સમાચાર-વિચાર

ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ

.

આજે “ ગુજરાત1” પર ગુજરાતી ભાષાની સેવામાં આપ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક મહત્વની કેટેગરી ઉમેરાઈ રહી છે.

ગુજરાતી નેટ-જગત ઈન્ટરનેટ પર ત્વરાથી વિકસી રહ્યું છે તે હકીકત ગુજરાત અને તમામ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે ગૌરવ પ્રદ છે. ગુજરાત હવે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે. દેશ- વિદેશમાં વસતા ગુજરાતીઓનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ છલકાતો જ રહ્યો છે. ગુજરાતી ભાષા જાણે આળસ મરડીને બેઠી થતી હોય તેમ લાગે છે. ગુજરાતી નેટ-જગત આનું સાક્ષી છે. આપણા સૌ માટે આનંદની વાત છે.

ગુજરાતી નેટજગત વિસ્તરી રહ્યું છે. “ગુજરાત સમાચાર”, “દિવ્ય ભાસ્કર”, “સંદેશ”, “સમભાવ” આદિ ગુજરાતી દૈનિકો; “નવનીત સમર્પણ” જેવાં સામયિકો તથા અસંખ્ય ગુજરાતી નેટ-સાઈટ્સ ઈંટરનેટ પર લોકપ્રિયતાની નવી સીમાઓને આંબે છે. “ફોરએસવી” તથા “રીડગુજરાતી” ના પગલે અનેક અન્ય સાઈટ્સ ગુજરાતીમાં આગેકૂચ કરી રહી છે. તેમાં નોખી ભાત પાડનાર “ગુજરાતી લેક્સિકોન”, “પુસ્તકાલય”, “ગુજરાતી સર્જક પરિચય”, ”લયસ્તરો” પણ આવે; બીજી ઘણી નેટ-સાઈટ્સ આવે જેની યાદી બનાવતાં લાંબો સમય નીકળી જાય અને તો યે કદાચ તે યાદી અપૂર્ણ જ રહે … (માફ કરજો- અન્ય નામ સમાવી શકતો નથી..) આજે વિશેષ આનંદની વાત એ કે “લયસ્તરો” હવે નવા રૂપમાં પ્રસ્તુત થાય છે. More user-friendly and versatile, too.

ગુજરાતી નેટ-જગતના વિકાસ માટે આપણે સૌ ગુજરાતી નેટીઝન જાગૃત રહીએ અને તે દ્વારા ગુજરાતી ભાષાની સેવા અર્થે સક્રિય પ્રયત્નો કરતા રહીએ તે જ અભ્યર્થના.

One thought on “ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s