અજાણી-શી વાતો

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

.

ઇ.સ. 1905નું ઇતિહાસમાં આગવું મહત્વ છે.

હિંદુસ્તાનમાં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને નવી હવા મળી; બંગભંગની ચળવળ સાથે ક્રાંતિના ભારેલા અગ્નિમાં ચિનગારીઓ પ્રગટી ઊઠી.

આપણે હિંદુસ્તાનંથી આપણી નજર યુરોપ તરફ દોડાવીએ.

જર્મનીમાં જન્મેલા બે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનમાં 1905નું વર્ષ મહત્વપૂર્ણ બની રહ્યું.

બંને નોબેલ પ્રાઇઝ વિનર; બંને મહાન સંગીતકાર બિથોવનના ચાહક; બંને મહાનુભાવોનાં નામ આલ્બર્ટ – એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન; બીજાં આલ્બર્ટ સ્વાઇટ્ઝર.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમણે સમય  (Time) અને અવકાશ (Space) વિશે તેમજ રાશિ (Mass) અને કાર્યશક્તિ (Energy) વચ્ચેના સંબંધ પર સંશોધન કર્યાં; આલ્બર્ટ સ્વાઇટ્ઝર સેવાના ભેખધારી જર્મન ડોકટર જેમણે તત્કાલીન મિશનરી ધ્યેયોને ગૌણ ગણી સાચી ભાવનાથી આફ્રિકાના અંધારા ગેબન -ફ્રેંચ  કોંગો પ્રદેશમાં ગરીબ પ્રજાની રાત-દિન સેવા કરી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ‘સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટી’ ની  પ્રસિદ્ધિના પાયા 1905માં નખાયા.

આલ્બર્ટ સ્વાઇટ્ઝરના જીવનમાં વર્ષ 1905નું આશ્ચર્યજનક મહત્વ છે. ફિલોસોફીમાં અને સંગીત શાસ્ત્રમાં ડોક્ટરેટ ધરાવતા ત્રીસ વર્ષના આલ્બર્ટ સ્વાઇટ્ઝરે થિયોસોફિકલ કોલેજનું પ્રિન્સિપાલપદ છોડી તબીબીવિદ્યા – મેડિસીન – નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો – ઇ. સ. 1905માં.

.

One thought on “આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

  1. માનનીય શ્રી હરીશભાઈ,

    આપને જાણીને આનંદ થશે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની અમર કૃતિ Theory of Relativity નું ૧૯૧૬માં પ્રગટ થયેલું મૂળ પુસ્તક મેં તે જ સ્વરૂપે ઈબૂક તરીકે મારી વેબસાઈટ પર મૂક્યું છે. તે એક વખત તો જરૂર જોવા જેવું છે. તેની લિન્ક આ પ્રમાણે છે :

    http://www.mavjibhai.com/ebooksection.htm

    માવજીભાઈના પ્રણામ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s