.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર જમશેદજી ટાટાએ ગ્રુપના ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો નાખ્યો.
હાલ ભારતના ટોચના આ ઔદ્યોગિક ગ્રુપના સંચાલક રતન ટાટા છે.
અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ફોર્બ્સ (Forbes) દ્વારા ભારતના સૌથી વધુ સંપત્તિવાન એવા અતિ ધનાઢ્ય ભારતીયોની યાદી પ્રકાશિત થઈ છે.
અમેરિકન મેગેઝિન ફોર્બ્સ (Forbes) પ્રમાણે સૌથી વધુ સંપત્તિવાન ભારતીય હાલ લંડન (ઇંગ્લેંડ, UK) નિવાસી પણ ભારતીય નાગરિક લક્ષ્મી મિત્તલ છે.
ભારતીય શ્રીમંતોમાં બીજા ક્રમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આવે છે. સૌથી વધુ સંપત્તિવાન ત્રીજા ભારતીય અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ – ADAG – ના અનિલ અંબાણી છે.
સર્વોચ્ચ ટાટા ગ્રુપના અધિપતિ હોવા છતાં રતન ટાટાનું નામ કરોડોપતિ સંપત્તિવાન ભારતીયોમાં કેમ નહીં આવતું હોય? આવો પ્રશ્ન કદી આપને થયો છે?
એક મુખ્ય કારણ એ કે ટાટા ગ્રુપની કંપનીઓના શેર્સ ટાટા કુટુંબ દ્વારા દ્વારા સ્થાપિત વિવિધ ચેરિટેબલ ટ્રસ્ટસ પાસે છે. ટાટા સન્સના 65 % થી વધુ શેર્સ પર કુટુંબ દ્વારા સંચાલિત ચેરિટેબલ ટ્રસ્ટસની માલિકી છે.
સો વર્ષ અગાઉ જમશેદજી ટાટાએ ટાટા કુટુંબની એક વિશિષ્ટ પરંપરાનો પાયો નાખ્યો. સમાજ પાસેથી મેળવેલી સંપત્તિનો એક ભાગ સમાજ-ઉપકારક પ્રવૃત્તિઓમાં સમાજને જ અર્પણ કરવો . બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ (IIS), મુંબઈમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) , કેન્સર રીસર્ચ માટે મુંબઈ (હવે ખારઘર, નવી મુંબઈ)નું જ ટાટા મેમોરિયલ સેંટર (ACTREC) આદિ સંસ્થાઓ ટાટા કુટુંબની સમાજ સેવાનાં ઉત્તમ ઉદાહરણો છે.
. .
Interesting. Although, Tata Indicom company is not in level of Tatas 😦