સમાચાર-વિચાર

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સૂરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સુરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

આજે મંગળવાર, ઓગસ્ટ 8, 2006. બપોરના 2.10 થયા છે.

સુરત શહેરમાં તાપી નદીના પૂર ફરી વળ્યાં છે. મોટા ભાગનું શહેર પાણીમાં ગરકાવ છે. ભાગા તળાવ જેવા વિસ્તારમાં ચાર ફૂટ પાણી ફરી વળ્યાં છે. લોકોને સલામત સ્થળે ઊંચાઈ પર બીજે માળે ખસી જવાની ચેતવણી અપાઈ છે. સુરત સાથે સંપર્ક તૂટતો જઈ રહ્યો છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદી 30 ફૂટે વહી રહી છે, જે 27 ફૂટની ભયજનક સપાટી કરતાં ત્રણ ફૂટ વધુ છે. કાલાઘોડા બ્રિજ સવારે અગિયાર વાગ્યે બંધ કરાયો છે. વડોદરા સાથે હજી સંપર્ક સલામત છે. છતાં આજવાની વધતી સપાટી સૌ માટે ચિંતા ઉભી કરી શકે.

મુખ્ય મંત્રી શ્રી મોદીએ મદદ માટે જાહેર અપીલ કરી છે તે પરિસ્થિતિની ગંભીરતા બતાવે છે.

સંકટની આ ઘડીમાં આપણે પરમ શક્તિને પ્રાર્થના કરીએ અને પીડિતોને મદદરૂપ થવા સજ્જ થઈએ. સુરત તથા વડોદરા શહેરમાં સ્થિત બ્લોગર્સ શક્ય હોય તો સમાચાર આપતા રહે તેવી આ જાહેર અપીલ છે.

વિશ્વના આપણે સૌ બ્લોગર્સ સમાચારની આપલેમાં મદદરૂપ થઈએ! આપ સૌ આ સમાચાર આપના બ્લોગ પર પ્રસારિત કરશો.

2 thoughts on “ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સૂરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

  1. આપ સૌની સલામતી અને તંદુરસ્તી માટે અહર્નિશ પ્રાર્થના !!
    આશા છે કે જલ્દી પૂર્વવત વાતાવરણ બની જાય, જેથી બધાં જ
    નિરાંતનો શ્વાસ લઈ શકે ! હે પ્રભુ! સહાય કરજે !!!!!!!!!!!!!!!!

  2. સુરતનો લગભગ પચાસ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે… મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં બે થી દસ ફૂટ જેટલા પાણી ફરી વળ્યાં છે. દુકાનો અને ઘરોની અંદર પૂરપાટ ધસી આવતા પાણીએ જે દાટ વાળ્યો છે અને જે ખાનાખરાબી સર્જી છે એ કદાચ સુરતે વેઠેલું અત્યાર સુધીનું સૌથી મોટું નુક્શાન હશે… ચારે તરફ પાણી પણ પીવાને એક બુંદ નહીં…. અનાજ-પાણી-વીજળી-ફોન અને નેટ…કોઈ જ સુવિધા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉપલબ્ધ નથી… અચાનક નેટ ચાલુ થવાથી હું અહીં મારી સલામતી અને મારા શહેરની બરબાદીના તાજા સમાચાર આપવા અહીં આવી શક્યો છું…

    ખમ્મા ઈન્દ્રદેવ! ખમ્મા….

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s