.
ખગોળશાસ્ત્રી મહાત્મા ગાંધી (યરવડામાં ગાંધીજી)
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક પણ અવસર ન ચૂકતા. ગાંધીજી જેલમાં યે પળ પળનો સદુપયોગ કરતા.
આપણા પ્યારા ગાંધી બાપુ ખગોળશાસ્ત્રમાં રસ લેતા હતા તે એક અજાણી-શી વાત!
આ વાત ગાંધીજીના યરવડા જેલવાસની છે. અંગ્રેજો સામે આઝાદીની લડત પૂરજોશમાં હતી. ગાંધીજીને થયું : દેશભક્ત સત્યાગ્રહીઓને ગામડા-ગામમાં, મુસાફરીમાં, અજાણી જગ્યાઓમાં કે જેલમાં રાતે સમયનો ખ્યાલ કેવી રીતે આવે?
ગાંધીજીએ આકાશદર્શનના અભ્યાસ માટે ખગોળશાસ્ત્રનો પ્રાથમિક પરિચય મેળવવાનો નિશ્ચય કર્યો.
તેમના ધ્યાનમાં ખગોળશાસ્ત્રનું પુસ્તક “જ્યોતિર્વિલાસ” વસેલું.
પૂનાના મહારાષ્ટ્રીયન ખગોળવિદ શ્રી શંકર દીક્ષિતનું પુસ્તક “જ્યોતિર્વિલાસ” દુનિયાભરમાં ખ્યાતિ પામેલું.
ગાંધીજી માટે આ પુસ્તકની નકલ જેલના અધિકારીઓએ પૂનામાંથી સ્વર્ગીય લેખકના પુત્ર પાસેથી મેળવી હતી.
શંકર બાલકૃષ્ણ દીક્ષિત મહારાષ્ટ્રના એક ગામડામાં 1853માં જન્મેલા. અભ્યાસ માત્ર મેટ્રિક. વ્યવસાય શિક્ષણ. છતાં ખગોળ અને પંચાંગ પર તેમનાં પુસ્તકો વિશ્વના નિષ્ણાતોમાં પ્રશંસા પામ્યાં.
“જ્યોતિર્વિલાસ” 1893માં પ્રસિધ્ધ થયું. ત્રણેક દાયકા પછી શ્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની પ્રેરણાથી પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી શિવલાલ યાજ્ઞિક દ્વારા તૈયાર થયો.
વર્ષો પછી, 1971માં “જ્યોતિર્વિલાસ” ગ્રંથનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ આપણા ગુજરાતના એક માત્ર ખગોળશાસ્ત્રી- કવિ સ્વ. હરિહર ભટ્ટ દ્વારા પ્રસિદ્ધ થયો.
આપની પાસે માહીતીનો ખજાનો છે. અમારી સાથે વહેંચવા બદલ ખુબ ખુબ આભાર.
Excellant.
મહામાનવોના નવાં નવા રૂપો સમજવાની નવી પેઢીને જરૂર લાગે છે. નેટ પર આવા પ્રસંગો આલેખાતા રહે તો ઘણુ જાણવાનું મળે.. ગાંધીજીની પ્રતિભા દરેક ક્ષેત્રમાં ઝળકી હશે તેવી સમજ પડે છે.