સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત9

(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 

આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય.

આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી બ્લોગ્સ પ્રકાશિત કરી શકાય છે.  બ્લોગર – બ્લોગસ્પોટ  અને વર્ડપ્રેસની પોતપોતાની આગવી વિશેષતાઓ છે. 

વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર આપની પાસે વિવિધ થીમ્સ (ટેમ્પ્લેટ્સ) નો ઢગલો છે; તેમાંથી આપે પસંદગી કરવાની છે. આપ વિષયવસ્તુ પ્રમાણે, વાચકોની સુગમતા ધ્યાનમાં રાખી થીમ પસંદ કરશો.

નેવિગેશનને પૂરતું મહત્વ આપશો. વાચકો કઈ રીતે આપની કેટેગરી કે પોસ્ટ સુધી સરળતાથી પહોંચી શકે? એક કેટેગરી કે વિભાગ કે પોસ્ટ પરથી અન્ય પર કઈ રીતે સુગમતાથી જઈ શકે? આવા પ્રશ્નો વિચારશો.

એક અગત્યની વાત, આપની પ્રત્યેક પોસ્ટનાં શીર્ષક અને “પોસ્ટ સ્લગ” (Post Slug)  અર્થપૂર્ણ રાખજો. “પોસ્ટ સ્લગ” (પોસ્ટની આગવી ઓળખ આપતું એડ્રેસ) અંગ્રેજી ભાષામાં જ રાખશો અને શક્ય હોય તો ટૂંકું છતાં અર્થપૂર્ણ રાખશો.

એક વાત બ્લોગ્સને ઉચિત રીતે લિંક કરવાની છે. આપણે વિભિન્ન બ્લોગ્સ પર પોસ્ટસ પ્રકાશિત કરીએ છીએ, તેને યોગ્ય કેટેગરી કે ટેગ આપીએ તો વાચકને ઘણી સુગમતા રહેશે.  બીજું, સમાન વિષય પરની, પરસ્પર સંબંધ ધરાવતી અથવા એકબીજાની પૂરક માહિતી આપતી પોસ્ટસ પરસ્પર લિંક કરવી ઈચ્છનીય છે.

આવા કેસમાં, આપના બ્લોગ પરની પોસ્ટને આપ અન્ય કોઈના બ્લોગની પોસ્ટ સાથે લિંક કરો તે હિતાવહ છે.

ઉદાહરણ તરીકે આપ કવિ નર્મદ વિશે આપના બ્લોગ પર લખો છો, તો આપ આપની પોસ્ટને શ્રી સુરેશભાઈ જાનીના ગુજરાતી સારસ્વત પરિચયની કવિ નર્મદની પોસ્ટ સાથે લિંક કરી શકો છો. ગઝલકાર શ્રી રઇશ મનીઆર (રઈશ મનીયાર) ની  તાજેતરની ગઝલ આપે આપના બ્લોગ પર મૂકી હોય, તો જ્યાં શ્રી મનીઆરની અન્ય સુંદર ગઝલો પ્રકાશિત થઈ છે તેવા ડો.ધવલભાઈ- ડો. વિવેકભાઈના  લયસ્તરો કે અન્ય બ્લોગ્સને જરૂરથી લિંક આપી શકો. આપની નાનકડી લિંકથી વાચકને કેવો ખજાનો મળી જશે!

આવા અન્ય કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચી શકીએ. ટેકનીકલ જાણકારી ધરાવતા બ્લોગર મિત્રો વિશેષ પ્રકાશ પાડી શકે? આભાર.

.

11 thoughts on “બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

 1. મિત્રો! આપણા માટે નિજાનંદ મહત્વનો ખરો, પરંતુ વાચકની સુવિધા પણ તેટલી જ અગત્યની. મધુસંચયની નેવીગેશનની સમસ્યા કઠતી હતી. ચાલો, નવા વર્ષે થીમ બદલીને મધુસંચયને નવા રૂપે પ્રસ્તુત કરું છું. આપ સૌ આ પરિવર્તન આવકારશો તેવી આશા છે.

  ધન્યવાદ. …. હરીશ દવે અમદાવાદ

 2. કાર્તિક તારી વાત સાચી છે, પણ લિનક્સ વાપરવાવાળા બહુ ઓછા ગુજરાતી વાંચક છે અને હરીશભાઈ પણ આ હકીકતથી અજાણ હોઈ એવુ તો છે નહિ… એને તો આ થીમની માયા બંધાય ગઈ છે એટલે નથી બદલતા… બાકી થીમતો પળવારમાં બદલી જાય

 3. તમે આ “પોસ્ટ સ્લગ” (Post Slug) વિષે માહિતી આપી એ ખરેખર સારુ કામ કર્યુ છે. “પોસ્ટ સ્લગ” એ આપણી ગુજરાતિ ની જેમ Unicode વાળી ભાષાઓ માટે ખુબ જ કામ ની વસ્તુ છે. જે થોડા ઘણા ગીક (Geek) ને ખબર હશે.

 4. હું પણ જાણું છું, દોસ્ત! થીમ પળભરમાં બદલી શકાય. પ્રશ્ન બ્લોગના સ્વરૂપ પ્રત્યેના લગાવનો છે. જે ઘરમાં તમે બાળપણ ગુજાર્યું હોય, વર્ષો વીતાવ્યાં હોય, તે તમે બદલી શકો? સવાલ મમત્વનો છે. પણ મારે કોઈ કઠોર નિર્ણય લેવો જ પડશે.

  લિંક અને સર્ચની વાત ખરી છે. પણ હું તેમાં વાચકની અનુકૂળતા વધુ જોઉં છું. જો આપણા બ્લોગ્સ વચ્ચે લિંક્સ હશે તો વાચકને સમાન મુદ્દાઓ સમજવામાં સુગમતા રહેશે.

  તમારા જેવા વાચકો આટલો રસ લે છે તેની હું પ્રશંસા કરું છું.

  … હરીશ દવે અમદાવાદ

 5. હરીશભાઈ, તમે થીમ બદલશો તો પણ કંટેંટને વાંધો નહીં આવે.

  પરસ્પર લીંક મુકવાથી ગુગલ જેવાં સર્ચ એંજીન જે તે બ્લોગને મહત્વ આપવાનું શરું કરે છે, અને સર્ચમાં એ બ્લોગ/સાઈટ જલ્દી નજરે ચઢી શકે છે.

 6. મિત્રો! થીમની પસંદગીમાં ધ્યાન રાખજો. દોઢેક વર્ષ પહેલાં મેં ગુજરાતી નેટ પર લખવાનું શરૂ કર્યું, ત્યારે મને આવા પ્રશ્નોનો ખ્યાલ ન હતો. “મધુસંચય” માટેનું થીમ મેં પસંદ કર્યું ત્યારે લે-આઉટમાં સુંદર લાગતું આ થીમ સમસ્યાઓ લાવશે તેવો અંદાજ ન હતો. કેટલી બધી પોસ્ટ્સ પબ્લિશ થઈ ગયા પછી નેવિગેશનની સમસ્યા ધ્યાન પર આવી. પહેલાં એમ કે મારા પોસ્ટીંગમાં ખામી હશે. જાતજાતના ઉપચાર અજમાવ્યા પછી બ્રહ્મજ્ઞાન લાધ્યું કે આ થીમમાં નેવિગેશનનો “જીનેટીક” પ્રોબ્લેમ છે! તે હલ ન થઈ શકે. વખત વીતી ગયા પછી થીમ બદલવા હિંમત પણ થતી નથી.

  હવે નવા બ્લોગર મિત્રો આ મુદ્દાઓ ધ્યાન રાખે. … હરીશ દવે અમદાવાદ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s