ભારતમાં સમુદ્રમાર્ગે આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગિઝ હતી તે આપણે જાણીએ છીએ.
ઇસ 1498માં પોર્ટુગાલના વતની સાગરખેડૂ સાહસિક વાસ્કો દ ગામાએ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પગ મૂક્યો.
વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરિનને યુરોપ સાથે વ્યાપાર કરવાની વાતોથી પ્રભાવિત કર્યો. હિંદુસ્તાનમાં વ્યાપાર કરવાનો પરવાનો જીતી વાસ્કો દ ગામા પોર્ટુગાલ પરત થયો..
ફરી 1524માં વાસ્કો દ ગામાએ હિંદ આવ્યો. આ વખતે વાસ્કો દ ગામાએ ગોવાની મુલાકાત લીધી.
ગોવામાં જ વાસ્કો દ ગામાનું મૃત્યુ થયું.
વાહ , કેવો જોગાનુજોગ? મેં પણ હમણાં જ વાસ્કો દ ગામાને લગતી ચોપડી વાંચી. ભારતે તેને ખાસ યાદ કરવા જોઈએ. તે દેશની બરબાદીનું પ્રકરણ શરુ કરનાર તો જરુર હતો; પણ વીશ્વના પ્રવાહમાં ભારતને ભેળવવા માટેની પ્રક્રીયા તેનાથી જ શરુ થઈ, તે પણ આપણે ભુલવું ન જોઈએ.