પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયા પછી વ્હાઇટ હાઉસ સમાચારોમાં ચમકતું રહે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના પ્રમુખ (અમેરિકન પ્રેસિડેન્ટ – The President : United States of America )નું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ કહેવાય છે.
વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C., USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પોટોમેક નદીને કાંઠે વસેલા વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે.
વોશિંગ્ટન (ડીસી)માં વ્હાઇટ હાઉસના નિર્માણનો શ્રેય પ્રથમ યુ એસ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન (George Washington 1732 – 1799) ને જાય છે. અમેરિકન લોકશાહીના પ્રતીક સમા આ નિવાસસ્થાનનું ખાતમુહૂર્ત 13 ઓક્ટોબર, 1792ના રોજ થયું.
આઠ વર્ષે તૈયાર થયેલ વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રથમ પ્રેસિડેન્ટ જહોન એડમ્સ (દ્વિતીય અમેરિકન પ્રમુખ) હતા. 1879માં વ્હાઇટ હાઉસમાં ટેલિફોન આવ્યો. નેવું વર્ષ સુધી અંધારામાં રહેલ વ્હાઇટ હાઉસ 1891માં ઇલેક્ટ્રિક પાવરથી પ્રકાશિત થયું ત્યારે અમેરિકાના ત્રેવીસમા પ્રમુખ બેંજામિન હેરિસન ત્યાં નિવાસિત હતા. પ્રમુખ હેરિસન અને તેમનાં પત્ની ઇલેક્ટ્રિક શોકથી ડરીને સ્વીચને હાથ પણ ન લગાડતાં !!
132 રૂમના આ ભવ્ય મહાલયમાં ‘બ્લ્યુ રૂમ’નું મહત્વ અનોખું છે, જ્યાં પ્રમુખ વીઆઇપી મુલાકાતીઓને આવકારે છે. અશ્વેત નેતા પ્રેસિડેંટ ઓબામા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ના પ્રમુખ તરીકે ચુંટાયા પછી વિશ્વની આશાભરી મીટ વ્હાઇટ હાઉસ પર છે.
સુંદર રીતે સરલ સચોટ માહિતી લાગે છે.
Welcome back Harishbhai after a long time 🙂