.
ભારતના ફાર્માસ્યુટિકલ માર્કેટની તમામ દવાઓ/મેડિસિનનું કુલ વેચાણ (2011ના એક અંદાજ મુજબ) આશરે 59000 કરોડ રૂપિયા હતું. જ્યારે વિશ્વવિખ્યાત ફાઇઝર કંપનીની સૌથી વધુ વેચાતી દવા લિપિટોરનું વર્ષ 2010માં વેચાણ 63000 કરોડ રૂપિયા જેટલું હતું.
બીજા શબ્દોમાં, ફાઇઝર કંપનીની એક જ પ્રોડક્ટ લિપિટોરનું વેચાણ ભારતના કુલ ફાર્મા માર્કેટ કરતાં પણ ક્યાંયે વધારે હતું!
માત્ર અમેરિકા(યુએસએ)માં લિપિટોરનું વાર્ષિક વેચાણ 28000 કરોડ રૂપિયા હતું, જ્યારે ભારતની કોઇ એક ફાર્મા કંપનીનું કુલ વાર્ષિક વેચાણ હજી દસ હજાર કરોડ રૂપિયાને કૂદાવી શક્યું નથી.
આ અંદાજ પ્રમાણે વિશ્વભરની ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓનું વાર્ષિક વેચાણ આઠસો બિલિયન ડોલર જેટલું હતું. સૌથી મોટી પ્રથમ પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓના હાથમાં વિશ્વના કુલ ફાર્મા માર્કેટનો 25% થી વધુ હિસ્સો છે.
વિશ્વની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ફાઇઝર, નોવાર્ટિસ તથા મર્ક પ્રથમ ત્રણ સૌથી મોટી ફાર્મા કંપનીઓ છે. વિશ્વની પ્રથમ નંબરની ફાઇઝર કંપનીની દવાઓનું વાર્ષિક વેચાણ ભારતના સમગ્ર ફાર્મા ઉદ્યોગની દવાઓના વેચાણ કરતાં પાંચેક ગણું છે!
.