અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

પારસી ગુજરાતી સાહિત્યકારો: 2

.

ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.

શરૂઆતમાં પારસી કવિઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: :
……….
રે હશતો ને રંમતો તું આએઓ તે શું?

રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?

…. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,

જીગર ગંમથી જલીને ફાટ ફાટ થાએચ.
………………….

બેહરામજી મલબારી (1853-1912) અર્વાચીન પારસી કવિ ગણી શકાય જેમણે દલપતરામના પગલે પિંગળને અનુસરીને ગુજરાતી કવિતા રચવાનો આરંભ કર્યો. મધુર અને શિષ્ટ લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તે પ્રથમ પારસી કવિ..

બેહરામજી મલબારી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યો રચ્યાં હોય.

અરદેશર ફરામજી ખબરદાર (1881-1953) જાણીતા પારસી ગુજરાતી કવિ હતા તેમણે ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ ગુજરાતી કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિકાવ્યો રચ્યાં. તેનાં કર્તા તરીકે પોતાનાં ઉપનામ રમૂજપ્રેરક રાખ્યાં; જેમકે કવિ ન્હાનાલાલના પ્રતિકાવ્ય રચવા ખબરદારે પોતાનું ઉપનામ “મોટાલાલ” રાખ્યું. કવિ ખબરદારના બીજાં ઉપનામો: લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે.

એક ઓછી જાણીતી વાત એ પણ છે કે પારસી ગુજરાતી કવિ ખબરદારે 150 જેટલા અંગ્રેજી કાવ્યો લખ્યાં છે.
.

3 thoughts on “પારસી ગુજરાતી સાહિત્યકારો: 2

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s