સમાચાર-વિચાર

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”

ગુજરાતી સાહિત્ય પરિષદ તેના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ભાષાના નવોદિત સર્જકો માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.

આ કાર્યક્રમ “સંવાદ” 5મી જુલાઈ, 2006 ના રોજ બપોરે 3 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.

હું આ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયારી કરી રહ્યો છું. આપ સૌના તરફથી, વિશ્વના સમગ્ર ગુજરાતી નેટ જગત વતી પ્રતિનિધિત્વ કરી, હું આપણી ઈંટરનેટ પ્રવૃત્તિઓ વિષે પરિષદને તથા ગુજરાતી ભાષા-ચાહકોને માહિતગાર કરવા ઈચ્છું છું.

ગુજરાતી નેટ જગતે કેવી પ્રશંસનીય પ્રગતિ કરી છે તે વિષે વાત કરી શકાય, કેવું રસપ્રદ સર્જન થઈ રહયું છે તેની જાણ કરી શકાય તથા વધારે નવોદિત સર્જકો ઈંટરનેટ પર ગુજરાતી નેટ જગતમા જોડાય તે અર્થે હું “સંવાદ”માં ભાગ લેવા ઈચ્છુક છું. આપણે ગુજરાતી નેટ જગત વિષે ગુજરાતી વાચકોમાં જાગૃતિ આણી શકીએ તોય ઘણું. આપમાંથી જે કોઈ માટે શક્ય હોય તે જરૂરથી “સંવાદ”માં હાજર રહે તો મને “કંપની” મળશે તથા આનંદ થશે. એક કરતાં બે ભલા! આપણા સહિયારા પ્રયત્નો ઓર જ રંગ લાવશે.

હું આજે 4થી જુલાઈ મંગળવારે સવારે સાહિત્ય પરિષદની ઓફિસે માહિતી લેવા જવાનો છું. વિશેષ માહિતી મળશે તો સાંજ સુધીમાં “મધુસંચય” પર મૂકીશ.

આપ સૌને આપના અભિપ્રાય/ મંતવ્ય/સૂચનો તાત્કાલિક ઈ-મેઈલ દ્વારા મને મોકલવા વિનંતી છે. મારા બ્લોગ “મધુસંચય” (https://gujarat1.wordpress.com) પર આ સમાચારને “સમાચાર-વિચાર” વિભાગમાં મૂકું છું. આપ તેના પર પણ અભિપ્રાય/ મંતવ્ય/સૂચનો/ કોમેંટ મોકલશો તો હું તે અંગે ઘટિત કરવા પ્રયત્ન કરીશ. સમય ઓછો છે, તેથી ત્વરિત પ્રતિભાવ ઈચ્છનીય છે.

આભાર …… હરીશ દવે

Advertisements

7 thoughts on “ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”

 1. આપે ગુજરાતી સાહિત્ય પરિષદ ને ઈન્ટરનેટ પ્રવૃતિઓ અંગે જાણ કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મેં આપની આ વિગતો રીડગુજરાતી પર “સાહિત્ય સમાચાર” વિભાગમાં નોંધી છે જે આપની જાણ માટે. તમામ બ્લોગરોના સહકારથી ભવિષ્યમાં લોકોમાં ગુજરાતી વાંચન સતત વધતુ રહેશે એ હવે નિશ્ચિત લાગે છે.

  ફરીથી આપનો આભાર.

  Like

 2. એક નમ્ર સૂચન.. જો શક્ય હોય તો એક નોટબૂક કોમ્પ્યુટર અને પ્રોજેક્શન ના સાધનો સાથે રાખી આપણી સાઇટોનું ડેમો યોજી શકો તો વધારે સારી રજુઆત થઇ શકશે- નવા જમાના ની તાસીર પ્રમાણે.

  Like

 3. હરીશ ભાઇ તમને પ્રભુ સફળતા આપે. તમારી આપણા આ કાર્યમાં લગની જોઇને મારી છાતી ગજ ગજ ફૂલે છે.
  અમારા વતી સૌને કહેજો કે આપણે સૌ જે કામ કરી રહ્યા છીએ – કોઇ પણ વળતર કે પ્રશંસાની અપેક્ષા વગર, તે માટે ગુજરાત સાહિત્ય પરિષદે ગૌરવ લેવું જોઇએ. બહુ જ નજીકના ભવિષ્યમાં આ માધ્યમ વધારે અને વધારે પ્રચ્લિત થવાનું જ છે.
  જો પરિષદ તેનાં પ્રાંગણમાં જેની પાસે સગવડ ન હોય તેવા યુવાનોને વિનામૂલ્યે ઇન્ટર્નેટ માં વાંચવા માટે સુવિધા કરી આપશે, તો તે આવતી પેઢીની બહુ મોટી સેવા થશે. આપણા યુવાનોને આપણી ભાષાની સાચી પહેચાન આપવનું આ પૂણ્ય કાર્ય પરિષદ કરે તેવી આપણે આશા રાખીએ.
  આપણા કાર્ય માટે ( સર્જક પરિચય) જો પરિષદ તેની લાયબ્રેરી અને રેફરન્સ સેક્શન વાપરવા પરવાનગી આપે, અને સર્જક કોશ ની નકલ મેળવી આપે તેવી વિનંતિ પણ કરશો.
  Wish you best luck. I will mentally be sitting by your side and my mental image will be supporting you in the depth of conscience, telepathically.

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s