‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ

.
ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ.
ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ. આજે ‘ઇન્ફોસિસ’ [...]

રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન

.
ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.
રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો જેને કચડવામાં [...]

ટપાલ ટિકિટ, ફિલાટેલી અને ફિલિપ ફેરારી


આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.
વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ [...]

વ્હાઈટ હાઉસ અને અમેરિકાના પ્રેસિડેન્ટ

 
પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયા પછી વ્હાઇટ હાઉસ સમાચારોમાં ચમકતું રહે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના પ્રમુખ (અમેરિકન પ્રેસિડેન્ટ – The President : United States of America )નું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ કહેવાય છે. વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C.,  USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ [...]

મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

.
મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 – 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે.
કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા.
તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા. [...]

રોઝેટા સ્ટોન અને નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ

.
એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?
હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન (Rosetta Stone).
ઇજિપ્તની નાઇલ નદીના કિનારે હજારો વર્ષ પહેલાં મિસર (ઇજિપ્ત)ની સભ્યતા વિકસી હતી.
દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની મિસરની સભ્યતા.
નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ ચિત્રલિપિઓમાં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.
ઇસ 1799માં ઇજિપ્તના ભૂમધ્ય [...]

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

.
ઇ.સ. 1905નું ઇતિહાસમાં આગવું મહત્વ છે.
હિંદુસ્તાનમાં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને નવી હવા મળી; બંગભંગની ચળવળ સાથે ક્રાંતિના ભારેલા અગ્નિમાં ચિનગારીઓ પ્રગટી ઊઠી.
આપણે હિંદુસ્તાનંથી આપણી નજર યુરોપ તરફ દોડાવીએ.
જર્મનીમાં જન્મેલા બે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનમાં 1905નું વર્ષ મહત્વપૂર્ણ બની રહ્યું.
બંને નોબેલ પ્રાઇઝ વિનર; બંને મહાન સંગીતકાર બિથોવનના ચાહક; બંને મહાનુભાવોનાં નામ આલ્બર્ટ [...]

ઇન્ટરનેટ, વર્લ્ડ વાઈડ વેબ અને વિશ્વની પ્રથમ વેબ-સાઇટ

.
ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee)  છે.
સર ટિમ તરીકે ઓળખાતા ઇંગ્લેંડના વતની એવા ટિમોથી બર્નેર્સ-લી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા (European Organization for Nuclear Research :CERN) માં જોડાયા.  ન્યુલિયર રીસર્ચ અર્થે ડેટાની આપ-લે માટે ટિમોથીને ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશનનું તેમજ તે માટે [...]

ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી

.

ઇંગ્લેન્ડ(યુ કે)માં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરોની યુનિવર્સિટીઓનાં નામ સાથે ભળતું, અમેરિકા(યુએસએ)ના કેમ્બ્રિજ શહેર (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ)ની હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ દ્વિધા ઊભી કરે છે.
ઇંગ્લેન્ડ(યુ કે)ની ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford ) વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ, તેની આધારભૂત માહિતી નથી. પરંતુ ઠેઠ બારમી સદીમાં પણ [...]

એરોપ્લેન તથા એરલાઇન્સની દુનિયા

.
અમેરિકાના રાઈટ ભાઈઓ ( વિલ્બર રાઈટ, ઓરવિલે રાઈટ – રાઈટ બ્રધર્સ, યુ એસ એ) એ ઇ.સ. 1903માં વિશ્વમાં પ્રથમ વખત હવામાં સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું. (The first sustained and controlled heavier-than-air powered flight by Wright brothers, USA ).
અમેરિકાના કિટી હોક ટાઉનમાં રાઈટ ભાઈઓએ દુનિયાનું પ્રથમ વિમાન – એરોપ્લેન (!) – ઉડાડ્યું. ડિસેમ્બર 17, 1903ના રોજ [...]

ફિલ્મ જગતમાં સ્પેશ્યલ ઈફેક્ટસ સિનેમેટોગ્રાફીના પ્રણેતા

.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.
લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.
માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.
માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.
વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ [...]

યુરોપનો દેશ ફિનલેન્ડ

.
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.
ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.
ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.
ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. [...]

પોર્ટુગાલનો સાહસિક વાસ્કો દ ગામા

ભારતમાં સમુદ્રમાર્ગે આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગિઝ હતી તે આપણે જાણીએ છીએ.
ઇસ 1498માં પોર્ટુગાલના વતની સાગરખેડૂ સાહસિક વાસ્કો દ ગામાએ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પગ મૂક્યો.
વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરિનને યુરોપ સાથે વ્યાપાર કરવાની વાતોથી પ્રભાવિત કર્યો. હિંદુસ્તાનમાં વ્યાપાર કરવાનો  પરવાનો જીતી વાસ્કો દ ગામા પોર્ટુગાલ પરત થયો..
ફરી [...]

નવા દેશો, નવી રાજધાનીઓ

.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.

યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો [...]

એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી

*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
“મધુસંચય” ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને [...]