* કવિ દલપતરામની કવિતામાં મનોરંજન તથા નીતિબોધનાં લક્ષણો હતાં. સમાજના દંભ અને મોટાઈના પ્રદર્શન જેવાં દૂષણો પર ચાબખા મારતું તેમનું નાટક “મિથ્યાભિમાન” લોકપ્રિય થયેલું છે.
* કવિ દલપતરામ ના પિતા પ્રખર વેદાંતી હતા. તેમણે પાછલી ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસ લીધો હતો.
* કવિ દલપતરામે નાની ઉંમરમાં સ્વામિનારાયણ ધર્મના સંસ્થાપક સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં.
* 1846માં ફાર્બસ સાહેબ (એલેક્ઝાંડર ફોર્બ્સ) અમદાવાદમાં આસિસ્ટંટ જજ નિમાયા અને આ બનાવે ગુજરાતી ભાષાનાં ભાગ્ય ખોલી નાખ્યાં! અહીં આવતાં વેંત ફાર્બસ સાહેબ ગુજરાત અને ગુજરાતી ભાષાના પ્રેમમાં પડ્યા. ભોળાનાથ સારાભાઈના સૂચનથી તેમણે વિદ્વાન કવિ દલપતરામને તેડું મોકલ્યું.
* ફાર્બસ સાહેબને મળવા દલપતરામ વઢવાણથી પગપાળા ચાલીને અમદાવાદ આવેલા! * ફાર્બસ સાહેબ અને દલપતરામની મૈત્રીએ ગુજરાતના અમૂલ્ય સંસ્કારવારસાને સુરક્ષિત કર્યો. તેને કારણે જ અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ ત્વરિત થયો.
* દલપતરામ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’(ગુજરાત વિદ્યાસભા)ના પ્રથમ મંત્રી હતા. વળી સોસાયટીના મુખપત્ર “બુદ્ધિપ્રકાશ”ના પ્રથમ તંત્રી પણ હતા.
* ફાર્બસ સાહેબનો દેહવિલય થયો ત્યારે દલપતરામે તેમને શ્રદ્ધાંજલિરૂપે “ફાર્બસવિરહ”ની રચના કરી!
* દલપતરામના “ફાર્બસવિરહ”ની કેટલીક પંક્તિઓ:
તારા બોલ તણા જ ભણકારા વાગે ભલા;
ઊપજે ઘાટ ઘણા જ; ફરી ક્યાં દેખું, ફારબસ?
નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વે’લો આવી, વીર, ફરીને મળજે, ફારબસ.
………………….
કવિ દલપતરામ તથા ફાર્બસ સાહેબની જીવનગાથા સંક્ષેપમાં જાણવા નીચેની લિંક પર ‘ક્લિક’ કરશો:
તેમની જીવનઝાંખી પર મારી કોમેન્ટ વાંચો.
http://sureshbjani.wordpress.com/2006/06/16/forbes/#comment-2225