.
ઈરાનથી હિંદુસ્તાન આવી પારસી કોમ ગુજરાતમાં ઠરીઠામ થઈ. તેમણે ગુજરાતી ભાષા અપનાવી. ઓગણીસમી સદીમાં ગુજરાતી ભાષાના સાહિત્યના વિકાસમાં પારસી કોમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઈંગ્લેન્ડ) ગયેલા. તેમણે પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રથમ પ્રવાસ પુસ્તક લખ્યું.
1861માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું: “ગરેટ બરીટનની મુસાફરી”.
તે પછી 1862માં અન્ય એક પારસી લેખકે “અમેરિકાની મુસાફરી” પુસ્તક ‘એક પારસી ઘરહસથ”ના નામથી પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકો ગુજરાતી ભાષામાં હોવા છતાં તેમાં પારસી બોલીનો જ ઉપયોગ છે.
પારસી સાહિત્યકારો માટે ક્લિક કરો: ગુજરાતી સારસ્વત પરિચય
.
હરીશભાઇ
અહીં લીન્ક આપવી બરાબર નથી. કોઇ ખાસ નામ સાથે આપો તો તરત વાપરી શકાય .