અજાણી-શી વાતો

એરોપ્લેન તથા એરલાઇન્સની દુનિયા

.

અમેરિકાના રાઈટ ભાઈઓ ( વિલ્બર રાઈટ, ઓરવિલે રાઈટ – રાઈટ બ્રધર્સ, યુ એસ એ) એ ઇ.સ. 1903માં વિશ્વમાં પ્રથમ વખત હવામાં સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું. (The first sustained and controlled heavier-than-air powered flight by Wright brothers, USA ).

અમેરિકાના કિટી હોક ટાઉનમાં રાઈટ ભાઈઓએ દુનિયાનું પ્રથમ વિમાન – એરોપ્લેન (!) – ઉડાડ્યું. ડિસેમ્બર 17, 1903ના રોજ ગ્લાઈડર પ્રકારના “રાઈટ ફ્લાયર” (ફ્લાયર-1 કે કિટી હોક) વિમાનમાં વિલ્બર રાઈટની પ્રથમ હવાઈ યાત્રા થઈ. વિશ્વની આ પ્રથમ હવાઈયાત્રા માત્ર જુજ સેકંડ ચાલી! વિલ્બર રાઈટના આ ટચૂકડા વિમાને માત્ર એકસો વીસ ફૂટનું અંતર કાપ્યું. વિચારો! આજના આધુનિક એરોપ્લેનની લંબાઈ બસો – અઢીસો ફૂટથી વધુ હોય છે!

રાઈટ બ્રધર્સના “રાઈટ ફ્લાયર” (કિટી હોક) સાહસે હવાઈ સફરના યુગના શ્રીગણેશ કર્યા.

રાઈટ બ્રધર્સના ટચૂકડા “રાઈટ ફ્લાયર” પછી વિવિધ એરોપ્લેન્સ બનતાં ગયાં.

એરોપ્લેન બનાવતી કંપનીઓ – બોઇંગ, મેકડોનેલ ડગ્લાસ, એરબસ વગેરે – અસ્તિત્વમાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ (પહેલું વિશ્વયુદ્ધ 1914 – 1918) ના સમયે 1916માં સ્થપાયેલ બોઈંગ કંપની 1970માં તેના જંબો જેટ બોઈંગ-747થી ભારે પ્રતિષ્ઠા પામી. અમેરિકાની બોઈંગ કંપની આજે વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ કંપની છે.

વિશ્વની પ્રથમ એરલાઈન DELAG જર્મનીમાં 1909માં સ્થપાઈ હતી. વીસમી સદીના આરંભે અમેરિકા અને યુરોપમાં શરૂ થયેલી ઘણી ખરી એરલાઈનર કંપનીઓ માલવહન – કાર્ગો ટ્રાન્સપોર્ટ – ની કામગીરી અર્થે હતી.

વિશ્વની સૌથી જૂની એરલાઈન્સમાં નેધરલેન્ડસની KLM (કેએલએમ – રોયલ ડચ એરલાઈન્સ) અને ઓસ્ટ્રેલિયાની QANTAS આજે પણ કાર્યરત છે. લગભગ તે જ સાથે સ્થપાયેલી કોલંબિયાની Avianca અને મેક્સિકોની Mexicana ને દુનિયાની પ્રારંભિક એરલાઈન્સ તરીકે બહુ ઓછા લોકો જાણે છે. ગઈ સદીમાં ગાજતી રહેલી એરલાઈન્સ BOAC, TWA અને PANAM અન્ય કંપનીમાં વિલય પામી કે રૂપાંતરિત થઈ નામશેષ થયેલ છે.

* * * * *** * *

3 thoughts on “એરોપ્લેન તથા એરલાઇન્સની દુનિયા

  1. મારો દીકરો ગયા મહીને જ કીટ્ટી હોકની મુલાકાત લઈ આવ્યો.
    1903 માં પહેલું વીમાન ઉડાવનાર દેશે 1969 માં પહેલા માણસને સને ચન્દ્ર ઉપર ઉતાર્યો .. એ વાર્તા વાંચો
    http://gadyasoor.wordpress.com/2008/08/05/first_man_on_moon/

    અને

    http://gadyasoor.wordpress.com/2008/08/06/firstman_moon_2/

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s