.
ગુજરાત અને ગુજરાતીઓ દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કેટકેટલું યોગદાન આપતા રહ્યા છે!
મુંબઈમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ (કાપડ ઉદ્યોગ – Textile Industry)ને વિકસાવનાર પ્રણેતાઓમાં એક ગુજરાતી શેઠ દામોદર ઠાકરસી (ઠાકરશી). દામોદર ઠાકરસીએ 1847માં “હિંદુસ્તાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ” સ્થાપી.
તેમના પુત્ર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી(ઠાકરશી) (1833-1922) મુંબઈના સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને મુંબઈના મેયર.
વિઠ્ઠલદાસ ઠાકરસીએ પૂનામાં બંગલો બનાવવાનું નક્કી કર્યું. પૂનાની યરવડા ટેકરી પર ઈટાલિયન આરસ અને બ્રહ્મદેશી સાગથી સજાવેલા આલીશાન બંગલાનું નામ પર્ણકુટી. બંગલાનું સુખ ભોગવી શકે તે પહેલાં વિઠ્ઠલદાસ સ્વર્ગવાસી થયા. શેઠ વિઠ્ઠલદાસનાં વિધવા પત્ની પ્રેમલીલાબહેન ઠાકરસી પર્ણકુટીમાં વર્ષો સુધી રહ્યાં.
યરવડા ટેકરી પરના પર્ણકુટી બંગલા સામે જ યરવડા જેલ.
1942માં અંગ્રેજો સામે હિંદ છોડો આંદોલન (Quit India Movement) શરૂ થયું.
મુંબઈમાં મહાત્મા ગાંધી અને કસ્તૂરબાની ધરપકડ થઈ. ગાંધીજી સાથે કસ્તુરબાને પણ પૂનાની યરવડા જેલમાં કેદ રખાયા.
પ્રેમલીલાબહેન પર્ણકુટી બંગલામાંથી દૂરબીનથી યરવડા જેલ પર નજર રાખતા અને રાષ્ટ્રપિતા ગાંધી બાપૂની હાલચાલના ખબર દેશભક્તોને પહોંચાડતા.
રાજકોટમાં જન્મેલા પ્રેમલીલાબહેનને ત્યાં પર્ણકુટીના મહેમાનોની યાદી વાંચવી છે? ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત અને …. બીજા ઘણા બધાં.
વિધિના લેખ તો જુઓ! રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યાં રહ્યા તે યરવડા જેલમાં આજે ફિલ્મ અભિનેતા સંજય દત્ત કેદ છે. . (કદાચ જામીન પર છૂટી શકે તેવા સંજોગો અત્યારે તો દેખાય છે. 21/08/07)
.
બે-પાંચ પુસ્તકો ઉથલાવ્યા પછી આવી ઝીણી-શી માહિતી એકત્ર થતી હોય છે.
મારી સૂક્ષ્મ માહિતી ભવિષ્યના સંશોધક-સર્જક- રીસર્ચર્સને ઉપયોગી થાય તેવી મારી ખેવના છે. પંચમભાઈ! તમારા જેવા સુજ્ઞ વાચક તેની કદર કરે ત્યારે હર્ષ થાય.
આભાર … હરીશ દવે અમદાવાદ
યરવડા જેલ પર સુંદર માહિતી આપી.