અજાણી-શી વાતો

શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

.

અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ.

શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે.

મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659) તે આપણા શેઠ કસ્તુરભાઈના પૂર્વજ.

કહે છે કે મોગલ બાદશાહના કુટુંબીજનો અમદાવાદમાં શેઠ શાંતિદાસના મહેમાન બનતા. અકબરે શેઠ શાંતિદાસને “શાહી ઝવેરી”નો ઈલ્કાબ આપી અમદાવાદ શહેરના નગરશેઠનું સન્માનનીય પદ આપ્યું હતું.

મોગલ બાદશાહ અકબર ઉપરાંત જહાંગીર તથા શાહજહાંએ પણ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી સાથે ઘરોબો જાળવ્યો હતો. અકબરનો શાહજાદો સલીમ (પાછળથી જહાંગીર) તો નગરશેઠ શાંતિદાસને “ઝવેરીમામા” જેવા અંગત સંબોધનથી માન આપતો.

. .

4 thoughts on “શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

Please write your Comment