.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–10
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે.
આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં વરવાં પરિણામો પણ જોવા મળે છે તે એક અલગ વાત).
પરંતુ આપણે ઈચ્છીએ કે બ્લોગ પર સારી પોસ્ટ મૂકાય તેના પર સુજ્ઞ વાચકો પૂર્વગ્રહોથી મુક્ત રહી સુયોગ્ય પ્રતિભાવ આપે; ક્યારેક તે પ્રતિભાવ ધ્યેયલક્ષી, તંદુરસ્ત ચર્ચા જન્માવે; પરસ્પર વિચાર વિનિમયથી સમજ ખીલે, દ્રષ્ટિ વિકસે કે જ્ઞાનમાં વૃદ્ધિ થાય. બીજી વાત – સુયોગ્ય પ્રતિભાવથી પોસ્ટમાં ખૂટતી કડીઓ ઉમેરી શકાય. પૂરક માહિતી દ્વારા પોસ્ટના કન્ટેન્ટને માહિતીસભર કે જ્ઞાનવર્ધક કે રોચક પણ બનાવી શકાય. ભવિષ્યના સર્જકો અને વાચકો માટે આવી કોમેન્ટસ વરદાનરૂપ બની રહે.
વડીલ શ્રી માનવંતભાઈએ કેટલાયે બ્લોગ્સ પર સંખ્યાબંધ કોમેન્ટસ દ્વારા નવોદિતોને પણ પ્રોત્સાહિત કર્યા છે. ડો. વિવેકભાઈ ટેલર તથા શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ, શ્રી સુરેશભાઈ જાની અને અન્ય ઘણા જાગૃત બ્લોગર્સ પોતાની કોમેન્ટસ દ્વારા ગુજરાતી નેટ જગત પર રસ જન્માવતાં રહ્યાં છે.
આમ, વાચકમિત્રો સારા વાચનને આવકારે અને તેના પર ઉચિત પ્રતિભાવ આપતા રહે, પ્રોત્સાહન આપતા રહે તે જરૂરી છે.
ગુજરાતી નેટ જગતની આવતી કાલ તેના આજના સર્જકો, બ્લોગર્સ તથા વાચકો પર નિર્ભર છે.
* ** *
તા.ક. આજે “બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત” શ્રેણીનો દસમો હપ્તો પ્રકાશિત થયો. અહીં આ શ્રેણીને હાલ પૂરતો વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં જરૂર જણાશે તો યોગ્ય સમયે તેને આગળ ધપાવીશું. આભાર. ** * *
શ્રી હરીશભાઈ,
તમારા બ્લોગ વાંચકોમાંના ઘણાંની,(જેમાં મારો પણ સમાવેશ થાય છે) ઈચ્છા એવી છે ગુજરાતી નેટ જગત અગે આપ લેખ- શ્રેણીમાં વધુ મણકા આપતા રહો. આપના વિચારો-સૂચનો સમયસરના અને મનનીય છે.
-માવજીભાઈના પ્રણામ
(વેબ સાઈટઃ http://www.mavjibhai.com)
ઘણા વખત પછી, હળવાશની પળોમાં આજે ફરી અહીં આવ્યો. હજી આગળના હપ્તા વાંચવા બાકી છે.
આ શ્રેણી ચાલુ રાખો. કોઈક પણ તેનો હકારાત્મક લાભ લે તો તમારો પ્રયત્ન સાર્થક રહેશે.
નવ વર્ષ પછી….
આજે બધા મણકા વાંચ્યા. (કરોડના મણકાને થોડોક શ્રમ જરૂર પડ્યો !) મજા આવી ગઈ. અતીત વાગોળાયો. આ નવ વર્ષમાં ઘણા બદલાવ આવી ગયા, આપણા અભિગમ પણ બદલાયા.
પણ ઘણી બાબતો હજુ પણ પ્રસ્તુત છે.
પહેલાં જેટલી ચર્ચા કદાચ હવે નહીં થાય – નકશો બહુ જ ફેલાઈ ગયો છે. અને એટલે જ પરિષદ/ એકેડેમી જેવી સંસ્થાઓ જાગૃત બને તેવી આશા રાખીએ.
gujrati tap nathi thatu
ઘણી સારી મહેનત ઊઠાવી, હરીશભાઈ… અભિનંદન… બાવીસમી સદીનું તો ખબર નથી, પણ કેટલીક બાબતો એવી જોવા મળી જે એકવીસમી સદીમાં પણ કામ લાગે એવી છે… આભાર…
આપના કોમ્પ્યુટરની મર્યાદા નથી. જુગલ કિશોરભાઈ! ઘણા થીમનાં પોતાનાં લક્ષણો હોય છે. મેં કન્ટેન્ટ એ રીતે ગોઠવેલ છે કે જમણા કોલમની વિગતો ધ્યાનમાં આવી શકે. છતાં હોરીઝન્ટલ બારના ઉપયોગથી આપ બ્લોગનો જમણો કોલમ જોઈ શકશો. વળી આપ ડેસ્કટોપ પર સેટીંગ્સમાં જઈ રેઝોલ્યુશન બદલીને પણ બ્લોગ જોઈ શકશો. ….. હરીશ દવે અમદાવાદ
નવા રંગરુપમાં પીરસાયેલો મધુસંચય મનભાવન છે.
ખુલતાંવેંત જ ટાઈટલનો જે ડાર્ક કલર દેખાય છે તે પીળા કરતાં વધુ ગમે છે (પણ તરત જ જતો રહે છે.) આ થીમ થોડું વધુ જગ્યા રોકનારું હશે ? મારા સ્ક્રીન પર બંને બાજુએ કપાય છે. (મારા કોમ્પ્યુ.ની એ મર્યાદા હશે ?)
પ્રતીભાવો આપવાની સગવડ એ નેટની બહુ જ કીમતી સગવડ છે. પ્રીંટ મીડીયામાં આ નથી એને લીધે પણ, તમે કહો છો તેમ, ભવીષ્યનું સાહીત્ય નેટ પર જામવાનું છે. અને ત્યારે આ સગવડ સૌને હૈયે વસી રહેવાની છે.
સૌ આ અંગે હકારાત્મક બનીને એને માણે એ બહુ જરુરી છે. આવનારા સમયના સાહીત્યને આ સગવડ બહુ મોટી ઉંચાઈએ મુકી આપશે.
આપના જેવા વડીલ મિત્ર વિચારને બિરદાવે તેને હું મારા કાર્યની સાર્થકતા સમજું છું.
રાજેન્દ્રભાઈ! આપણે જરૂર મળીએ. … હરીશ દવે અમદાવાદ
“આપણે ઈચ્છીએ કે બ્લોગ પર સારી પોસ્ટ મૂકાય તેના પર સુજ્ઞ વાચકો પૂર્વગ્રહોથી મુક્ત રહી સુયોગ્ય પ્રતિભાવ આપે; ક્યારેક તે પ્રતિભાવ ધ્યેયલક્ષી, તંદુરસ્ત ચર્ચા જન્માવે; પરસ્પર વિચાર વિનિમયથી સમજ ખીલે, દ્રષ્ટિ વિકસે કે જ્ઞાનમાં વૃદ્ધિ થાય. બીજી વાત – સુયોગ્ય પ્રતિભાવથી પોસ્ટમાં ખૂટતી કડીઓ ઉમેરી શકાય. પૂરક માહિતી દ્વારા પોસ્ટના કન્ટેન્ટને માહિતીસભર કે જ્ઞાનવર્ધક કે રોચક પણ બનાવી શકાય. ભવિષ્યના સર્જકો અને વાચકો માટે આવી કોમેન્ટસ વરદાનરૂપ બની રહે. ”
I SUPPORT YOUR VIEWS.
I AM VISITING AMADAVAD IN JANUARY 2008.
CHECK WITH BPA.
http://www.bpaindia.org
હજી પણ આ શ્રેણી સંલગ્ન ઘણી બાબતો અંગે માર્ગદર્શન આપ વડીલો તરફથી મળી શકે એમ છે ..
આ શ્રેણી ખરેખર ઘણી ઉપયોગી બની છે અને આશા રાખીએ કે એનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થઈ રહે ….
ઘણાં લોકો કોમેન્ટ બંધ રાખે છે, ઘણાં ખાલી વર્ડપ્રેસ લોગીન કરો તો જ કોમેન્ટ કરી શકાય તેમ રાખે છે અને ઘણા તો કોમેન્ટ બદલી પણ નાખે છે..