પ્રકીર્ણ

નેહા! તમારી કોમેંટ્સ

.
Dear Neha,

I am trying to understand what you wish to convey.

See the tragedy! I want to reply to your comments but my comment is not accepted and published at my own blog! Could be some technical problem. Hence this mode. Anyway, thanks for your response.

નેહા! તેં આટલા રસપૂર્વક બ્લોગ-પોસ્ટ્સ વાંચી, વિચાર્યું અને પ્રતિભાવ આપ્યો તે આ બ્લોગની ધ્યેયસિદ્ધિની નિશાની છે.

સાચો વિચારક અનુયાયીઓ નથી ઈચ્છતો; તે તો માત્ર વિચાર-ક્રાંતિ જગાવવા ચાહે છે. સમાજ, વિશેષ તો યુવાવર્ગ વિચાર કરતો થાય તો ય ઘણું છે.

વિચારોની પગદંડીઓ ઘણી છે; અનેક રસ્તાઓ સામે પડ્યા છે; કઈ રાહથી કઈ દિશામાં જવું તે વ્યક્તિએ સ્વયં નક્કી કરવાનું છે. પણ તે માટે પહેલાં વિચારવું પડશે. તેં વિચાર્યું; હવે તારાપ્રશ્નોના જવાબ પણ તને ખુદ જ મળશે!

બેટા! યાદ રાખો કે આ દુનિયામાં પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક ઘટના સાપેક્ષતાથી સીમિત છે. આદર્શ સંસ્કૃતિ પણ કોઈ સંદર્ભમાં જ આદર્શ હોઈ શકે. પથપ્રદર્શકોએ આપેલા વિચારો, સિદ્ધાંતો, કાર્યો, ફિલોસોફી …. દરેકમાં કાંઈક હકારાત્મક હશે; કશુંક તમારી દ્રષ્ટિએ નકારાત્મક પણ હશે. બધું જ તમારે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાનું છે. તે વ્યવસ્થા સારી જ છે.

દરેક વિચારધારામાંથી, દરેક વ્યવસ્થામાંથી તમારે તમારી દ્રષ્ટિએ તમને સ્વીકાર્ય સારપ શોધી લેવાની છે. જો એક જ વિચારધારા કે સમાજવ્યવસ્થા કે સંસ્કૃતિ હંમેશ માટે “આદર્શ” બની જાય તો તમારે તેને આંખો મીંચીને અનુસરવી પડે; તમારો જીવન પ્રવાહ યંત્રવત બની જાય; તમારામાં જડત્વ આવી જાય. તમે તમારું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસો.

માટે જ બુદ્ધિનાં દ્વાર ખુલ્લાં રાખી બધું વાંચો; નિહાળો; વિમર્શ કરો; સારું છે તે ગ્રહણ કરો; નથી જોઈતું તે છોડી દો. બીજા શું કરે છે તેની પણ ચિંતા ન કરો, પરવા ન કરો … મારા કાર્યોનું શું થશે અથવા કર્તવ્યશીલતાનું શું થશે તેની ચિંતા રાખવાની જરૂર નથી. આપણે આપણું કર્તવ્ય કરતા રહીએ તે પણ આત્મસંતોષની વાત છે.

આમ છતાં હું સ્પષ્ટ કરું કે હું ક્રાંતિકારી નથી, સમાજ ઉદ્ધારક નથી, ઉપદેશક નથી. સાચો વિચારક કદી પોતાના વિચારો બીજા પર થોપે નહીં, તે તો બીજાને વિચાર કરવા પ્રેરે. સૌની વિચારશક્તિ જગાવે અને કદાચ તેમાંથી પ્રેરણા પણ લે!

હું ઈચ્છું કે હજી વધારે ચર્ચા થાય અને વિચારો જાગે; બસ; તે જ મારા કાર્યની સફળતા હશે. પ્રતિભાવ બદલ આભાર.

P.S.: મિત્રો! આ બ્લોગનો હેતુ શું છે? આપણે સૌ સાથે મળીને વિચાર કરીએ તથા આપણા જ્ઞાનના સીમાડાઓનો વિસ્તાર કરીએ. હળીમળીને વાતો કરીએ. આ દ્વારા આપણી જીવનદ્રષ્ટિ વિકસાવીએ. તેથી, આપણે છીછરી કોમેંટસ, ક્ષુલ્લક ચર્ચા કે વિચારોમાં ભૂલ શોધવાની હરીફાઈથી દૂર રહીશું. સહમત થવું- અસંમત હોવું…. બની શકે. તે વિના કડવાશે ગરિમાપૂર્વક વ્યક્ત થઈ શકે. દરેકની વિચાર ક્ષમતા ભિન્ન હોય છે, દ્રષ્ટિ અલગ અલગ હોય છે …. કોઈને ઉતારી પાડવાની જરૂર નથી. સહિષ્ણુ થઈ સૌના વિચાર માણીએ. ચાલો, આપણા ગુજરાતી બ્લોગજગતનું ગૌરવ જળવાતું હોય તેવી સુરૂચિપૂર્ણ વિચાર અભિવ્યક્તિને તક આપીએ આભાર.

Advertisements

4 thoughts on “નેહા! તમારી કોમેંટ્સ

 1. Uncle Grateful to u !!!

  Dear Uncle

  મારી કોમેન્ટસ ના પ્રતિભાવરૂપે આપે પોસ્ટ કરેલી આ પોસ્ટ આપના નિમૅળ વિચારોને દશૉવે છે. આપની વાત ખરેખર સાચી છે, કે દરેક વ્યકિત સ્વતંત્ર વિચારક હોવો જોઇએ. અનેક વાંકા-ચૂકા રસ્તાઓમાંથી તેને પોતાનો રસ્તો શોધવાનો છે. વિવધતાઓથી ભરેલા આ વિશ્ર્વમાં તેને પોતાના વિકાસને સાથે પોતાની આસપાસના વિશ્ર્વના વિકાસનો વિચાર કરીને બધામાંથી જે સારું છે તે ગ્રહણ કરવાનું છે. અને તેની શરૂઆત યુવાવગૅથી થાય તો જરૂર વતૅમાન સ્થિતીમાં ફેરફાર શક્ય છે. અને મારા વિચાર જો યુવાવગૅ માટે જણાવું,તો ..

  જો હું પહેલાના યુવાવગૅ અને અત્યારના યુવાવગૅની સરખામણી કરું તો તે મારા પક્ષે થોડું અસંગત જ લાગે કારણ કે મેં દુનિયા હજુ જોઇ જ છે કેટલી? પણ મારી આસપાસના સમાનવય ધરાવતો વગૅ વિશે કહું તો તે, વિવિધ પ્રચારમાધ્યમો વડે આકૅષાયેલો, આધુનિકતાના અભાવે ધીરજ વિનાનો, સખત મહેનતુ, જીદંગી ને પ્રત્યેક પળને માણી લેવામાં માને છે. અને પ્રચારમાધ્યમો જેમા સમાવેશ પામતા અખબારો, ટીવીની જાહેરાતો, વિવિધ ધારવાહિક પ્રોગામો, તેમજ થોડા સમયથી વધી રહેલો ઇંનટરનેટનો વ્યાપ કે જેના દ્રારા ગમતી માહિતી તે ખૂબ ઝડપથી મેળવી શકે છે. આથી જોવું છે ને ત્યારે દેખાય છે કે ખૂબ જ બુધ્ધિક્ષમતા ધરાવતો આ વગૅ કે જેને બહુ નાની ઉંમરમાં અનેક અસાધરણ સિધ્ધીઓ હાંસલ કરી છે, પણ તે અમુક વિકૃતિથી ખૂબ ખરાબ રીતે ઘેરાયેલો છે.

  તેની જ સાથે સાથે એવો એક યુવાસમૂહ પણ છે કે જે એ બધાથી પર રહીને પોતાના સ્વવિકાસની સાથે બૌધ્ધિકવિકાસ અને માનસિકવિકાસમાં લાગેલો છે અને તે સમૂહ ચોક્કસપણે પ્રેરણા લઇ શકાય તેવી માનવસંસ્કૃતિના વિકાસમાં મદદરૂપ છે. પરંતુના સ્પધૉના આ યુગમાં તેના માટે ટકી રહેવું પણ તેટલુ જ અઘરું છે. ક્ષણે ક્ષણે તેનામાં રહેલ અવિચારી માનવીને જગાડવાનાં સતત પ્રયત્નો થતાં રહેતા હોય છે. છતાં, તેનામાં રહેલી અડગતાને જોવું ત્યારે મને એ પંકતિ યાદ આવી જાય છે “એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.” . એ યુવાવગૅની પોતાના કામ પ્રત્યેની કતૅવ્યપરાયણતા, કુંટુંબભાવના અને કોઇ પણ ચોક્કસ સિધ્ધાંતને વળગ્યા વગર દરેકમાંથી સારું શોધીને તેની ગ્રહણ કરવાનીવૃતિ !!!! કરું એટલા વખાણ ઓછા છે, સારાંશમાં એટલું જ કે વેદાંતે સૂચવેલા ચાર આશ્રમોમાંથી 25-50 વષૅનો ગાળાનો ગૃહસ્થાશ્રમ એ માનવસંસ્કૃતિના વિકાસ માટે ઉત્તમ છે. વ્યકિતએ ગાળામાં પોતાના ઉદાહરણીય જીવનથી સમાજને કંઇક યોગદાન આપી શકે છે. તેનું તાજેતરનું ઉતમ ઉદાહરણ છે, બિલ ગેટ્સ……આશા રાખું કે પ્રચારમાધ્યમો વડે પ્રચાર પામેલા તેમના ઉતમ ગુણોને એ જ માધ્યમ પોતાના નીજી સ્વાથૅ ખાતર તેમની ક્ષુલ્લક બાબતોને દુનિયાની સામે રજુ કરીને સમાજને ગેરમાગૅના દોરે.

  કોમેન્ટરૂપે લખાયેલી આ ચચૉ ભાષાની નાની ભૂલોયુક્ત પણ હોઇ શકે, ક્યારેય વિચારોને શુધ્ધ સ્વરૂપે સભાનપણે લખવાનો મહાવરો નથી, જેથી એ શક્ય છે. Uncle ના બ્લોગ પર અન્ય વાંચકમિત્રો પણ તેમના પણ આ વિષેના વિચારો રજુ કરે અને નવા રંગ ભરે…..તો કદાચ જીવંતતા વધુ અનુભવાશે,……..તે જ સાથે હાલ તો અહીં અટકું છું.

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s