મુક્તપંચિકા

મુક્તપંચિકા: 12/06/2006

.

શિક્ષણપદ્ધતિને મુબારક મુક્તપંચિકા! (મૂળ પોસ્ટ પ્રસિદ્ધ કર્યા તારીખ: 12/06/2006)

બારમી જૂન. આ દિવસે શાળાઓમાં નવા વર્ષના પ્રથમ સત્રનો આરંભ થયો હતો. બાળકો ખભે બોજો ઊંચકીને સ્કૂલે જવા નીકળી પડ્યા.

શાળાએ જતાં બાળકો! ભણતરના ભાર નીચે તેમનું બાળપણ કચડાઈ ગયું છે. આપ સૌએ આ કરુણ દ્રશ્ય જોયું જ હશે.

આપણે શિક્ષણના નામે, આધુનિકતાના રંગમાં બાળકોની કેવી દયનીય હાલત કરી દીધી છે! તેમની સ્વતંત્રતા કચડી નાખી; તેમનું નૂર છીનવી લીધું; તેમનું સ્વાસ્થ્ય છીનવી લીધું!! તેમનું બાળપણ લૂંટી લીધું!!!

પ્રસ્તુત મુક્તપંચિકા આવા બાળકનો ચિતાર આપે છે. બાળકની દયનીય સ્થિતિ માટે જવાબદાર આપણે છીએ. આમાં રમુજ નથી, હાસ્ય નથી. કરુણતા છે, નરી કરુણતા! આપણને હચમચાવી દેતી વાસ્તવિકતા છે. અને આપણે તે પ્રત્યે આંખ આડા કાન કરી નિભાવતા રહીએ છીએ!
————-

ચશ્મિત આંખે,
ઝુકેલ ખંધે
બેગ ટિફિન લઈ,
દેહ દોદળો
ઉપડ્યો સ્કૂલે

————
————

Advertisements

3 thoughts on “મુક્તપંચિકા: 12/06/2006

 1. કડવી છે પણ આજ વાસ્ત્વિકતા છે.
  આજના મહિતી વિસ્ફોટ ના યુગ મા કોઇ જાણકારી થી જાણે
  બચપણ અજાણ્યું ના રહે તે માટે ની હોડ લાગી છે.
  બાળક ને એના બાળ સહજ તબક્કા માંથી આપણે પરાણે બહાર ખેંચી લીધું છે.

  “નાજૂક નવપલ્લવિત અંકૂર ને ઝડપથી વિકસિત કરવા માટે બૂંદો ના બદલે દેમાર…પાણી નો મારો ચલાવી ને જમીન થી ઉખેડી ફેંકવા જેવું થઈ રહ્યું છે…”મનીષા

  ઉમર ના તબક્કા માથી બચપણ નો છેદ કાયમી રીતે નાબૂદ તો નહીં થઈ જાય ને…???

  Like

 2. હાઈકૂ આવ્યાં ત્યારે એનું ધડાકેદાર સ્વાગત થયાનું યાદ છે;તે જ રીતે એની ક્ષમતા અંગે પણ શંકાઓ પ્રગટ થયાનું યાદ છે.
  હાઈકૂ એના આત્યંતિક લાઘવને જ કારણે વખોડાયું હતું અને એજ કારણે એનું માહાત્મ્ય ગવાયું હતું.5-7-5નું માપ અત્યંત મહત્વનું હતું અને છે.એમાં જો ઘટાડો થાય તો વિચારનું દૃશ્યાંકન થઇ શકતું નથી અને સત્તર અક્ષરોમાં જો ઉમેરો થાય છે તો જાણે છાશમાં પાણીનો અનુભવ થાય છે ! હાઇકૂમાં છે તે લાઘવને પંચિકામાં સિધ્ધ નહી કરી શકાય;જ્યારે લઘુ કાવ્યની-ઉર્મિકાવ્યની કોઇ વિશેષતાને આટલામાં નહીં ઝીલી શકાય.મને પંચિકાનું માધ્યમ શિથિલ લાગે છે. છતાં આપણે સૌ હવે પછીના દિવસોમાં સામુહિક રીતે મથીએ એમ કહેવા-સૂચવવા મન થાય છે.હિંમત કરી તો છે,આ નિવેદન કરવાની; કેવો પ્રતિભાવ સાંપડશે તેના પર મદાર રહેશે.જુ.

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s