પ્રકીર્ણ

“મધુસંચય”માં પરિવર્તન

.

પ્રિય મિત્રો,

મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ – નવો અવતાર લઈ રહ્યો છે.

આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે:

અનામિકા, અનુપમા તથા અનુભવિકા.

મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે.

મુક્તપંચિકાઓ આપ “અનુપમા” પર માણી શકશો.

બ્લોગરના “બ્લોગસ્પોટ” પરનો સંસ્મરણોનો મારો બ્લોગ હવે વર્ડપ્રેસ પર યુનિકોડમાં “અનુભવિકા” નામથી રજૂ થશે.

બાકીના વિભગો “મધુસંચય” પર નિયમિત પબ્લિશ થતા રહેશે. પરંતુ મધુસંચય પરથી ક્રમશ: કેટલાક વિભાગો તથા પોસ્ટ્સ પણ ફેરફાર પામશે તેની નોંધ લેવા આપ સૌને વિનંતી છે.

મારા બ્લોગ્સનાં URL:

મધુસંચય: https://gujarat1.wordpress.com
અનામિકા: http://gujarat2.wordpress.com
અનુપમા: http://gujarat3.wordpress.com
અનુભવિકા: http://gujarat4.wordpress.com

આપના બ્લોગરોલમાં ઉચિત ફેરફાર કરવા વિનંતી છે, આપના સદભાવ અને સહકારની અપેક્ષા.

ધન્યવાદ.

7 thoughts on ““મધુસંચય”માં પરિવર્તન

  1. હરીશકાકા, કુશળ હશો…

    મારા મતે તો એક બ્લોગપર અલગ વિભાગ કરી ને માહિતિ આપવી યોગ્ય લાગે છે કેમકે વાચકોને બહુ ફરવુ ના પડે…
    સુરેશ દાદાની વાત, એક બ્લોગ એક થીમ, આમ સાચી અને યોગ્ય છે પરંતુ પછી અપડેશન સમય વગેરે ના સચવાય ને…

    અને આ સાઇડબાર જતી રહે છે તેનાથી નેવીગેશન મા સરળતા નથી જળવાતી.

  2. પ્રિય હરીશકાકા, રતિકાકા જેવું જ મને પણ જરા લાગ્યું !!!

    જુદા જુદા બ્લોગ બનાવવા કરતાં આ બ્લોગ પર જ તમે જે રીતે વિભાગો પાડ્યા છે એ પ્રમાણે જ વધારે સરળ રહે છે… વાંચકો કદાચ બધા બ્લોગની મુલાકાત લેવાનું ટાળી શકે… પણ એક જ જગ્યાએ હોય તો સારું… વળી એક જ જગ્યાએ હોવા છતાં વિભાગો પ્રમાણે અલગ અલગ તો રહેવાના જ ને?!!!

    આ તો માત્ર મારું અંગત મંતવ્ય છે કારણ કે મને આ બ્લોગ પર વિભાગો પ્રમાણે વાંચવામાં કદી મુશ્કેલી પડી નથી… સરળ જ રહ્યું છે! (માત્ર ધીમને લીધે ઘણીવાર ખોવાઇ જવાઇ છે… કારણકે જ્યારે પોસ્ટનાં અલગ પાના પર જઇએ ત્યારે જમણીબાજુની સાઇડ બાર જતી રહે છે!)

Please write your Comment