પ્રકીર્ણ

રાજા રવિ વર્મા.

તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ વર્મા પર ફિલ્મ બનશે.

રાજા રવિ વર્મા ભારતના પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં સ્થાન પામ્યાં છે.

1848માં કેરળના ત્રાવણકોર(કિલિમન્નૂર)ના રાજ-પરિવારમાં તેમનો જન્મ. યુવાનીમાં યુરોપિયન ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને પછી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે આપણી પૌરાણિક કથાઓનાં પાત્રોને રેખા અને રંગોથી કેનવાસ પર ઉતાર્યાં. તેમના ચિત્રોમાં સૌંદર્ય, પ્રેમ, શૌર્યની ઝલક હતી. તેમના ચિત્રોએ રાષ્ટ્રવાદને પોષવામાં મદદ કરી.

વડોદરાના કલાપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણથી રાજા રવિ વર્મા થોડાં વર્ષો વડોદરા રહ્યા. તેમણે વડોદરાના રાજવી પરિવારના સભ્યોના બેનમૂન તૈલચિત્રો સર્જ્યાં.

રાજા રવિ વર્માએ ચિત્રકલાને લોકભોગ્ય કરવા લોનાવલામાં પ્રિંટિંગ પ્રેસ નાખ્યું. લિથોગ્રાફીથી સુંદર ચિત્રો છપાવી સામાન્ય વર્ગ સુધી ઘેર ઘેર પહોંચાડ્યાં. 1906માં આ મહાન ચિત્રકારનું અવસાન થયું.

છ વખત રાષ્ટ્રીય એવોર્ડ વિનર, પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક શાજી એન. કારુણ રાજા રવિ વર્મા પર ફિલ્મ બનાવવાના છે. નામ છે ‘સૂર્યમુખી’. રાજા રવિ વર્મા તરીકે અજય દેવગણ ભૂમિકા કરશે. માધુરી દીક્ષિત – નેને ‘સૂર્યમુખી’ દ્વારા ફિલ્મક્ષેત્રે પુનરાગમન કરી રહી છે.

3 thoughts on “રાજા રવિ વર્મા.

  1. ખૂબ સુંદર અને માહિતીપ્રદ બ્લોગની શરૂઆત. ચિત્રકાર રવિ વર્માનું એક ચિત્ર હમણાં થોડા સમય પહેલા નવનીત સમર્પણના એક અંકમાં પણ પ્રકાશિત કરાયું હતું.

    આભાર.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s