અજાણી-શી વાતો

યુરોપનો હિંદુસ્તાન સાથેનો વ્યાપાર-પ્રેમ (Indo-Europe trade relations)

.

ઘણાને ગ્લોબલાઈઝેશન અને મલ્ટીનેશનલની માયાજાળ નવી લાગે છે. કેટલાકને પાશ્ચાત્યજગતનો ભારત સાથેનો વ્યાપારપ્રેમ નવો નવો લાગે છે.

જાણ્યે-અજાણ્યે ભૂલાઈ ગયેલા ઈતિહાસ પર એક ઊડતી નજર નાખી લઈએ?

ઈ.સ. 1498માં પોર્ટુગલ (પોર્ટુગાલ કે પોર્તુગાલ)ના વતની સાહસિક પ્રવાસી વાસ્કો-દ-ગામા (Vasco-de-Gama) નું વહાણ હિંદના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે લાંગર્યું. આમ, યુરોપથી હિંદુસ્તાન આવનાર પ્રથમ પ્રજા પોર્ટુગિઝ હતી.

1510માં પોર્ટુગિઝ લોકોએ ગોવા અને તત્કાલીન મુંબઈના અલ્પવિકસિત ટાપુ પર સત્તા જમાવી. પોર્ટુગલ-હિંદુસ્તાન વચ્ચે વ્યાપારસંબંધો ખીલ્યા.

1558-1603 દરમ્યાન ઈંગ્લેંડની ગાદી પર રાણી એલિઝાબેથ (ઈલિઝાબેથ) હતી.

1600ની સાલમાં રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઈંડિયા કંપનીને ભારત સાથે વેપાર કરવા પરવાનો આપ્યો.

1608ની 24મી ઓગસ્ટે ઈંગ્લેંડથી પ્રથમ અંગ્રેજ વહાણ “હેક્ટર” સુરતના બંદરે લાંગર્યું.

આ ઈંગ્લિશ જહાજનો કપ્તાન હોકિન્સ પોતાની સાથે ઈંગ્લેંડના રાજા જેમ્સનો પત્ર પત્ર લાવ્યો હતો. તે પત્ર હિંદુસ્તાનના મોગલ બાદશાહ અકબરને સંબોધાયેલો હતો લોભામણી ભેટો ભરેલું અંગ્રેજ વહાણ સુરત પહોંચે ત્યાં સુધીમાં દિલ્હીની ગાદી પર અકબરના સ્થાને જહાંગીર આવેલ હતો. જહાંગીરે અંગ્રેજ પ્રજાની મૈત્રી સ્વીકારી.

1613માં ઈસ્ટ ઈંડિયા કંપનીએ સુરતમાં પ્રથમ વ્યાપારી કોઠી નાખી.

1615માં દિલ્હીના મોગલ દરબારમાં બ્રિટીશ સામ્રાજ્યના પ્રથમ અધિકૃત એલચી તરીકે સર ટોમસ રો આવ્યો. તે લગભગ ચારેક વર્ષ હિંદુસ્તાનમાં રહ્યો. તેણે હિંદુસ્તાન અને બ્રિટીશ સલ્તનત વચ્ચેના સંબંધો મજબૂત કર્યા.

1661માં પોર્ટુગલની રાજકુમારી કેથેરાઈનનાં લગ્ન ઈંગ્લેંડના રાજા ચાર્લ્સ બીજા સાથે થયાં. પોર્ટુગલના રાજાએ પહેરામણીમાં અંગ્રેજ રાજાને મુંબઈ ટાપુ આપ્યો.

1668માં ઈંગ્લેંડના રાજાએ મુંબઈ ટાપુ ઈસ્ટ ઈંડિયા કંપનીને વ્યાપારી પ્રવૃત્તિ વિકસાવવાના હેતુથી માત્ર દસ પાઉંડના ભાડાથી ભાડે આપ્યો! બધું દલા તરવાડીની વાર્તા જેવું!

બસ, વેપાર શરૂ થયા પછી કાંઈ બાકી રહે?

પશ્ચિમી દેશોની વ્યાપારી પ્રવૃત્તિઓએ હિંદુસ્તાનની તકદીર રેખા કેવી પલટી નાખી છે તે તો સુપરમાર્કેટમાં રખડતું બાળક પણ જાણે છે!

*  *  *

11 thoughts on “યુરોપનો હિંદુસ્તાન સાથેનો વ્યાપાર-પ્રેમ (Indo-Europe trade relations)

  1. એમનો વ્યાપાર-પ્રેમ તો આખા ને આખા આપણા ટાપુઓ લગ્નભેટ તરીકે આપીને એમણે બતાવી આપ્યો ! કેવી સરસ અને વીગતવાર માહીતી !
    થાય છે, કે વ્યાપાર-પ્રેમ તો એમણે કર્યો. પ્રેમ-વ્યાપાર કેમ ન કરી શક્યા ?!

    સરસ અને સભર માહીતી.

Please write your Comment