ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

“વીસમી સદી” હવે ઈન્ટરનેટ પર

.
“વીસમી સદી” ફરી જીવંત થયું છે.

આનંદો! ગરવી ગુજરાતના મારા ગરવા ગુજરાતી મિત્રો! વધાવી લો આ સમાચાર!

ગુજરાતી ભાષાના ગૌરવરૂપ “વીસમી સદી” આપણા કોમ્પ્યુટરના નાનકડા પડદે રજૂ થયું છે. હાજીમહમ્મદ અલ્લારખા શિવજીનું “વીસમી સદી” ઈન્ટરનેટ પર પુનર્જન્મ પામ્યું છે – વેબસાઈટ રૂપે (http://gujarativisamisadi.com).

“વીસમી સદી”ના પુનરાવતારનો શ્રેય જાય છે મુંબઈના ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી નવનીતલાલ શાહને, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાને, ટીવી ચેનલ “આજ તક”ના શ્રી ધીમંત પુરોહિત, જાણીતા પત્રકાર શ્રી ઉર્વીશ કોઠારી તથા શ્રી બિરેન પાધ્યા સહિત અન્ય નામી-અનામી ગુજરાતી સાહિત્યપ્રેમીઓને તેમજ સંસ્થાઓને. સલામ સૌને!

ગઈ સદીના બીજા દાયકામાં (1916-1921) આ બેનમૂન ગુજરાતી સામયિક “વીસમી સદી” ઝબકારારૂપે ચમકી ગયું..

શા માટે વીસમી સદી અદ્વિતીય હતું? સામગ્રી, સચિત્ર પાનાં, મુદ્રણ, સજાવટ – બધી દ્રષ્ટિએ વીસમી સદીની તોલે કોઈ સામયિક ન આવે. વીસમી સદીના અંકમાં સો- સવાસો પાનાંને નોખી નોખી ભાતથી સજાવાતાં. દરેક અંકમાં એંશી જેટલાં એકરંગીથી લઈ ત્રિરંગી તસ્વીરો કે ચિત્રો હતાં. અંકનું સચિત્ર મુખપૃષ્ઠ ચતુરંગી છપાઈમાં આવતું.

ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા “ગોવાલણી” – લેખક શ્રી મલયાનિલ – વીસમી સદીમાં છપાઈ. સર્વશ્રી કનૈયાલાલ મુનશી, ચાંપશી વિ. ઉદ્દેશી, રવિશંકર મ. રાવળ આદિ સર્જકો વીસમી સદીની ખોજ. ક. મા. મુનશીની નવલકથાઓ ગુજરાતનો નાથ અને પૃથિવીવલ્લભ વીસમી સદીમાં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ.

ગુજરાતનું દુર્ભાગ્ય કે ઉચ્ચ ગુણવત્તા જાળવવાના હાજીમહમ્મદ શિવજીના આગ્રહને પગલે વીસમી સદી ઉત્તરોત્તર ખોટ કરતું ચાલ્યું. શિવજી વીસમી સદી પાછળ પૈસેટકે બરબાદ થઈ ગયા. કુટુંબ-નિર્વાહ માટે તો શું, ક્યારેક તો બાળકોના અભ્યાસ માટે પણ પૈસા ન બચતા! થાકેલા, હારેલા શિવજી વીસમી સદીને ટકાવવા સર્વસ્વ લૂંટાવતા રહ્યા.

1921માં માત્ર તેંતાલીસ વર્ષની ઉંમરે હાજીમહમ્મદ અલ્લારખા શિવજી જન્નતનશીન થયા. વીસમી સદી બંધ પડ્યું.

વીસમી સદીના દુર્લભ અંકોને ડિજીટલાઈઝ કરી અણમોલ વેબસાઈટ બનાવવામાં આવી છે. આપ વીસમી સદીનો ખજાનો માણવા આ વેબસાઈટની મુલાકાત લઈ તેના રચયિતાઓના પુરૂષાર્થને જરૂર બિરદાવશો.

અભિનંદન, સ્નેહી શ્રી રજનીકુમાર પંડ્યાને અને સાથી મિત્રોને!

તા.ક. : સ્નેહી શ્રી રજનીકુમાર પંડ્યાના અંગત આગ્રહભર્યા આમંત્રણને સ્વીકારી મેં 22 જુલાઈ, 2007ના રોજ ભાઈકાકા હોલ, અમદાવાદ ખાતે વીસમી સદીની વેબસાઈટના પ્રારંભ-સમારંભને માણ્યો. વિદ્વાન વક્તાઓનાં પ્રવચનો રસપ્રદ રહ્યાં.

ભાઈ અર્ચન ત્રિવેદીએ હ્રદયસ્પર્શી અભિનય કરી હાજી મહમ્મદ શિવજીનાં પાત્રને જીવંત કરી આંખો ભીની કરાવી! અભિનંદન, અર્ચન! અભિનંદન આયોજકોને!

6 thoughts on ““વીસમી સદી” હવે ઈન્ટરનેટ પર

  1. excellent work. on 50 year celebration day of vividhbharati I am very happy to see such pretty blog. good wish for advance celebration of 50 year of this blog and best of luch

    Thanks

    Biren Padhya

    Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s