અજાણી-શી વાતો

ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.

લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.

માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.

માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.

વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ પેરિસમાં યોજાયો. આ વાત વિગતે આપ “અનન્યા”ના અંકમાં વાંચી ચૂક્યા છો.

પેરિસના ગ્રાંડ કાફેમાં યોજાયેલ આ શોમાં ત્રીસેક દર્શકો હાજર હતાં.

તેમાંના એક દર્શક હતા જાદુગર મેલિઝ (મેલિએઝ?) (Georges Melies 1861 – 1938).

મેલિઝને લુમિયેર ભાઈઓના સિનેમેટોગ્રાફમાં રસ પડ્યો. તેમણે યંત્ર ખરીદવામાં રસ બતાવ્યો, પરંતુ લુમિયેર ભાઈઓએ સિનેમેટોગ્રાફ વેચવાની ના કહી. લાંબી જહેમત પછી મેલિઝ પોતાનો મુવિ કેમેરા બનાવી શક્યા.

મેલિઝ અવનવી ટેકનિક્સના ઉપયોગથી ફિલ્મો બનાવવા લાગ્યા.

ટ્રીક ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની સ્પેશિયલ ટેકનિક્સના સંશોધનમાં મેલિઝનું સ્થાન અનોખું છે.

પ્રથમ વિશ્વયુદ્ધના સપાટામાં મેલિઝના કારોબારમાં ઓટ આવતાં તેમણે નાદારી નોંધાવી. પાંચસોથી વધુ ફિલ્મોનું નિર્માણ કરી ફ્રાન્સના ફિલ્મ ઉદ્યોગને ચમકાવનાર મેલિઝ ગુમનામીમાં સરી પડ્યા.

વર્ષો પછી જ્યારે ફ્રાન્સ સરકાર તથા ફ્રેન્ચ ફિલ્મ ઉદ્યોગને તેમનું સન્માન કરવાનું સૂઝ્યું ત્યારે મેલિઝની દેશવ્યાપી ખોજ ચાલી. કહે છે કે કોઈક પર્યટનસ્થાને, કોઈક મનોરંજન પાર્કની બહાર કંગાલ હાલતમાં મેલિઝ કેન્ડી વેચી રહ્યા હતા!!!

બરબાદીના છેલ્લે પગથિયે બેઠેલ ફિલ્મનિર્માતા મેલિઝને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન The Legion of Honor થી નવાજવામાં આવ્યા!

** * * * * * * * * * * * * * * * * * * * * * *

રસપ્રદ લેખ વાંચો:  ભારતની પ્રથમ ટૂંકી ફિલ્મના નિર્માતા રોયલ બાયોસ્કોપ કંપનીના હીરાલાલ સેન (1866-1917)   

.** * * * * * * * * * * * * * * * * * * * * * *

2 thoughts on “ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

  1. લુમિયેર બ્રધર્સને વિશ્વના ચલચિત્ર ઉદ્યોગના પ્રણેતા લેખવામાં આવે છે કારણ કે તેમના સિનેમેટોગ્રાફની શોધ ક્રાંતિકારી હતી. તેમની બહુહેતુક શોધમાં મોશન પિક્ચર કેમેરા,ફિલ્મ પ્રોસેસિંગ યુનિટ અને પ્રોજેક્ટર સમાવિષ્ટ થતાં હતાં. વળી લુમિયેર બ્રધર્સે સિનેમા- ફિલ્મ- ચલચિત્રનો પ્રથમ કોમર્શિયલ શો કર્યો જેમાં એક સાથે દસ ફિલ્મ્સ પ્રદર્શિત કરી!
    વાહ
    મોડું થાય તે પહેલા-આપણા પણ આવા ગુમનામ કલાકારોને શોધી બીદારવાના છે

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s