ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.
લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.
માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.
માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.
વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ [...]

યુરોપનો દેશ ફિનલેન્ડ

.
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.
ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.
ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.
ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. [...]

નવા દેશો, નવી રાજધાનીઓ

.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.

યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો [...]

એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી

*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
“મધુસંચય” ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને [...]

ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”

.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”
1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ.
1945માં “The Blithe Spirit” જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન [...]

ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં?

.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

  
ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે.
આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક  સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 
સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!
ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.
આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.
કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે – [...]

આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!

.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન! 

ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.

આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.

આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી [...]

અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.
સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.
અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો [...]

ગુજરાતમાં સોંઘવારી ?

.
અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.
ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.
રૂપિયાનો સિક્કો ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો [...]

શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

.
અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે.
મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659) તે આપણા [...]

“મધુસંચય”માં પરિવર્તન

.
પ્રિય મિત્રો,
”મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ - નવો અવતાર લઈ રહ્યો છે.
આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે:
અનામિકા, અનુપમા તથા અનુભવિકા.
મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે.
મુક્તપંચિકાઓ આપ “અનુપમા” પર માણી [...]

ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો.
આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને [...]

ધનસુખલાલ મહેતા

ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાને આપણે જાણીએ જ છીએ!
જ્યોતીન્દ્ર દવે સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો ફિલ્મજગત સાથે સંબંધ કલ્પી શકશો?
ધનસુખલાલ મહેતાએ એક હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે ફાળો આપેલ છે.
આ ફિલ્મ હતી “જવાનીકી હવા”. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી દેવિકારાનીએ અભિનય આપેલો ફિલ્મમાં હીરો તરીકે નજમૂલ [...]