.
મહાવિદ્વાન સારસ્વત શ્રી કે. કા. શાસ્ત્રી નું મહાપ્રયાણ
ગુજરાતના ગૌરવ-સમા વિદ્યાવાચસ્પતિ વિદ્વાન પૂજ્ય કે. કા. શાસ્ત્રીજીએ મહાપ્રયાણ કર્યું છે.
“કેકા” ના પ્રેમભર્યા લોકપ્રિય સંબોધનથી જાણીતા પદ્મશ્રી શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ અમદાવાદમાં 9 સપ્ટેમ્બર, 2006 ને શનિવારના રોજ બપોરે 102 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. મોડી સાંજે ધાર્મિક વિધિ અનુસાર સ્વર્ગસ્થનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
પૂજ્ય શાસ્ત્રીજી ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન હતા. સ્વ. કે. કા. શાસ્ત્રીએ શિક્ષણ, સંશોધન, સાહિત્ય, સંપાદન, સમાજશાસ્ત્ર, ચારિત્રસંવર્ધન, સંસ્કૃતિ, પ્રાચીન શાસ્ત્રો, ધર્મ આદિ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપેલ છે.
પરમાત્મા દિવંગત આત્માને પરમ શાંતિ અર્પો! ૐ શાંતિ:| શાંતિ:| શાંતિ:|
DEAR KEKA SHSTRIJI KAKA was DEAR TO OUR FAMILY.WHEN I WAS VISITING HIS HOME ,HE GAVE ME PRASAD and LOVE.
WHEN HE GAVE ME HIS FEW BOOKS AND SPECIALLY ,TALKED ABOUT HIS VISIT TO USA AND HIS SON’sWORKING IN MIDDLE EAST we were Talking PARA PSYCHOLOGY for hours.When he was the chief guest and Pujay Krashnashanker Shastriji was at the opening ceremony of My Father’s poetry book “TULSIDAL” in 1991 all were very emotional at our Home Funtion.
HE IS WITH US AND HIS SPIRIT WILL GUIDE GUJARAT- INDIA FOR YEARS TO COME.
Rajendra Trivedi
પ્રભુ પૂજ્ય શાસ્ત્રીજીના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: !!