સમાચાર-વિચાર

2012નું વર્ષ: પૃથ્વીનો પ્રલય? માનવસભ્યતાનો નાશ?

.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.

2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.

21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.

ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.

વિશિષ્ટ લિપિ દ્વારા માયા સંસ્કૃતિનો ઇતિહાસ શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.

તેમાંથી બચેલાં માત્ર ચાર ‘કોડેક્સ’ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex, The Paris Codex અને The Grolier Codex.

દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.

માયા કેલેંડર પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) છે.

માયા કેલેંડરની અવધિ ઈસવીસન 2012ના વર્ષમાં ડિસેમ્બર 21 ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.

તેના આધારે વાતો ચગી છે કે 2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.

આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?

આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?

*    *  *

19 thoughts on “2012નું વર્ષ: પૃથ્વીનો પ્રલય? માનવસભ્યતાનો નાશ?

  1. manav jat no puro nash thavu shkya nathi reason is that ….when earths eand is conform but teno vinas thaya pachi vinas jova mate ketlak manvo to baki raheshe j ne maya sanskruti na loko ne ajj vat ni khabar hoy ke pruthvi no vinas nakki che to te logo potana vaans vela o agad vadharej nahi kon icce ke temna santano dukhi thay hal ma pan amerika ma maya sanskruti na loko jivi to rahya j hase ne shu te 2012 ni rah jove che nahi i am sure for that ke 2012 maa 21/12/2012 apde badha joi chu te ma koi pan mari jode sharat lagavi shke che my email id:priteshkumarpatel1986@yahoo.in will see about 21/12/2012 dear srusti nu sarjan GOD ne vinas mate nahi pan jivan jivva mate banavyu che so dont worry JIO DILSE……..

  2. માનવજાતને બચાવવા ઘણી શક્તિઓ કામ કરી રહી છે પણ માનવજાતને ખતમ કરવા માનવજાતની ઘણી શક્તિઓ કામ કરી રહી છે ને? કોપનહેગનમાં તો ખુલ્લુ થયુ કે પ્રદૂષણમાં અસાધારણ વધારો તો વિકસિત દેશોએ કરેલો છે. અને તે પણ અસાધારણ માત્રામાં. ત્‍યારે શક્તિનો આવો બગાડ કોઇક પરિણામો તો લાવશે. અબલત્ત તે ક્યારે કેવા પરિણામો લાવશે તે હજુ વૈજ્ઞાનિક દૃષ્‍્ટિકોણથી સચોટ રીતે શોધાયુ નથી. પણ વૈજ્ઞાનિક રીતે તે તો સચોટ બાબત છે કે, પૃથ્વીના ગોળામાં ગરમી વધી રહી છે. અને તે ગરમીની અસરો આપણે નજરે જોઇ રહ્યા છીએ. આજથી ૩૦ – ૪૦ વર્ષ પહેલાં જે પર્વતો પર ગ્રીનરી દેખાતી હતી. તે આજે બોડીયા થઇ ગયેલા છે. વાતાવરણમાં ગરમી વધી છે. અને ઓઝોન વાયુનું પડ નબળુ પડ્યુ છે. ત્યારે આ બધાની કોઇક અસર તો આવશે તે તદ્દન તાર્કિક છે. ક્યારે? તે અલબત્ત ચર્ચાનો વિષય છે. પણ ભલે ૨૦૧૨ માં અંત ના આવે, પણ વિનાશકતા તરફ માનવજાત જઇ રહી છે એમાં કોઇ સંદેહ નથી.

  3. Hello,
    Namaste,as a bloger, i know u … but visit ur blog 1st time today… n somehow saw ths article…
    જી, સાંભ્ળ્યુ તો ધણુ છે આવું, પણ વાત મા દમ કેટલો , એ જ જોવુ રહ્યુ… આપણા ત્યા કરતા૬ અહિ આ ફોરેંન કંટ્રીઝ માં આ વાત બહુ ચગી છે…ગુગલ મા કેટલાય વિડીઓ પણ છે જ… જેમાં મોટા મોટા વૈગ્યાનિકો નો રિ-વ્યુ અને ૨૦૧૨ ન સંભવિત બિહામણા દ્રશ્યો પ છે… પણ… જોકે, આપણા શાસ્ત્રો પ્રમાણે કદાચ આ વાત સાચી નથી… આ કદાચ હજી કળિયુગ નો મધ્યાહન છે… અંત તો ઘણી દુર ની વાત છે.. જોકે અત્યાર ની પરિસ્થિતિ વણસતી જાય છે, એનુ પણ કદાચ એ જ કારણ હોઇ શકે.. કે કલિયુગ એના મધ્યાહને તપે છે.. !!! પણ એ વાત પણ ના ભુલવી જોઈએ કે એવી ઘણી ધણી શક્તિઓ કામ કરી રહી છે આ માનવજાત ને બચાવવા..
    but wel, it will b a long discussion thn… so.. better not to start it..:) lets see…wots next.;).

  4. lyo aavjo!
    bhoolyo bhai! apane to badha sathej javaanaa chhiye ne!!!

    most of the time we are looking forward to welcoming things in life, mostly life.. we know death is for real, but we do not talk too much about. this the one of the way we can laugh and also talk about. and if it happens on that day, we are on the way to other life!?!!
    maza maza

  5. NESTRA DOMAS, TATHA MAY-SANSKRUTI NI BHAVISY VANI AAJ SUDHI 99.99% SACHI PADI CHHE MATE ATYARE JE CHARCHA NU VAVAJODU CHALI RAHYU CHHE ENA MATE VICHARVA JEVU KHARU.ANE BIJI TARAF JOVA JAIE TO MANAV KRUT GHANA KHOTA KARYO THAYA KARE CHHE KE JENO BHAR AAPNI DHARTI MATA UPADI SAKE TEM NATHI MATE 2012 MA AAVI ANHONI SARJAY TEMA NAVAI NATHI BAKI TO AAPNE BADHAE BADHU BHAGAVAN UPPAR TO CHODELU J CHHE?

  6. જીવવુ તો ડરવુ નહિ,
    ડરવુ તો જીવવુ નહિ.

    આજ નહિ તો કાલ મૃત્યુ નિશ્ચિત છે.

    માટે कल की फिकर छोड यार,जो कुछ है आज है, कल की चिँता छोड यार ।

    सोचने क्या जोभी होगा देखा जायेगा।

  7. શાસ્ત્રો મુજબ કલિયુગનો પ્રથમ ચરણ હાલ છે
    અને તે ઉપરાંત કલિયુગમાં પ્રલયની આગાહી તો
    આપણાં શાસ્ત્રો પણ કરે જ છે.

    હાલના સમયમાં કુદરતી આપત્તિઓ જે વિનાશ
    સર્જી રહી છે તે જોતાં તો આપનો લેખ કશુંક નક્કર
    રીતે વિચારવા મજબૂર કરે છે.

  8. * * * અગાઉ નોસ્ટ્રાડેમસ અને હાલમાં માયા સંસ્કૃતિનાં લખાણોનાં અર્થઘટન સનસનીખેજ રહ્યાં છે. સંશોધનકારો અને લેખકો-પ્રકાશકો પણ પોતપોતાની રીતે પોતાનો કક્કો સાબિત કરવા મથતાં રહ્યાં છે. હવે તેમાં તકવાદીઓ પણ ભળ્યાં છે.

    અસંખ્ય દાવા-પ્રતિદાવાઓ વચ્ચે કોની વાત પર કેટલો ભરોસો કરવો તે વિચારવું આમ આદમી માટે મુશ્કેલ બન્યું છે.

    ભવિષ્યવાણીઓની ચિંતા છોડીએ તો પણ તેમાંની કેટલીક બાબતો પૃથ્વીના બેહાલ ભાવિ પ્રતિ ઇશારો કરે છે. તેના પ્રત્યે દુનિયાએ દુર્લક્ષ સેવવા જેવું નથી. .. ..

    હરીશ દવે અમદાવાદ

Please write your Comment