.
• ગુજરાતી ભાષાના મહાન સાક્ષર મણિલાલ દ્વિવેદીના પિતા નભુભાઈ કવિ હતા. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા નભુભાઈએ કથાત્મક કાવ્યો રચ્યાં. તેમણે બહુચરાજીનો ગરબો રચ્યો, ઉપરાંત બાળકૃષ્ણલીલાનાં પદો રચ્યાં.
• મણિભાઈએ શ્રીમદ ભગવદગીતાનું શબ્દાર્થ અને ઉદ્દેશ સાથેનું પ્રથમ ગુજરાતી ભાષાંતર કર્યું.
• મણિભાઈ વિચારક હતા. થિયોસોફીના વિકાસમાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જીવનને ખીલવનારા સદગુણો, ધર્મ અને સત્ય, સનાતન ધર્મ અને અદ્વૈત વેદાંત જેવા ગહન વિષયો પર તેમણે વિવેચન કરેલું છે.
• 1889માં યુરોપના સ્વીડનમાં સ્ટોકહોમ ખાતે પૌર્વાત્ય સંસ્કૃતિ પર ઓરિયેંટલ કોંગ્રેસનું આયોજન થયેલું. મણિભાઈએ તેમાં ભારતીય સંસ્કૃતિના દર્શનના પ્રાચીન સાહિત્ય ‘પુરાણો’ પર વિવેચનનો અંગ્રેજી ભાષામાં “The Puranas (Philosophy versus Symbology)” નામક મનનીય વિવેચન-લેખ મોકલાવેલો.
મણિલાલ દ્વિવેદીનો સંક્ષિપ્ત પરિચય: વાંચો: “ગુજરાતી સારસ્વત પરિચય”
…
One thought on “મણિલાલ નભુભાઈ દ્વિવેદી”