ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.
લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.
માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.
માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.
વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ [...]

યુરોપનો દેશ ફિનલેન્ડ

.
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.
ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.
ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.
ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. [...]

નવા દેશો, નવી રાજધાનીઓ

.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.

યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો [...]

એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી

*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
“મધુસંચય” ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને [...]

ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”

.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”
1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ.
1945માં “The Blithe Spirit” જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન [...]

ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં?

.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

  
ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે.
આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક  સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 
આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય.
આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી બ્લોગ્સ પ્રકાશિત [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય વર્ડપ્રેસના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો.
વર્ડપ્રેસ પર મેં ઈંગ્લિશ અને હિન્દી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ આદિ ભાષાઓના ટોપ બ્લોગ્સ/ [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે.
એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે.
આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રવાહોને પ્રભાવિત કરશે [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે;  સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે.
પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ થયું. તે પછી તાજેતરમાં [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 
સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!
ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.
આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.
કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે – [...]

આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!

.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન! 

ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.

આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.

આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે.
આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી વાચકનો કે તેની જિજ્ઞાસાનો [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું.
સ્થૂળ અને સૂક્ષ્મ - આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે વિચાર કરવો રહ્યો.
વર્ષો અગાઉ, [...]