સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

.

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે.

આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી વાચકનો કે તેની જિજ્ઞાસાનો વિચાર કર્યો ખરો?

મને જે વાત શૂળની માફક ચૂભી રહી છે તે ગુજરાતી ભાષામાં વેબ- સર્ચની છે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર સર્ચ એંજિન કેટલું કાર્યદક્ષ નીવડે છે?

ગુજરાતી નેટ જગત પર સર્ચ માટે સર્ચ એંજિનની સફળતા અને ઉપયોગિતા વિષે આપણે સભાન થવાની જરૂર છે. નેટ પર લખતી વખતે વેબ-સર્ચને મર્યાદિત કરતાં તમામ પરિબળને આપણે લક્ષ્યમાં લેવા જોઈએ.

હું એક ઉદાહરણથી સમજાવું. મેં ગુગલ સર્ચ પર અંગ્રેજી શબ્દ “INDIAN” ને ગુજરાતીમાં સર્ચ કરવા પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે મને પ્રથમ વખત ‘જ્ઞાન’ થયું કે આ શબ્દ ગુજરાતીમાં વિવિધ રીતે લખવામાં આવે તો દરેક વખતે તદ્દન જુદાં સર્ચ રિઝલ્ટ મળે છે (ઇંડિયન, ઇંડીયન, ઇન્ડિયન, ઇન્ડીયન. . . વગેરે). આ કેમ ચાલી શકે? આ દુ:ખદ બાબત છે.

બીજું એક ઉદાહરણ લઈએ: ધારો કે તમારે ગુજરાતી નેટ પર “જ્યોતિષ” વિષય પરની સાઈટ્સ શોધવી છે. બધા લેખકોએ પોતપોતાની રીતે “જ્યોતિષ” શબ્દને લખ્યો છે. તમને દર વખતે જુદા જુદા રિઝલ્ટ મળશે. એક જગ્યાએ ‘જ્યોતિષ’, બીજી જગ્યાએ ‘જ્યોતીષ’; ક્યાંક ‘જ્યોતિશ’ તો ક્યાંક ‘જ્યોતીશ’ ….

આપણે ક્યાં સાક્ષર છીએ? હું મારા બ્લોગ પર મન ફાવે તે… મન ફાવે તે રીતે લખું!!! દરેક પોતપોતાના આનંદ માટે લખે છે!!! તેમાં તકલીફ સુજ્ઞ વાચકને થાય છે. સર્ચ એંજિનને ચલાવનારાઓને થાય છે.

આવી જ મુશ્કેલી વિદેશી ભાષાઓનાં નામોમાં ઊભી થાય છે. જે બ્લોગ્સ પર વિશ્વસ્તરના વિષયો હોય, તેમને મોટી સમસ્યા થાય છે. મારા બ્લોગ્સ પર વ્યાપક વિષયો હોવાથી મને મુશ્કેલી નડે છે.

“અનામિકા” પર પ્રકાશિત મારા એક લેખમાંથી ઉદાહરણ જોઈએ: George Ivanovitch Gurdjieff . આ નામ જુદા જુદા ગુજરાતી લેખકોએ ભિન્ન ભિન્ન રીતે લખ્યું છે. ગુર્જિયેફ, ગુર્જેફ કે ગુર્જિફ કે વળી ….. શું કરવું? ગુજરાતીમાં વેબ સર્ચ કરનાર વાચકને ક્યાંથી વિશ્વાસપાત્ર પરિણામો મળશે? કદાચ એડવાન્સ્ડ સર્ચના વિશેષ ફીચર્સથી થોડી મદદ મળશે. પણ ઉતાવળે નેટની મુલાકાત લેતા વાચક પાસે સમય અને ધીરજ હોય છે? અત્યારે આનો ઉપાય શું?

આ મુદ્દો સંવેદનશીલ છે. વાંચીને કોઈક મારા પર કે બીજા પર કીચડ ઊછાળશે.

મને બિનજરૂરી ચર્ચામાં જરા પણ રસ નથી.

મારે કોઈના મતને સાચો કે ખોટો નથી ઠેરવવો. કોઈ ન્યાય નથી તોળવો. આપણી વચ્ચે મતમતાંતર છે. ભલે.

પણ આપણે એકબીજાના વિચારોની ઠેકડી ઊડાડીએ કે એકબીજા પર શાબ્દિક હુમલા કરીએ તે સમસ્યાનો ઉપાય નથી. સર્વસ્વીકૃત ઉપાય મળવો હાલ શક્ય નથી તો શું કરવું?

આવા મુદ્દાઓ વિષે ગંભીરતાથી વિચારીએ, સૌના વિવિધ દ્રષ્ટિકોણ સમજીએ અને લાંબા ગાળાના નિરાકરણ માટે કદમ ઊઠાવીએ. આભાર.

.

16 thoughts on “બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

 1. ગુજરાતે બને એટલું શુદ્ધ રીતે જ લખવું રહ્યું. માતૃભાષા પર મનફાવે એમ બળાત્કાર ન કરાય. ઊંઝાજોડણી એ સરળતાના નામે ભાષાને વિકૃત કરવાની વાત છે. આવી બેહુદી વાત ચલાવી લેવાય નહીં. ભાષા પર થતો આતંકવાદ કોઈ પણ બૌદ્ધિક , તર્કિક, કે રેશનલ ધોરણે સ્વીકારી શકાય નહીં.

  યુનિકોડ ફોન્ટ અને સ્પેલચેકરનો ઉપયોગ એ લોજિક્લ વાત છે. અંગ્ર્જી શબ્દો કેવી રીતે ગુજરાતીમાં લખવા એના પર ઊંડો વિચાર કરવો ઘટે.

 2. ગુજરાતી ભાષા માટેની આટલી ચિંતા આપ સૌ વિદ્વાનોમાં છે એ જ ઉત્તમ નિશાની છે. અને એમાં કયારેક સફળતા મળશે જ.હું તો ટેકનીકલી જાણકાર નથી.તેથી એ અંગે કહેવાની ક્ષમતા મારામાં નથી .પરંતુ કંઇક થવું જોઇએ એ એકદમ સાચી વાત છે.

  હરીશભાઇ આજે આપની આ અંગેની બધી પોસ્ટ વાંચી.આભાર સાથે

 3. આપણને એ બધું ખોટું લખાય તે તો કોઠે પડી ગયું છે.
  એ તો એમ જ હાલે. S.J.
  મુદો સાચો છે.આપણી ગુજરાતી ભાષામાં િવિવધતા ઘણી છે.ઉચ્ચાર પ્રમાણે અક્ષર બદલાય છે સર્ચએન્જીન અંગ્રેજી ભાષામાં હોય છે.છતાંય કોઈ ઉપાય મલી જાય તો સારી વાત છે. K.V.
  you are correct but
  somthing is beter then nothing.

  શુધ્ધીની વાત માટે હરીશભાઈ કહે છે તેના અનેક ક્ષેત્રો છે અને દરેક ક્ષત્રે ભાષાશુધ્ધી થાય તે જોવું ઘટે. વીવાદ નહીં પણ સંવાદથી.

  SO DEAR GUJARATI BLOGERS AND SURFERS..AND LOVERS TO COME WITH CORRECT GUJARATI GRAMMER AND UNIFORMITY.
  WE ALL NEED TO BE A TEAM MEMBER AND MAKE IT RIGHT.

 4. The question – the problem is genuine- The answer ? should be genune too.
  To give an answer might easy but to put in practical is not that easy.If -I write this with many spelling mistake not one prefer or enjoy to read. Same thing with any language. When it id out gujarati – we should be more consious – I am gjuju- & gujarati lover- but out of Indian since 1989.
  I will try and there should be a spell check – which correct even -Rasvai-Dirgai etc.
  Pankaj Grand Prairie USA

 5. મુદો સાચો છે.આપણી ગુજરાતી ભાષામાં િવિવધતા ઘણી છે.ઉચ્ચાર પ્રમાણે અક્ષર બદલાય છે સર્ચએન્જીન અંગ્રેજી ભાષામાં હોય છે.છતાંય કોઈ ઉપાય મલી જાય તો સારી વાત છે.
  ૃકોમ્પ્યુટરના કોઇ િનષ્ણાત આ મુદા ઉપર ખાસ ધ્યાન આપી ઉકેેલ શોધીને ગુજરાતી ભાષાની સારી સેવા કરી શકે. કોઈ રસ્તો જરુર મલશે એવી આશા સાથે………..કમલ વ્યાસ.

 6. THE QUESTION YOU RAISED IS VALID BUT THE ANSWER IS NOT EASY…I HAD READ WRITTEN GUJARATI & ONE WORD IS SPELLED 2 DIFFERENT WAYS ( DIRGAI v/s RASVAI ) I STUDIED TILL GUJARATI STD 5 &THEN IN AFRICA & STUDIED IN ENGLISH….FOR ME THE LEARNIG TOOL IS MY GUJARATI VANCHAN ….& IF THE EXPERTS DIFFER I CHOOSE ONE WAY…IF I AM MAKING SOME MISTAKES DO YOU THINK I SHOULD BE ENCOURAGED OR DISCOURAGED IN MY GUJARATI WRITNGS ? I HAVE STILL TO LEARN GUJARATI WRING VIA COMPUTERS…..BUT MY SUGGESTION IS THAT THE GUJARATI LANGUAGE EXPERTS SHOULD WORK AS ONE BODY & FED THE SEARCH ENGINES SUCH A WAY THAT THERE WILL BE ONLY ONE WAY THE WORD WILL BE TYPED IN GUJARATI…THIS IS THE SOLUTION FOR THE FUTURE BUT TILL THEN BEAR WTH ME & OTHERS WHO ARE FULL OF MISTAKES..I HOPE THE WRITER OF THIS ARTICLE WILL LEAVE A COMMENT ON THIS>>>> DR. C.M. MISTRY LANCASTER CALIFORNIA USA

 7. વહાલા હરીશભાઈ,
  ‘મધુસંચય’માં તમે આ ખુબ સરસ ચર્ચા મુકી છે.. ધન્યવાદ.. તમે સાહીત્યકાર છો. વળી કમ્પ્યુટર વીદ્યાનાયે માહેર છો.. તમે જે તકલીફ અનુભવો છો તેવી આખી જીંદગી અમે પણ અનુભવી… તમારી–અમારી આ હાલત થાય તો ભાષાના અન્ય તબકાના સામાન્ય વપરાશકારની શી હાલત થતી હશે? ભાષા તેમને માટે નથી એવું થોડું છે ? પછી લખે જ ને સૌ જેમ ફાવે તેમ ! આપણા મગજમાં ન ઉતરે અને ઉતરે તો ઝાઝો સમય ન ટકે તો કુમળાં બાળકોની શી હાલત ! સાચે જ આપણે સૌ ભાષા પ્રત્યે સાવ નફકરા અને આપણાં જ સંતાનો માટેનાં ક્રુર અને ઘાતકી માવતર છીએ.. એમ થાય કે બહુ લાંબેથી બે કે બાવીસ પાનાં ભરીને લખી નાખું.. પણ એમ નહીં કરું..

  મુદ્દાની વાતઃ ત્રણે સર્ચ એન્જીન પર તમે જે તકલીફ અનુભવો છો તેનો ઉપાય તો સાવ જ સરળ છે ! (જો કે કબુલ કરું કે સર્ચ એન્જીનનો મને કશો જ અનુભવ નથી.)

  ધારો કે ગુજરાતીમાં એક જ ‘ઈ’ હોય તો નીચેના જેવી કોઈ બબાલ થવાની શક્યતા ખરી? ઇંડિયન, ઇંડીયન, ઇન્ડિયન, ઇન્ડીયન ‘જ્યોતીષ’; ‘જ્યોતિશ’ ‘જ્યોતીશ’ ….એમિલિ ડિકિન્સન, એમીલિ ડિકિન્સન, એમિલી ડિકિન્સન, એમીલી ડિકિન્સન, એમિલિ ડીકિન્સન, એમિલિ ડિકીન્સન, એમિલિ ડીકીન્સન, …..વિકીપીડિયા, વીકિપીડિયા, વિકિપિડિયા, ટીવીમીડિયા , એક એક શબ્દ ૮ કે વધારે રીતથી લખાશે..

  એક જ ‘ઈ’થી લખવું તે કેટલું સરળ બન્યું હોત..!!!

  ઈંડીયન કે ઈન્ડીયન, જ્યોતીષ, એમીલી ડીકીન્સન, વીકી પીડીયા ને ટીવી મીડીયા !

  બીચારા સર્ચ એન્જીન બનાવનારનું માથું ન દુખ્યું હોત અને તેના વપરાશકારને તો કેટલી હળવાશ હોત..! હા, ‘શ’ કે ‘ષ’ તે જોવા ‘સર્ચ’ કરવું પડે ખરું…

  મગર ‘વો દીન કહાં કી…’

  મને ૧૦૦ ટકા ખાતરી છે કે સાચી જોડણી ચકાસવા માટેનાં બનેલાં કે બનતાં કોઈ પણ સ્પૅલચૅકર ૧૦૦ ટકા સાચું અને સફળ કામ આપી શકવાનાં નથી, જ્યાં સુધી આપણે આ બબ્બે ‘ઈ–ઉ’માં ગોથાં ખાયા કરીશું ત્યાં સુધી..

  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 8. સર્ચ એંજીન તો એક બહુ જ નાનો પ્રશ્ન છે.
  પણ દુકાનોના પાટીયાં, છાપાંઓની જાહેરખબરો, સરકારી પરીપત્રો , અંગત પત્રવ્યવહાર વી. અનેક જગાએ જે અવઢવ અને ગેરવ્યવસ્થા રહ્યા જ કરે, તે કોણ સુધારર્શે?
  આપણને એ બધું ખોટું લખાય તે તો કોઠે પડી ગયું છે.
  એ તો એમ જ હાલે.
  ————————-
  ઉર્મી કહે છે તેમ પ્રયત્ન કરીએ તો સાચું લખાય. બહુ જ સાચી વાત. સૌથી શ્રેશ્ઠ ઉદાહરણ છે. ફાધર વાલેસ. એ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમને અંગ્રેજી બોલતાં પણ નહોતું આવડતું. અને છતાં ગુજરાતીના શ્રેશ્ઠ લેખક બની રહ્યા.
  પણ અદના માણસ માટે આ શક્ય છે? તેને તો ભાશા શુદ્ધીની કાંઈ જ પડી નથી. સામાન્યમાં સામાન્ય ઘરોમાં પણ માબાપ હવે બાળક અંગ્રેજી માધ્યમમાં જ ભણે તેમ ઈચ્છે છે. ગુજરાતીની શુદ્ધતાની કેટલાને સમાજમાં પડી છે.
  ઉંઝાને આ પરીપ્રેક્ષ્યમાં સમજીએ તો?

 9. મિત્રો! આભાર આપ સૌનો.
  ઘણા બધા અનુભવ પછી, ઘણી રીતે ચકાસ્યા પછી હું લખું છું. કેટલાક સમયથી હું વિકીપીડિયા પર કામ કરી રહ્યો છું. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં વિકીપીડિયા પર લખતો રહું છું.
  મેં દિવસોના દિવસો કલાકો સુધી ગુજરાતીમાં વેબ- સર્ચ કરેલ છે. અંગત ધોરણે ગુગલ, માઈક્રોસોફ્ટ અને યાહુ સર્ચને મેં કીમતી સૂચનો કરી ગુજરાતીમાં તેમની સર્ચ-સર્વિસ સુધારી છે તે કદાચ કોઈ જાણતું નથી.
  ઊર્મિબહેનનું સરસ સૂચન. પણ ભોમિયો મારા માટે નવી સાઈટ નથી. ભોમિયો ખરેખર સરસ અને ઉપયોગી સાઈટ છે, છતાં મેં તેની ઘણી મર્યાદાઓ અનુભવી છે. જે શબ્દો માટે બે-ચાર વિકલ્પ છે ત્યાં ભોમિયો ઉત્તમ પરિણામ આપવા પ્રયત્નશીલ છે. જુગલભાઈ કહે છે તેમ, અનામિકા જેવા શબ્દને આપ અનામીકા આમ એક જ રીતે લખી શકશો. ત્યાં ભોમિયો સફળ પરિણામો આપશે. જ્યારે મેં કહ્યો તે શબ્દ INDIAN ગુજરાતીમાં ઘણી રીતે લખી શકાય. પરંતુ “ગોળી મારવા” પછી યે ભોમિયો બધી રીતે લખાયેલા ગુજરાતી INDIAN ને નથી શોધી શકતો !!! બીજાં સર્ચ એંજિન્સ પર એડવાન્સ્ડ સર્ચ હોય છે. પરંતુ એક સામાન્ય શબ્દ માટે, એડવાન્સ્ડ સર્ચ કરવા વાચક પાસે સમય અને ધીરજ હોય છે ખરાં? આગળ વધીએ.
  ગુજરાતી શબ્દોની જોડણીને બાજુએ રાખીએ. વિદેશી શબ્દો, જેને ગુજરાતીમાં લખવાના નિયમો સર્વસુલભ નથી, તેની સર્ચ કેવી રીતે થઈ શકે? આપ વિચારો: વિકીપીડિયા શબ્દને કેટલી જુદી જુદી રીતે લખી શકાય! સર્ચ પર આપને સંતોષકારક પરિણામ મળશે? અમેરિકન કવયિત્રી “એમિલિ ડિકિન્સન” ના નામ વિશે વિચારો. આપ કેટલી રીતે લખી શકો? એમિલિ ડિકિન્સન, એમીલિ ડિકિન્સન, એમિલી ડિકિન્સન, એમીલી ડિકિન્સન, એમિલિ ડીકિન્સન, એમિલિ ડિકીન્સન, એમિલિ ડીકીન્સન, ….. કદાચ પંદર વીસ રીતે લખી શકાશે … આપને વિશ્વાસપાત્ર, સંતોષજનક પરિણામો મળશે ખરાં? વિદેશી શબ્દોને એક સરખી રીતે લખવા માટે કોઈ સૂચન ખરું? બધાં જ “એમીલી ડીકીન્સન” તરીકે લખે તો પ્રશ્ન હલ થાય ખરો? અન્ય કોઈ વિકલ્પ? વિચાર વિનિમય કરતાં રહીશું તો રસ્તો મળશે.
  ……… . . .. . હરીશ દવે અમદાવાદ

 10. મેં શાણિ વાણિનો શબદ તથા અનામીકા એ બંને બ્લોગની જોડણી ખોટી લખીને સર્ચ માંગ્યું તો પણ બંને બ્લોગ વ્યવસ્થીત રીતે જ ખુલ્યા છે. ઉર્મિબહેન, તમે સરસ ‘ભોમિયો’ શોધી આપ્યો છે !!

  છતાં, શુધ્ધીની વાત માટે હરીશભાઈ કહે છે તેના અનેક ક્ષેત્રો છે અને દરેક ક્ષત્રે ભાષાશુધ્ધી થાય તે જોવું ઘટે. વીવાદ નહીં પણ સંવાદથી.

 11. મારે કહેવાનું મેં ઘણું કહ્યું છે. હવે કશું કહેવાનું નથી. હું ચર્ચામાં નહીં , અમલીકરણમાં માનું છું. મેં અમલ કર્યો છે. અને તેના લાભ મને થયા છે.
  હા! અપ્રીય જરુર થયો છું, મીત્રો ગુમાવ્યા છે, પણ હવે આવી કોઈ પણ વ્યથા વીના લખું છું. તમને પણ આવી વ્યથા થઈ તે ગમ્યું.
  એક એન્જીનીયર તરીકે હું સ્ટાન્ડર્ડાઈઝેશનમાં માનું છું. સરળતામાં માનું છું.

 12. શ્રી. હરીશભાઇ,
  ગુજરાતીમાં વેબ સર્ચ કરવમાં તમને જે વેદના થાય છે તેવી જ વેદના મને ગુજરાતી ફોન્ટની વિવિધતાથી થાય છે. જ્યાં સુધી આપણે બધાં એક જ ફોન્ટનો ઉપયોગ કરતાં ન શીખીએ ત્યાં સુધી જોડણીમાં થતી ભૂલોની ચકાસણી કરવા “ગુજરાતી સ્પેલ ચેક પ્રોગ્રામ” ની આશા કેવી રીતે રાખી શકીએ ? અને જ્યાં સુધી ફોન્ટ છપવામાં એક્તા નહિ હોય ત્યાં સુધી જોડણીનો પ્રશ્ન હલ કરવો મુશ્કેલ છે. જે પ્રમાણે આપણે ગુજરાતી મૂળાક્ષરો સ્વિકારમાં એકતા રાખી છે તેવી જ એક્તા ફોન્ટ છાપવામાં પણ હોવી જ જોઇએ. યુની કોડમાંની કેટલીક ક્ષતીઓ દૂર કરીએ તો આ ધ્યેય હાંસલ કરવું સહેલ થઇ શક એમ હું માનું છું.

 13. હરીશકાકા, આ સાઇટ પર જોશો તો ‘જોડણીને ગોલી મારો’ પર ક્લિક કરવાથી આ સર્ચ એંજિન બધા પ્રકારની જોડણીવાળા શબ્દોને પણ સર્ચ કરે છે…. http://www.bhomiyo.com/?lang=gu

  આ તો માત્ર જાણ માટે… પર્‍ંતુ મૂળ ભાષાશુદ્ધિનો મુદ્દો તો દરેક બ્લોગરે ગંભીરતાથી સમજવા અને અમલમાં મૂકવા જેવો છે…!! ભૂલ થાય તેનો વાંધો નથી, પરંતુ તમે કહ્યુ એમ જો સભાનતાપૂર્વક અને જવાબદારીપૂર્વક લખીશું તો આપણા લખાણમાં ભૂલો જરૂર ઓછી થવાની જ થવાની…!!

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s