અજાણી-શી વાતો

અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર

.

અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર

ઈતિહાસમાં કેટલાંક પરિવારોમાં અસાધારણ પ્રતિભા આશ્ચર્યજનક રીતે છલકાય છે. આવા પરિવારના સભ્યો પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ નામના કે સફળતા મેળવે છે.

પોલેંડમાં ક્યુરી પરિવાર કે ફ્રાંસના રેનોર (રેનોયર) પરિવાર ઉપરાંત વિશ્વમાં અન્ય પણ જ્વલંત ઉદાહરણો છે. જૂજ પરિવારોમાં પ્રતિભા પેઢી દર પેઢી ઊતરે છે.

આજે આપણે ફ્રાંસના સુપ્રતિષ્ઠિત રેનોર (રેનોયર Renoir) પરિવાર પર ઊડતી નજર નાખીએ.

પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર Pierre Auguste Renoir 1841 -1919) ફ્રાંસના એક પ્રસિદ્ધ ચિત્રકાર હતા. ઈમ્પ્રેશનિઝમ (Impressionism) ના શરૂઆતના સમર્થક.

બાળકો અને યુવતીઓનાં figure drawing માટે પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર) વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા. પિયરી ઑગસ્ટ રેનોરે પોતાની પત્ની અને બાળ પુત્રનું ભાવવાહી ચિત્ર દોરેલ છે.

ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર) ને બે પુત્રો.  બંને પુત્રોએ મૂંગી ફિલ્મોના જમાનાથી લઈંને બોલપટ સુધી ચલચિત્ર ક્ષેત્રે, વિશેષ તો ફ્રાન્સના ફિલ્મક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.

મોટો પુત્ર પિયરી રેનોર ( Pierre Renoir 1885 – 1952) અને નાનો પુત્ર જિન રેનોર ( Jean Renoir 1894 – 1979).

ફિલ્મ અભિનેતા તરીકે પિયરી રેનોર ફ્રેંચ ફિલ્મક્ષેત્રે ચાલીસેક વર્ષ સંકળાયેલા રહ્યા. પિયરી રેનોરના નાના ભાઈ જિન રેનોર.

જિન રેનોર ફ્રાંસના સિનેમા ઉદ્યોગના આદરણીય પ્રણેતા રહ્યા. જિન રેનોર અભિનય – લેખન – દિગ્દર્શન – ફિલ્મનિર્માણ ક્ષેત્રે આદર પામ્યા. જિન રેનોરનાં લગ્ન પોતાના પેઈન્ટર પિતાની મૉડલ કેથેરાઈન હેસલિંગ સાથે થયાં હતાં.

પિયરી રેનોરના પુત્ર ક્લોરેનોર (ક્લોડી રેનોર Claude Renoir 1914 – 1993 ) નિષ્ણાત સિનેમેટોગ્રાફર હતા. ઘણી ફ્રેંચ ફિલ્મ્સ ઉપરાંત હોલિવુડની બે ખ્યાતનામ ફિલ્મો “ક્લિઓપેટ્રા” અને જેમ્સ બોંડ ફિલ્મ “ધ સ્પાય હુ લવ્ડ મી”માં ક્લોરેનોરની સિનેમેટોગ્રાફી ખૂબ વખણાયેલી.

ક્લોરેનોરનાં પુત્રી સોફી રેનોર (Sophie Renoir). સોફીએ અભિનય ક્ષેત્રે ફ્રેંચ સિનેમામાં ખ્યાતિ મેળવી.

જિન રેનોરના પુત્ર એલન રેનોર અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં લિટરેચરના પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા.

.

One thought on “અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s