.
આજે 22મી ઓક્ટોબર, 2008ને બુધવારે સવારે આશરે 6.22 વાગ્યે ભારતનું ‘ચંદ્રયાન-1′ (Chandrayaan – 1) ચંદ્રની સફરે જવા ઉપડી ચૂક્યું છે.
દક્ષિણ ભારતના શ્રીહરિકોટા લોંચિંગ સ્ટેશન ખાતેથી પીએસએલવી (PSLV – Polar Satellite Launch Vehicle) રોકેટની મદદથી લોંચ થયેલ ‘ચંદ્રયાન-1’થી ભારતના પ્રથમ માનવરહિત મૂન મિશનનો આરંભ થયો છે.
જ્યારે ‘ચંદ્રયાન-1′ ચંદ્રની ભ્રમણકક્ષામાં ઘૂમવા લાગશે, ત્યારે તેમાંથી નાનકડો ભારતીય ઉપગ્રહ એમઆઇપી (Moon Impact Probe) ચંદ્રની ધરતી પર ઉતરશે. તે સાથે ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર પહોંચશે. અમેરિકા, રશિયા અને જાપાન – ત્રણ દેશો પછી ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મૂકનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. ઇસરો (ઇસ્રો) ના નામે ઓળખાતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO – Indian Space Research Organisation) ના ઉપક્રમે છોડાયેલ ‘ચંદ્રયાન-1′ લગભગ બે વર્ષ સુધી ચંદ્રને ભ્રમણ કરતાં રહીને ચંદ્ર વિશે મહત્વની માહિતી મોકલશે. ચંદ્રની સપાટીનો અભ્યાસ, તેનાં બંધારણીય તત્ત્વો અને મિનરલ્સની જાણકારી, યુરેનિયમ – 3 જેવા તત્ત્વોના પ્રમાણની ચકાસણી, ચંદ્રના ભૂપૃષ્ઠનો ત્રિ-પરિમાણીય નકશો તૈયાર કરવો ઇત્યાદિ મૂન મિશનનાં મૂળભૂત હેતુઓ છે.
આ પછી 2010માં રશિયાના સહયોગથી ‘ચંદ્રયાન-2’ને મોકલવા માટેનું આયોજન ઇસરો કરી રહ્યું છે. આ મૂન મિશનોના ખર્ચ અને વૈજ્ઞાનિક હેતુઓ વિશે વિવાદો ઊઠવા છતાં ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની આ મહાન ઉપલબ્ધિ બિરદાવવા લાયક છે.
‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો આ ઉપલબ્ધિને જરૂરથી વધાવી લેશે.
.
દેશની ભાવી પેઢી માટે ખુબ જ અગત્યનુ મિશન છે ઇશ્વર સફળ બનાવે તેવી
શુભકામના
શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન.
શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન: પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.
મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો આનંદ આવોજ મળે એવી શુભેચ્છા.
સાચે જ મહાન ઉપલબ્ધિ
વાંચો
2008/10/06 ચંદ્રયાન ૧
*http://niravrave.wordpress.com/