સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 .

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

.

ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે.

ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે?

આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે પ્રશંસનીય પ્રયત્નો થયા છે. આનો વ્યવસ્થિત ઈતિહાસ ક્યાંયે લખાયો નથી. કોઈકે આ ભગીરથ કાર્ય ઉપાડી લેવું તેવું મારું નમ્ર સૂચન છે.

મારી જાણમાં છે તે મુજબ સર્વશ્રી મધુ રાય, કિશોર રાવલ, જયંતિભાઈ પટેલ, રતિલાલ ચંદરિયા, બળવંતભાઈ પટેલ, ઉત્તમભાઈ ગજ્જ સાથે બીજાં અનેક પ્રણેતા મિત્રોના પ્રયત્નો બિરદાવવાલાયક ગણાય.

બ્લોગિંગની વાત કરીએ તો બ્લોગસ્પોટ અને વર્ડપ્રેસ ધ્યાનમાં આવે. વિશિષ્ટ સાઈટની વાત કરતાં એસવી અને મૃગેશ શાહનાં નામ સ્વાભાવિક રીતે યાદ આવે.

બ્લોગસ્પોટ પર કેટલા ગુજરાતીઓએ બ્લોગ્સ પ્રકાશિત કર્યા હશે? કયા કયા પ્રકારના બ્લોગ્સ? બ્લોગિંગ પ્રથમ બ્લોગસ્પોટ પર પ્રચલિત થયું. વર્ડપ્રેસ પર બ્લોગિંગ તો બ્લોગસ્પોટ પછી આવ્યું.

ગુજરાતી બ્લોગિંગ સાથે આપણે કેટલાં બધાં નામ ઉમેરી શકીએ!

ગુજરાતી નેટ પર ભિન્ન ભિન્ન વિષયો પર પ્રથમ બ્લોગ શરૂ કરનાર, ગુજરાતી સાહિત્યના જુદા જુદા પ્રકાર પર પ્રથમ બ્લોગ શરૂ કરનાર, બ્લોગિંગમાં વિવિધતા લાવનાર પ્રણેતાઓ, કો-ઓપરેટિવ બ્લોગિંગથી લઈ મલ્ટિ-બ્લોગિંગ પ્રવૃત્તિઓ, ઑડિઓ બ્લોગિંગ, ફોટો બ્લોગિંગ

આ બધામાં અગ્રેસર, પ્રણેતાઓ કે પુરસ્કર્તાઓની માહિતી … તેમના બ્લોગ્સ/ સાઇટ્સનો પરિચય, તે બ્લોગ્સ/ સાઇટ્સની વિશેષતાઓ તેમના પોતાના શબ્દોમાં …. આ બધું તટસ્થતાથી, આધારભૂત રીતે સંકલિત કરી શકાય તો કેટલું સારું!

આમાં અંગત મતભેદ, જૂથભાવ, સ્પર્ધા, અહંભાવ અને દ્વેષવૃત્તિને દૂર રાખી પૂરી પારદર્શિતાથી સંકલન કરવું ઈચ્છનીય બને. આ કાર્ય કરનારે પોતાનાં તારણો સ્પષ્ટ પુરાવાના સંદર્ભ સાથે પ્રકાશિત કરવા જોઈએ.

કોઈ સાહિત્યપ્રેમી આ કાર્ય કરવા ઈચ્છે તો હું માર્ગદર્શન આપવા અને સહયોગ આપવા તૈયાર છું.

ચાલો, મિત્રો! આપણે તૈયારી કરીશું?

*

Advertisements

9 thoughts on “બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 1. કામ ઐતિહાસિક છે, પણ અઘરૂ નથી, જો બધા સાથે મળીને કરીશુ તો જરૂર થશે.. એક વેબમાસ્ટર તરીકે હુ તમને ટેકનીકલી મદદ કરી શકુ તેમ છું, તેમજ વેબસાઈટના બેકએંડમાં કામગીરી બજાવી શકુ તેમ છુ. જો બધા બ્લોગર આગળ આવીને પોતાની રીતે તેમનાથી થઈ શકતી મદદ વિશે જણાવે તો આ ઐતિહાસિક કાર્યને વિના વિઘ્ને પાર કરી શકાય તેમ છે. બ્લોગ્સને વર્ગીકૃત કરીને રજુ કરવા એ પણ એક મહ્ત્વનું કાર્ય છે. પણ આપણી માતૃભાષામાં એટલા બધા વિષયો પર બ્લોગીંગ હજુ થયુ નથી એટલે વર્ગીકૃત કરવું એ બહુ મોટી વાત નથી.

  બ્લોગીંગના વિષયો નક્કી કરીએ એ પ્રમાણે બ્લોગ બનાવવા અને બ્લોગીંગ કરવુ કદાચ મોટો મુદો બની શકે તેમ છે, જેમ એક સામયીકમાં અલગ અલગ વિષય પર લખનાર લેખક હોય તેમ આપણે બ્લોગીંગ માટે લેખકોની યાદી બનાવીને તે પ્રમાણે બ્લોગ રજુ કરવા એ મારા ખયાલથી સળગતો પ્રશ્ન બનાવી શકાય છે. જો એ માટે સૌની સંમતી મળતી હોય તો હું મારા સર્વર પર જગ્યા આપીને તમારા માટે એક અલાયદી વેબસાઈટ બનાવવાની તૈયારી કરી શકુ તેમ છુ.

  Liked by 1 person

 2. આ ઐતિહાસિક કામ છે, બંને અર્થમાં. એને ગોઠવવાનું બહુ જ અઘરું છે, કારણ કે બહુ ઝડપી તે વધી રહ્યું છે.

  બીજી રીતે કહીએ તો કોમ્પ્યુ.ની સગવડોને જોતાં તે કામ સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતોને પણ ઉપલબ્ધ કરાવી શકે છે. પણ એને માટે સમય-શક્તિનો પ્રશ્ન રહેવાનો. આપણે જ્યાં સુધી એકતા અને સંગઠન નહીં અપનાવીએ ત્યાં સુધી આવાં કાર્યો માટે પ્રશ્નાર્થો ઉભા જ રહેશે.

  તમે આ શ્રેણી યોગ્ય સમયે જ ઉપાડી છે.

  Like

 3. GUJARAI NET JAGAT 2 READ……DIFFERENT GUJARATI BLOGSNAMES &THE CONTENTSOF EAVH BLOG SHOULD BE A CENRALISED INFO BY AONE CLICK….WHAT DO YOU THINK ? I DO NOT MUCH ABOUT THE COMPUTERS BUT JUST A THOUGHT>>>>>DR. C. M. MISTRY

  Like

 4. હું મદદ કરવા તૅયાર છું પરંતુ મારું ઇન્ટરનેટનું જ્ઞાન બહુ સિમીત છે. એટલે આપ કેટલી સહાય કરી શકશો તે ઉપર બધો આધર છે.
  બીજું એ કે હું એપલ કોપ્યુટરનો ઉપયોગ કરું છું. એ ધ્યાનમાં રાખવું જરુરી છે.
  એજ
  ગિરીશ.

  Like

 5. માત્ર સંકલન કરવા ઉપરાંત, વીવીધ બાબતોમાં સંશોધન અને નવસર્જન થવું જોઈએ.
  તમે પોતે આ માટે ઘણું પ્રદાન કરેલું છે જ. એ કક્ષાનું કામ પણ વધારે માત્રામાં થવું જોઈએ.

  Like

 6. પ્રિય હરીશભાઈ,

  આપ જે રીતે બ્લૉગ્સ વર્ગીકૃત કરવાની વાત કરો છો, એ જોતા આ લિંક આપને કામ આવી શકે ખરી:

  http://vmtailor.com/gujarati-shabd-jagat/

  મધુ રાયનું નામ અહીં વાંચ્યું… એમનું નેટ-જગતમાં કેટલું પદાર્પણ છે એ હું જાણતો નથી. આપ થોડું જ્ઞાન આપો તો જાણવાનું થશે… આભાર…

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s