,1977.
 • 17 ફેબ્રુઆરી,1998ના રોજ વૉયેજર-1 – તેના પુરોગામી અવકાશયાન પાયોનિયર-10 ને ઓવરટેક કરીને – પૃથ્વીથી સૌથી દૂર જનાર પ્રથમ માનવનિર્મિત ઑબ્જેક્ટ –સ્પેસક્રાફ્ટ બન્યું.
 • 25 ઑગસ્ટ, 2012 ના રોજ વૉયેજર-1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશતાં પૃથ્વીથી સૌથી દૂર જનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ – પ્રથમ માનવસર્જિત ઑબ્જેક્ટ- બન્યું.
 • હાલ (ઑક્ટોબર પ્રથમ વિક, 2016) વૉયેજર-1 પૃથ્વીથી આશરે બે હજારકરોડ કિલોમીટર દૂર છે, જ્યારે વૉયેજર-2 પૃથ્વીથી 1600 કરોડ કિમીથી પણ વધારે દૂર છે.

* * * * * * * *

મધુસંચય સંક્ષેપ:

 • નાસા / નેસા (NASA – National Aeronautics and Space Administration)
 • વૉયેજર અવકાશયાન (Voyager spacecraft launched from Florida,USA in 1977)
 • 17 February, 1998: Voyager-1 became the first manmade object to travel the farthest (distance) from the earth. 25 August, 2012 Voyager became the first spacecraft to enter the interstellar space.
 • સૂર્યમંડળ (Solar system comprising of the Sun and 8 known planets)
 • Solar wind. Magnetic Bubble.
 • હેલિયોસ્ફિયર  (હીલિયોસ્ફિયર/ હીલિઓસ્ફિઅર) (Heliosphere)
 • ઇન્ટરસ્ટેલર સ્પેસ (Interstellar space)

* * * * * * * *

19 thoughts on “સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર

  1. આભાર, જય ભાઈ! આપ મારા ‘મધુસંચય’ ‘અનામિકા’ ‘અનુભવિકા’ આદિ બ્લૉગ્સથી પરિચિત છો.

   તાજેતરમાં મેં નવા પ્રયોગો સાથે નવો બ્લૉગ લોંચ કરેલ છે : મુક્તપંચિકા અને લઘુલિકા.
   આપ જરૂર મુલાકાત લઈ પ્રતિભાવ આપશો. ધન્યવાદ
   ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ URL: muktapanchika.wordpress.com

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s