અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.
સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.
અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો [...]

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)

.
નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા.
સાક્ષર રમણલાલ નીલકંઠના પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ.
સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો.
મહીપતરામ નીલકંઠ ઈ. સ. 1860માં ઈંગ્લેંડ ગયેલા. તે [...]