.
.
ફ્રાંસની રાજધાની પેરિસમાં સત્તરમી સદીમાં વિશ્વની પ્રથમ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા (Public transport system) અમલમાં આવી.
તે સમયે ફ્રાંસમાં સમ્રાટ ચૌદમા લુઇ (Louis ix : 1638 – 1715) નું રાજ્ય હતું. વિશ્વના રાજ્યકર્તાઓમાં સૌથી લાંબા સમય – બોંતેર વર્ષ – માટે રાજગાદી ભોગવનાર રાજવી તરીકે ચૌદમા લુઇનું નામ પ્રથમ આવે છે. સમ્રાટ ચૌદમા લુઇના બોંતેર વર્ષના વિશ્વવિક્રમી શાસનકાળ (1643 – 1715) દરમ્યાન વર્સાઇ (વર્સેલ્સ Versailles) ના મશહૂર મહેલનું નિર્માણ થયું.
દુનિયાની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના આરંભ સાથે ફ્રાંસના વિખ્યાત ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલ (Blaise Pascal : 1623 – 1662)નું નામ જોડાયેલું છે. પોતાના મૃત્યુના એક વર્ષ અગાઉ 1661માં પાસ્કલે પેરિસમાં જાહેર વાહનવ્યવહાર સેવા શરૂ કરવા સૂચન કર્યું. તેના ફળસ્વરૂપે 1662માં પેરિસમાં નગરજનો માટે ઘોડાથી ખેંચાતા કોચ (Horse-driven coaches) ની વ્યવસ્થા થઇ જે બસ સિસ્ટમ તરીકે ઓળખાઇ. આવા કોચીઝ પેરિસના રસ્તાઓ પર નિશ્ચિત રૂટ પર નિર્ધારિત ચાર્જથી દોડતા.
ફ્રેંચ સમ્રાટ લુઇ ચૌદમાએ પણ આ બસ સિસ્ટમમાં પ્રવાસ કર્યો. આમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરનાર વિશ્વના પ્રથમ રાજ્યકર્તા તરીકે ફ્રાંસના સમ્રાટ ચૌદમા લુઇનું નામ લખાયું. જો કે આ જાહેર વાહનવ્યવહાર સેવા લોકપ્રિય ન નીવડી અને વીસેક વર્ષના ટૂંકા ગાળામાં બંધ થઇ ગઇ.
ગણિતશાસ્ત્રમાં પ્રોબેબિલિટી (Probability) અને ડિફરેન્શિયલ કેલ્ક્યુલસ (Differential calculus) ક્ષેત્રોમાં પાસ્કલનો ફાળો છે. પાસ્કલનું યોગદાન ગણિત અને વિજ્ઞાન ઉપરાંત તત્વજ્ઞાન (ફિલોસોફી) ના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર છે. ભૌતિક વિજ્ઞાનમાં પ્રવાહી પદાર્થના દબાણના પ્રયોગો માટે બ્લેઝ પાસ્કલ તથા રોબર્ટ બોયલનાં નામ જાણીતાં છે.
** ** ** ** ** ** ** **
વિશ્વની પ્રથમ રેલવે ટ્રાંસપોર્ટ ટ્રેઇન સ્ટોકટન એન્ડ ડાર્લિંગટન રેલવે વિશે જાણવા અહીં ક્લિક કરો.
ભારતની બોરીબંદર -થાણાની પ્રથમ રેલવે ટ્રેઇન વિશે જાણવા અહીં ક્લિક કરો.
આજે બુલેટ ટ્રેન અને હાયપરલુપ ટ્રેઇન સાથે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કેવી બદલાઈ રહી છે!
ટેસ્લા કંપનીના એલન મસ્કની હાઇપરલુપ ટ્રેન વિશે જાણવા અહીં ક્લિક કરો.
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
.
3 thoughts on “વિશ્વની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ”