અજાણી-શી વાતો

ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી

.

ઇંગ્લેન્ડ(યુ કે)માં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરોની યુનિવર્સિટીઓનાં નામ સાથે ભળતું, અમેરિકા(યુએસએ)ના કેમ્બ્રિજ શહેર (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ)ની હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ દ્વિધા ઊભી કરે છે.

હાર્વર્ડ, ઑક્સફોર્ડ અને કેમ્બ્રિજ શબ્દો આપણને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદ અપાવે.

ઇંગ્લેન્ડ (યુ કે)ની ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford ) વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ, તેની આધારભૂત માહિતી નથી. પરંતુ ઠેઠ બારમી સદીમાં પણ તેનું અસ્તિત્વ હતું. આમ, ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરની ઓક્સફર્ડ યુનિવર્સિટી આશરે આઠસો વર્ષ જૂની તો ખરી જ.

ઇસ 1209માં કેટલાક શિક્ષણપ્રેમીઓ ઓક્સફર્ડમાંથી છૂટા પડ્યા.

ઇંગ્લેન્ડની રાજધાની લંડનથી આશરે 80 કિલોમીટર ઉત્તરે કેમ્બ્રિજ શહેરમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી (Cambridge University) ની સ્થાપના કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ શિક્ષણજગતમાં અપ્રતિમ ખ્યાતિ મેળવી.

અમેરિકાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ચાર્લ્સ નદીને એક કિનારે બોસ્ટન શહેર છે, બીજે કિનારે કેમ્બ્રિજ શહેર વસેલ છે. ગ્રેટર બોસ્ટન એરિયાના કેમ્બ્રિજમાં આવેલ હાર્વર્ડ (હાવર્ડ) યુનિવર્સિટી સૌથી પ્રાચીન અમેરિકન યુનિવર્સિટી છે. તેની સ્થાપના 1636માં હાર્વર્ડ નામક એક પાદરીની સ્મૃતિમાં થઇ હતી. અમેરિકાના સદગત પ્રેસિડેન્ટ જહોન કેનેડી તથા વર્તમાન અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વિશે આ લેખ વાંચશો.

અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વિશે આ લેખ અવશ્ય વાંચશો.

ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વિશે આ લેખ વાંચશો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

18 thoughts on “ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી

  1. કેમ્બ્રિજ યુનિવર્સિટી, યુકે વિશે એક ખાસ સમાચાર. આવતા વર્ષે 2009માં કેમ્બ્રિજને આઠસો વર્ષ પૂરાં થશે. તે અર્થે ભવ્ય ઉજવણીની તૈયારીઓ કેમ્બ્રિજમાં ચાલી રહી છે. ટ્રિનિટી કેમ્બ્રિજના 25 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓલેમ્પિક્સ રમતોમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. ….. …. હરીશ દવે અમદાવાદ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s