ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

“કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ (“Kumar” publishes Muktapanchika)

.

“કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ:

.
TitlePage-KUMAR, May07
.

મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”માં પ્રકાશિત થઈ છે.

આપ સૌ મિત્રોને એ જાણીને ખુશી થશે કે મારી મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં આ પ્રથમ પ્રસિદ્ધિ છે.

“કુમાર”ના મે 2007ના અંક(સળંગ અંક 953) માં પૃષ્ઠ ક્રમાંક 293 પર લઘુકાવ્ય તરીકે આ કૃતિ પ્રકાશિત થઈ છે.

“કુમાર” છેલ્લાં એંશી વર્ષોથી ગુજરાતી ભાષાનું પ્રમુખ પારિવારિક સામયિક રહ્યું છે. સાહિત્ય અને સંસ્કારને પોષતી ઉચ્ચતમ કૃતિઓને જ સ્થાન આપવાની નીતિએ “કુમાર”ને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. ગુણવત્તાના આગ્રહની સ્વ. રવિશંકર રાવળની પ્રણાલિકા સ્વ. બચુભાઈ રાવતથી માંડી વર્તમાન તંત્રી સુજ્ઞ શ્રી ધીરુ પરીખ સુધી જળવાઈ રહી છે. નવોદિત સર્જક માટે પોતાની કૃતિ “કુમાર”માં પ્રકાશિત થાય તે ગૌરવરૂપ સિદ્ધિ જ ગણાય!

મને અત્યંત આનંદ થાય છે કે મારી પ્રથમ કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે.

ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા તરફ પ્રયાણ કરવામાં આપણા યુવાન મિત્ર ડો. વિવેક ટેઈલર સાથે હું પણ જોડાઉં છું. યોગાનુયોગ કેવો કે મારી કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે તે સમાચાર ભાઈ વિવેકે જ મને આપ્યા!! આભાર, દોસ્ત!

પ્રિન્ટ મીડિયામાં કૃતિની પ્રસિદ્ધિ તે ડો. વિવેક કે મારા માટે જ નહીં, પણ સમગ્ર ગુજરાતી નેટ જગત માટે ગૌરવની વાત છે. આ વ્યક્તિગત સફળતા નથી, પરંતુ આપણા ગુજરાતી નેટ જગતની સફળતા છે.

આપ સૌ મિત્રોએ અનુપમાને ઉષ્માભર્યો આવકાર આપી મુક્તપંચિકાને ગૌરવાન્વિત કરી છે.

હું આપનો ઋણસ્વીકાર કરું છું. ધન્યવાદ!

* * * * * * * * * * *
CLICK on the Images below (નીચેની ઈમેજ પર ક્લિક કરો)

May 2007
……

સૌજન્યસ્વીકાર: “કુમાર”.

17 thoughts on ““કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ (“Kumar” publishes Muktapanchika)

 1. કુમાર માસિકના 1000 અંકને સાંકળી લઈ એનાં 45000 જેટલા શીર્ષકોને સર્ચ-ઍન્જિનની સુવિધા વડે કોઈ પણ શીર્ષક પળ વારમાં શોધી સ્ક્રીન પર આવી જાય એવો ‘કુમારકોશ’ તૈયાર થઈ રહ્યો છે.
  બ્લોગ

  Like

 2. વાહ પ્રભુ, વાહ ! પંચીકાએ મુક્તવીહાર કર્યો, બ્લોગજગતથી ઉડીને પ્રીન્ટમીડીયા સુધી.

  Like

 3. ખુબ ખુબ અભીનંદન. જાણે મારી કવીતા છપાઇ હોય તેટલો આનંદ થયો.

  Like

 4. ખૂબ સરસ
  આપને અભિનંદન
  આજે સવારથી જ શુભ સમાચાર મળે છે. મેહુલ સુરતીનો પણ થીમ સોંગ સાંભળ્યુ. અને આપની મુક્તપંચિકા વિષે વાંચ્યું ખૂબ સારું લાગ્યું.

  ખૂબ ખૂબ અભિનંદન

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s