અજાણી-શી વાતો · પ્રકીર્ણ · સમાચાર-વિચાર

ગુજરાતના તેજસ્વી તારલાઓની જીવનઝાંખી

.

અમને ખુશી થાય છે કે અમારા “સહકારી” બ્લોગ્સ – સારસ્વત અને પ્રતિભા પરિચય– સફળતાના પંથે છે. શ્રી સુરેશભાઈ જાનીની નિગરાની અમારા જેવા કો-એડીટર્સની જહેમતને રંગ ચડાવે છે. તે બધી વાતો ફરી ક્યારેક કરીશું.

આજે પ્રથમ અમારા માટે સમસ્યારૂપ બનતા એક પ્રશ્નની ચર્ચા કરીએ.

“પ્રતિભા” બ્લોગ શરૂ કર્યો તે દિવસથી સુરેશભાઈ અને મને સમજાઈ ગયું હતું કે અમારું કામ ભારે પડકારરૂપ હતું.

સુરેશભાઈ અને હું ઘણી વાર મંથન કરતા રહ્યા કે “ગુજરાતી પ્રતિભા” તરીકે કોને સ્વીકારવા?

ખેદ ત્યારે થાય કે ભૂતકાળમાં ગુજરાત માટે નોંધપાત્ર કાર્ય કરી જનાર મહાનુભાવને આજની પેઢી કદાચ જાણતી પણ ન હોય ….

આપણે ડો. વિક્રમ સારાભાઈને નિર્વિવાદપણે પ્રતિભા તરીકે સ્વીકારી લઈએ, પરંતુ ડાહ્યાભાઈ ધોળશાજી કે સામળદાસ ગાંધી કે ગોવિંદ સખારામ દેસાઈ કે અરદેશર કોટવાળ કે બરજોરજી બહેરામજીને કેટલા ઓળખશે? ચાલો, તેમનો આછો પાતળો બાયો-ડેટા આપી તો દઈએ. પણ માત્ર તેમના બાયો-ડેટા પરથી તેમની પ્રતિભા-તેમની મહત્તા-તેમના કાર્યોની અગત્ય આંકવી વાચક માટે શક્ય બનશે?

ક્યારેક એવું બને કે ઘણી વાર તદ્દન સામાન્ય વ્યક્તિઓએ અસામાન્ય કાર્યો કર્યાં હોય, પરંતુ તેમના જીવન વિશે બહુ થોડી માહિતી મળતી હોય. આ પણ એક વિચારવા જેવી બાબત.

હું નામ આપું …. સવિતાનારાયણ ગણપતિનારાયણ કે નન્નુભાઈ ડોસાભાઈ કે જીવણજી હાડવૈદ કે … યાદી લંબાતી જશે…. આ પ્રતિભાઓને આપણે ઓળખતા નથી કારણ કે તેમનાં જીવનકાર્યો વિરલ હોવા છતાં તેમનાં કોઈ સ્મારક ઊભાં નથી, કે નથી તેમના જીવનની વ્યવસ્થિત તવારીખ. યાદ રહે- આ બધા મહાનુભાવો છેલ્લા સો-દોઢસો વર્ષમાં જ થયા છે. તેમણે કોઈક ને કોઈક ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું છે, નામના મેળવી છે અને પોતાનું ગુજરાતીપણું સાર્થક કર્યું છે.

આપણે તેમનાં નામોની નોંધ સુદ્ધાં રાખવાનું ભૂલતા જઈએ છીએ. શું ગુજરાત તેમને ભૂલી જશે?

હું આપ સાથે મનમાં ધરબાયેલી એક અન્ય વાત પણ કરી શકું?

હું મારી અંગત નોંધપોથીઓ, ડાયરીઓ, નોટ્સ, વર્તમાનપત્ર-સામયિકોના કટિંગ્સ … આ બધાં પરથી, કલાકોની જહેમત પછી, મારા બ્લોગ પર કાંઈક લખીશ તો તે વાંચનાર કોણ હશે?

મારા મિત્ર શ્રી જુગલકિશોરભાઈ સાચું કહે છે કે વાચકની સંખ્યાની ચિંતા કર્યા વગર જે સારું છે તે બ્લોગ પર પીરસતા જવું. જે અસાધારણ કાર્ય છે, તેને સમજનાર ઓછા હોય. ગણ્યાગાંઠ્યા અસાધારણ વાચકો હોય તેવું પણ બને!!

અમદાવાદની લાયબ્રેરીઓમાં ઢગલાબંધ દેય (Issueable) અને રેફરન્સ વિભાગમાં અદેય (Non-issueable) જૂનાં પુસ્તકો નધણિયાતા ઢોર જેવી દારૂણ દુર્દશામાં સબડે છે. હવે તેમની નવી એડિશન આવવાની કોઈ શક્યતા નથી.

તે નાશ પામશે તે સાથે ગુજરાતના ઈતિહાસની ઓછીજાણીતી એવી અસંખ્ય ઘટનાઓ દફન થઈ જશે. …. કેટલીય પ્રતિભાઓનાં જીવન કાર્યો ભૂલાઈ જશે

આવા ચૂંથાયેલાં પુસ્તકોનાં ફાટેલાં પાનાંઓમાંથી ટુકડા-ટુકડા માહિતી ભેગી કરીને પણ મારા બ્લોગ્સ પર મૂકતો રહું છું. મારી નોંધપોથીઓ, નોટ્સ, કટિંગ્સ – બધાંમાંથી શોધી શોધીને અજાણી-શી વાતો કે વિસરાતી વાતો ને મારા બ્લોગ્સ પર રાખવા પ્રયત્નશીલ રહું છું.

આપણા અમૂલ્ય વારસાની ફોરમ ફેલાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સુજ્ઞ વાચકો તે વાંચી ગુજરાતની ગરિમાની મહેક અનુભવશે તો અમને સંતોષ થશે.

* * * * * * * * * * * *

આપને વિનંતી:

મધુસંચય: અજાણી-શી વાતો

અનુપમા:  વિસરાતી વાતો

.

9 thoughts on “ગુજરાતના તેજસ્વી તારલાઓની જીવનઝાંખી

 1. હું જાણું છું એટલે અહીં સૌ સમક્ષ રજુ કરી શકું છું, એ વિગતો, જેની ઝાઝાને ખબર નથી.

  હરીશભાઈ છેલ્લાં 40 વરસથી પોતાની પાસે માહિતીઓનાં કટીંગ્સ સંઘરેલાં રાખે છે !! આ સંગ્રહની કિંમત કોઈ સંશોધન લાઈબ્રેરીથી ઓછી ન અંકાવી જોઈએ. મેં નૅટ-ગુર્જરી શરુ કર્યું કે પહેલું કામ એમને મારા બ્લોગ પર કાયમી કોલમલેખક તરીકે જોડાવા નિમંત્રણ આપ્યું અને આપ સૌ જોઈ શકશો કે નિયમિત તેઓ ગુજ.નો ગૌરવવંતો ઈતિહાસ પીરસી રહ્યા છે ! પણ દુ:ખ એ છે કે એ લેખો ઉપર વાચકોની ક્લિક સાવ ઓછી થાય છે. આપણને આપણા જ ઈતિહાસમાં બહુ રસ નથી.

  એવી જ વાત આપણી ભાષા વિષે. લંડનમાં ઓપિનિયન નામના અતિ કિંમતી ગુજ.સામયિકનું લવાજમ ભારત બહાર બહુ ન લાગે એટલું ઓછું છે. ગુજરાતમાં એનું લવાજમ ભારે લાગે પણ વિદેશોમાં તો સાવ નજીવું ગણાય. લંડનમાં બેઠે તેઓ ગુજરાત અને ગુજરાતીઓની સંભાળ લે છે; એમને ગુજરાતીભાષાની જે દાઝ છે તે નર્મદથી જરાય ઓછી નથી. આપણે લંડન અમેરિકા,ઓસ્ટ્રેલિયાથી પ્રસિદ્ધ થતાં સામયિકો ફક્ત વસાવીએ એટલું જ નહીં, બીજાંને ભેટ પણ મોકલીએ. અમે તો અહીં ‘કોડિયું’ ‘નયા-માર્ગ’ જવાં મેગેઝીનો માટે બીજાનાંય લવાજમો ભરીએ છીએ !

  હરીશભાઈની વાત નિમિત્તે આજે આ આટલું ! થોડું (!) લખ્યું ઝાઝું કરી વાંચશો !
  સુજ્ઞેષુ કિં બહુના !!! જુગલકિશોર.

 2. Congrats. Keep up the great efforts and the credits goes to the team to keep the gujarati literature alive n rolling….Also, a noteworthy effort on part of all gujarati bloggers too who keep reading, commenting and making their own posts with their gr8 thoughts n talents! A lot gujarati who missed out the rich guj literature while studying in english medium are gonna benefit with your inputs on web. One is me!

  – ilaxi

 3. ધન્યવાદ, નીલમબહેન તથા જય તથા સૌ વાચક મિત્રોને.

  મિત્ર જય! કમાલનો રેફરન્સ તમે આપ્યો છે.

  મહત્વનો લેખ.. અદભુત વાત કરી છે. બિલકુલ મારા મનની વાત. દરેક બ્લોગરે, દરેક ગુજરાતીએ આ વાત વાંચવી જોઈએ.

  તમે મોટું કામ કર્યું, દોસ્ત! ખૂબ ખૂબ આભાર … .. .. હરીશ દવે અમદાવાદ

 4. ધન્યવાદ, સુરેશભાઈ!

  સંશોધનને પ્રેરે તેવું લેખન ગુજરાતી ઈંટરનેટ પર ઓછું છે. તો આ પ્રકારના લેખનને આવકારીએ અને ઉત્તેજન આપીએ.

  સૌ વાચક મિત્રોને એક જ વિનંતી કરું કે પોસ્ટ વાંચ્યા પછી જો પોતાની પાસે પૂરક માહિતી હોય તો કોમેંટમાં મૂકે (અથવા પોતાના બ્લોગ પર પોતાની પોસ્ટમાં મૂકે).

  પોતાની બ્લોગ-પોસ્ટસને અન્યના બ્લોગ્સની ઉચિત પોસ્ટ્સ સાથે સાંકળતા જાઓ. જ્યાં જ્યાં શક્ય હોય અને યથાર્થ હોય, ત્યાં લિંક અવશ્ય આપો ક્રોસ-રેફરેંસ ભવિષ્યમાં મહત્વના બનશે.

  ભવિષ્યના વાચકો તેને લીધે સરળતાથી સંદર્ભ શોધી શક્શે. . .. હરીશ દવે અમદાવાદ

 5. લગે રહો , હરીશભાઇ !
  આ સૂત્ર અત્યારે બહુ કામિયાબ નીવડ્યું છે માટે વાપરું છું. આપણે સૌ જાગૃત વાચકોએ તમારા પ્રયત્નોને આગળ વધારવા કમર કસવાની છે.
  હું શા કામમાં આવી શકું તે જણાવશો.

 6. હરિશભાઈ,

  તમારા અંગુલિનિર્દેશ બદલ ખુબ ખુબ આભાર. હવે મેં નક્કી કર્યું છે કે તમારો મધુસંચય નો બ્લોગની મુલાકાત ઘણી વાર લઈશ. મારે પણ નહિ નોંધયેલા તેજસ્વી તારલાઓમાંથી ‘મધુસંચય’ દ્વારા ઘણુ શીકખવાનુ છે.

  ન્યુયોર્ક ટાઈમ્સ માં પ્રકાશિત થયેલો આ લેખ વાંચવા જેવો છે.
  History, Digitized and Abridged
  Katie Hafner has a great piece in today’s New York Times about the fact that documents that are offline are becoming invisible. From the article:
  “There’s an illusion being created that all the world’s knowledge is on the Web, but we haven’t begun to glimpse what is out there in local archives and libraries,” said Edward L. Ayers, a historian and dean of the college and graduate school of arts and sciences at the University of Virginia. “Material that is not digitized risks being neglected as it would not have been in the past, virtually lost to the great majority of potential users.”
  http://www.techmeme .com/070311/ p3#a070311p3
  અને http://www.nytimes. com/2007/ 03/10/business/ yourmoney/ 11archive. html?ex=13311828 00&en=9bf0795041a8b705&ei=5088&partner=rssnyt&emc=rss
  આપણાં ગુજરાતી સાહિત્ય માટે પણ આ લાગુ પડે છે.

  જય

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s