અનામિકાને પત્ર: 12

આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે. હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો: અનામિકા * * * * * * * * * * * * * * * * * . પ્રિય અનામિકા, હરમાન હેસની નવલકથા [...]

અનામિકાને પત્ર: 11

. પ્રિય અનામિકા, તમારી ચર્ચામાં ગુજરાતી રંગભૂમિ, એબ્સર્ડ નાટક તેમજ સેમ્યુએલ બેકેટનો ઉલ્લેખ થાય તે તો સરસ વાત! તમારા પિતાજી પાસેથી તેં વર્ષો અગાઉ અમદાવાદમાં ભજવાયેલા સેમ્યુએલ બેકેટના વિશ્વપ્રસિદ્ધ નાટ્યપ્રયોગ “વેઈટિંગ ફોર ગોદો”ની વાત સાંભળી છે. અદભુત નાટક! ગુજરાતી રંગભૂમિ આજે ઝાંખી પડેલી દેખાય છે. અમારી મુગ્ધાવસ્થા સમયેં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિ સારી એવી વિકસેલી હતી. [...]

અનામિકાને પત્ર: 10

. પ્રિય અનામિકા, મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું. અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ [...]

અનામિકાને પત્ર: 9

. પ્રિય અનામિકા, તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો. તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ. ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ [...]

અનામિકાને પત્ર: 8

. પ્રિય અનામિકા, તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્! તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય [...]

અનામિકાને પત્ર: 7

. પ્રિય અનામિકા, તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે [...]

અનામિકાને પત્ર: 6

. પ્રિય અનામિકા, તેં બ્લોગ-પોસ્ટ્સ પરની ચર્ચા વાંચી. મુક્ત ચર્ચાની તક મળે તે કેવું સરસ. ચિ. નેહાએ પ્રશ્નો ઉઠાવ્યા અને પોતાના વિચારો વિના સંકોચે રજૂ કર્યા, તે તને ગમ્યું ને? જીવન દ્રષ્ટિના વિકાસ માટે આમ વિચારવું ઉપયોગી છે. નેહા કર્તવ્યશીલતા અને સમાજના વલણ વિશે ચિંતનીય વાત કરે છે. ઘણાના મનમાં આ પ્રકારના અન્ય પ્રશ્નો થતા [...]

અનામિકાને પત્ર: 5

. પ્રિય અનામિકા, ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત. વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા…… 1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન. મેદની એકઠી થયેલી છે. સંયોગવશ [...]

અનામિકાને પત્ર: 4

. પ્રિય અનામિકા, તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે! તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત. તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા [...]

અનામિકાને પત્ર: 3

 પ્રિય અનામિકા, તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ! આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ. તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ, [...]

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા, અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે. અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે. પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં? પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન [...]

અનામિકાને પત્ર: 1

પ્રિય અનામિકા, બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે? તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો. તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની [...]

Follow

Get every new post delivered to your Inbox.