પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સાહિત્ય

સારસ્વત પરિચય : અનોખી સિદ્ધિ

.
ગુજરાતી સારસ્વત પરિચય” આજે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આજે અમે 100મી પોસ્ટ પ્રસિદ્ધ કરી છે.

ગુજરાતી બ્લોગજગત અને ગુજરાતી ભાષાના ચાહકો માટે આ ગર્વની વાત છે.

ગુજરાતી બ્લોગજગતમાં “ગુજરાતી સારસ્વત પરિચય” પ્રથમ ‘સહકારી’ ગુજરાતી બ્લોગ છે જેની ટીમના સભ્યો વિશ્વનાં અલગ અલગ ખૂણે સ્થિત છે. તેથી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જક ત્રિભુવનદાસ લુહાર ‘સુંદરમ્’ ની 100મી પોસ્ટ અમારા માટે એક આનંદદાયી સિદ્ધિ સાથે આત્મસંતોષની વાત બની છે.

શ્રી સુરેશ ભાઈ જાની અમેરિકામાં, બહેન જયશ્રી અને ઊર્મિ પણ અમેરિકામાં જુદા જુદા શહેરોમાં; જ્યારે ભારતમાં અમે બે – અમીત સૌરાષ્ટ્રમાં તથા હું અમદાવાદમાં. અમે પાંચે દુનિયાના ભિન્ન ભિન્ન શહેરોમાં. છતાં સુરેશભાઈના સંકલન તેમજ નેતૃત્વને કારણે તથા મારા યુવાન સાથીદાર મિત્રોના ઉત્સાહજનક સહકારને કારણે “ગુજરાતી સારસ્વત પરિચય” 100મી પોસ્ટનું સીમાચિન્હ પાર કરી શક્યો છે.

અમારી આ શતકયાત્રામાં સહૃદયી મિત્રો મૃગેશ શાહ (રીડ ગુજરાતી), એસ. વી., ડો. ધવલ શાહ, ડો. વિવેક ટેલર, ઈલાક્ષીબહેન થી લઈને માનવંતભાઈ અને ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી સમા અસંખ્ય નિયમિત વાચકો, સાક્ષરોના કુટુંબીજનો તથા મધુ રાય સમાન સર્જકો સહિત અગણિત વાચક-દર્શક મિત્રો અમને સહકાર અને પ્રેરણા આપતાં રહ્યાં છે. સૌનાં નામ લખવાં શક્ય નથી તેથી અહીં તે સૌ નામી-અનામી મિત્રો-શુભેચ્છકોનો હું સારસ્વત ટીમ વતી આભાર માનું છું.

આપ સૌનો સહકાર અને પ્રેમ હંમેશા મળતો રહેશે તેવો વિશ્વાસ છે. આભાર.

One thought on “સારસ્વત પરિચય : અનોખી સિદ્ધિ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s