પ્રકીર્ણ · સમાચાર-વિચાર

ગુજરાત તથા ગુજરાતી ભાષાની સેવા

ગુજરાત તથા ગુજરાતી ભાષા અત્યારે ચર્ચામાં કેન્દ્રસ્થાને છે. તે માટે વર્લ્ડ ગુજરાતી કોંફરન્સ તથા સ્વ. બકુલભાઈ ત્રિપાઠી નિમિત્ત બન્યાં છે.

માનનીય બકુલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના કદાચ પ્રથમ પ્રમુખ છે, જે પોતાના કાર્યકાળ દરમ્યાન અવસાન પામ્યા હોય. સ્વર્ગસ્થ સાહિત્યકારને અંજલિ અર્પવા મુખ્ય મંત્રીશ્રી સ્વયં આવે અને આપણી વચ્ચે અર્ધો કલાક રહે તે સૌજન્ય સાચે જ સૂચક છે. ગુજરાત અને ગુજરાતીની અસ્મિતા માટે સદાયે પ્રવૃત્ત મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતી ભાષાના ગૌરવને વિશિષ્ટ અર્થ બક્ષવાનો સંકેત આપ્યો છે.

મિત્રો! ગુજરાતની પ્રજાનો રાષ્ટ્રપ્રેમ અજોડ છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ દેશની પ્રતિષ્ઠા દીપાવી રહ્યા છે. તેઓનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પણ છૂપો તો નથી જ. હવે સમય પાકી ગયો છે કે સૌ કોઈ ગુજરાતી ભાષાના હિત માટે એક થાય. આપણે આ વિષય પર વિચાર-મંથન કરીએ તો કેવું!

એક જાગૃત નિષ્પક્ષ નાગરિક તરીકે, પક્ષાપક્ષીથી પર રહી, હું મારા વિચાર આપ સમક્ષ રજૂ કરું છું:

(1) ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ઈન્ટરનેટનો યથાર્થ ઉપયોગ કરીએ. તે ઉપયોગને વ્યાપક કરવા પ્રયત્નો વિષે વિચારીએ.

(2) ગુજરાતી ભાષાની સેવામાં પ્રવૃત્ત વિશ્વભરની સંસ્થાઓ વચ્ચે સંકલન-વ્યવસ્થા ઊભી કરીએ.

(3) વિવિધ દેશોમાં સ્થિત ગુજરાતી સમાજના એકમો અને અગ્રણીઓ વચ્ચે સંવાદ ઊભો કરીએ તથા તેમની વિવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓને હેતુપૂર્વક સાંકળીએ

આ માનસિક કવાયત પક્ષાપક્ષીથી પર રહીને જ નહીં, ક્ષુલ્લક વાદ-વિવાદ અને વ્યક્તિગત મત-મતાંતરોથી ઉપર ઊઠીને કરીશું તો આપણે સમગ્ર રાષ્ટ્રની સેવા પણ વિશેષ કટિબદ્ધતાથી, સુસંવાદિતાથી કરી શકીશું.

આ વિષે ગુજરાત સરકાર તેમજ દેશ-વિદેશની નાની-મોટી સંસ્થાઓથી માંડીને અદના ગુજરાતી સુધી સૌ કોઈ ગંભીરતાથી વિચારશે અને મંતવ્યો આપશે તો આપણા માટે એક નવા યુગનો ઉદય થશે. …. હરીશ દવે
.

4 thoughts on “ગુજરાત તથા ગુજરાતી ભાષાની સેવા

 1. મારા મિત્ર મહેન્દ્ર ઠાકર આ દિશા માં ઘણા વખત થી કાર્ય કરી રહ્યા છે, મિડિયા ને ગુજ્ર્રાતી મિત્રો ને તૈયાર કરવા. મને એક દિવસ રાત્રે ઘરે આવી ને ગુજરાતી લખતો કરી દીધો. નીચે જુવો તેમણે વર્લ્ડ ગુજરાતી માટે બનાવેલી વેબસાઇટ.
  http://world.gujarati.googlepages.com
  http://mhthaker.googlepages.com
  http://mhthaker.wordpress.com
  તમે એમને mhthaker@yahoo.com ઉપર અવશ્ય સંમ્પર્ક કરો.
  તમને આ ઉમદા કાર્ય માટે ખુબખુબ અભિનંદન.

 2. પ્રિય હરીશ્ભાઇ
  તમારા વિચારો ખરેખર ઉમદા છે. તમે આ વિચારોને મૂર્તિમન્ત કરવા જે પ્રયત્નો કરી રહ્યા છો તે સરાહનીય છે.
  આ પ્રયત્નોમાં તન, મન અને ધનથી ટેકો આપવા હું કટિબધ્ધ છું.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s