.
દુર્ગારામ મહેતાજી (1809-1876) ગુજરાતના પ્રથમ શિક્ષક-સમાજસેવક.
ગુજરાત અને ગુજરાતી પ્રજામાં ચેતના જગાવનાર ગુજરાતના પ્રથમ સમાજસુધારક.
અજ્ઞાન અને કુરિવાજોમાં સબડતા લોકમાનસમાં જાગૃતિ આણનાર સુરતના ત્રણ “નન્ના” તે નર્મદ, નંદશંકર મહેતા તથા નવલરામ પંડ્યા. સુરતના આ ત્રણ “નન્ના”ઓને પ્રેરણા આપનાર તે દુર્ગારામ મંછારામ દવે જેમને ગુજરાત દુર્ગારામ મહેતાજી તરીકે ઓળખે છે.
સુરતમાં 1809માં જન્મ. મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ કરી શિક્ષક થવા જેટલું શિક્ષણ લીધું.
1826માં સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી.
નોંધપાત્ર વાત એ છે કે વીર કવિ નર્મદ દુર્ગારામ મહેતાજીના શિષ્ય. દુર્ગારામ મહેતાજીની શાળામાં વીર કવિ નર્મદે અભ્યાસ કર્યો. વળી નવલરામ પંડ્યાએ પણ દુર્ગારામ મહેતાજીની શાળામાં જ અભ્યાસ કર્યો.
ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર નંદશંકર મહેતા. તેમણે પ્રથમ ગુજરાતી નવલકથા કરણઘેલો લખી.
ગુજરાતી ભાષાની પ્રથમ નૉવેલ ‘કરણઘેલો’ ના સર્જક નંદશંકર દુર્ગારામ મહેતાજીના સાથી. નંદશંકરે મહેતાજીના સુધારાના કાર્યોમાં સાથ આપ્યો.
ગુજરાત દુર્ગારામ મહેતાજીનું ઋણી છે!
આ જાણકારી આપવા માટે ખૂબ ખૂબ આભાર . નર્મદના પ્રદાનનું મૂળ ક્યાં હતું તે જાણવા મળ્યું .