અજાણી-શી વાતો

મહાયોગી શ્રી અરવિંદની જન્મજયંતિ: પંદરમી ઓગસ્ટ

 .

આજે પંદરમી ઓગસ્ટ.

ભારતનો સ્વાતંત્ર્યદિન. વંદે માતરમ્. મેરા ભારત મહાન!

આજે મહાયોગી મહર્ષિ અરવિંદ (શ્રી અરવિંદ ઘોષ કે અરબિંદો ઘોષ)ની જન્મજયંતિ.

મહાયોગી શ્રી અરવિંદનો ગુજરાત સાથે વિશેષ સંબંધ રહ્યો છે.

ઈંગ્લેંડમાં શ્રી અરવિંદના એક સહાધ્યાયી હતા ગુજરાતી યુવક શ્રી બાપુભાઈ મજમુદાર. શ્રી અરવિંદ મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઓફર સ્વીકારી વડોદરા રાજ્યની નોકરીમાં વડોદરા આવ્યા, ત્યારે બાપુભાઈને ત્યાં ઉતર્યા હતા.

આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ધપવાની પ્રારંભિક પ્રેરણા શ્રી અરવિંદને વડોદરાથી મળી. વડોદરાથી સાઠ-સિત્તેરેક કિલોમીટર દૂર નર્મદાકિનારો. ત્યાં ચાણોદ-ગંગનાથમાં મહાતપસ્વી સિદ્ધજ્ઞાની સંત સ્વામી બ્રહ્માનંદનો આશ્રમ. મહાયોગી શ્રી અરવિંદ ઘણી વાર નર્મદાકિનારે સ્વામી બ્રહ્માનંદના દર્શન-સત્સંગ અર્થે જતા તે વાત બહુ ઓછા જાણે છે.

બીજી મઝાની વાત એ કે વડોદરા કોલેજની ક્રિકેટ ટીમના ઈન-ચાર્જ તરીકે શ્રી અરવિંદ હતા. નવાઈની વાત ને … કે શ્રી અરવિંદ અને ક્રિકેટ? અમદાવાદની ગુજરાત કોલેજની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવા વડોદરા કોલેજની ક્રિકેટ ટીમ શ્રી અરવિંદના નેતૃત્વમાં આવી હતી. ગુજરાત કોલેજના મેદાન પર રમાયેલી આ મેચમાં વડોદરા કોલેજની જીત થઈ હતી.

સુજ્ઞ વાચકો! આપ જાણતા હશો કે પોંડિચેરી અરવિંદ આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદની નિશ્રામાં રહી વર્ષો સુધી, રાત-દિન તેમની સેવા કરનાર સાધક શ્રી ચંપકલાલ પણ ગુજરાતી જ ને!

1950ની ડિસેમ્બરની 4થીએ મધરાત પછી (ડિસેમ્બર 5ની વહેલી રાત્રિ-સવારે) મહાયોગી શ્રી અરવિંદનું મહાપ્રયાણ.  તે સમયે બે ડોક્ટરો સાથે માત્ર ચંપકલાલ ઓરડામાં હાજર હતા. દેહ છોડતાં પહેલાં શ્રી અરવિંદે પોતાના પ્રિય ગુજરાતી શિષ્ય ચંપકલાલને પ્રેમભર્યું આખરી આલિંગન અને ચુંબન આપી ધન્ય કરી દીધા!

આપણે ગરવા ગુજરાતના ગરવા ગુજરાતીઓ.

આપણા ગુજરાતી બંધુઓના કેટકેટલા બહુમૂલા યોગદાનથી લગભગ અજાણ છીએ?

5 thoughts on “મહાયોગી શ્રી અરવિંદની જન્મજયંતિ: પંદરમી ઓગસ્ટ

  1. વિદેશમાં વસેલાં અમે સ્વદેશની જીણી જીણી વાતો માટે તરસીએ છે. ગુજરાતી ભાશામાં તમારા લેખો અમારા જેવા સામાન્ય જનની તરસ ઠારે છે. તમે જુદા જુદા વિશયો પર લખો છો તે મજા આપે છે. હમણા હમણા ગુજરાતી લખતા શીખેલ છું. આમારાં જેવાં માટે તમારાં લખાણ ઉપયોગી છે.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s