ભારતની અવકાશવિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ: ‘ચંદ્રયાન’થી આરંભાતું ‘મૂન-મિશન’

.
આજે 22મી ઓક્ટોબર, 2008ને બુધવારે સવારે આશરે 6.22 વાગ્યે ભારતનું ‘ચંદ્રયાન-1′ (Chandrayaan – 1) ચંદ્રની સફરે જવા ઉપડી ચૂક્યું છે.
દક્ષિણ ભારતના શ્રીહરિકોટા લોંચિંગ સ્ટેશન ખાતેથી પીએસએલવી (PSLV – Polar Satellite Launch Vehicle) રોકેટની મદદથી લોંચ થયેલ ‘ચંદ્રયાન-1′થી ભારતના પ્રથમ માનવરહિત મૂન મિશનનો આરંભ થયો છે.
જ્યારે ‘ચંદ્રયાન-1′ ચંદ્રની ભ્રમણકક્ષામાં ઘૂમવા લાગશે, ત્યારે તેમાંથી નાનકડો ભારતીય ઉપગ્રહ [...]

ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

.
ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee)  છે.
સર ટિમ તરીકે ઓળખાતા ઇંગ્લેંડના વતની એવા ટિમોથી બર્નેર્સ-લી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા (European Organization for Nuclear Research :CERN) માં જોડાયા.  ન્યુલિયર રીસર્ચ અર્થે ડેટાની આપ-લે માટે ટિમોથીને ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશનનું તેમજ તે માટે [...]

રિલાયન્સના મુકેશ અંબાણીનું નવું નિવાસસ્થાન

.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના કર્ણધાર મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે મુંબઈમાં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.
હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી કફ પરેડ વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ’ બિલ્ડિંગમાં રહે છે.
મુકેશ અંબાણી નું નવું નિવાસસ્થાન ‘એન્ટિલા‘ દક્ષિણ મુંબઈના શાનદાર અલ્ટામાઉન્ટ રોડ પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. [...]

2012નું વર્ષ: પૃથ્વીનો પ્રલય? માનવસભ્યતાનો નાશ?

.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.
2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.
21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.
ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ [...]

નવા દેશો, નવી રાજધાનીઓ

.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.

યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો [...]

ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં?

.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

  
ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે.
આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક  સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 
આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય.
આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી બ્લોગ્સ પ્રકાશિત [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય વર્ડપ્રેસના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો.
વર્ડપ્રેસ પર મેં ઈંગ્લિશ અને હિન્દી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ આદિ ભાષાઓના ટોપ બ્લોગ્સ/ [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે.
એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે.
આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રવાહોને પ્રભાવિત કરશે [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)

કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે;  સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે.
પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ થયું. તે પછી તાજેતરમાં [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 
સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!
ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.
આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.
કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે – [...]

આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!

.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન! 

ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.

આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.

આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે.
આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી વાચકનો કે તેની જિજ્ઞાસાનો [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું.
સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે વિચાર કરવો રહ્યો.
વર્ષો અગાઉ, [...]