રોઝેટા સ્ટોન અને નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ

.

એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?

હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન (Rosetta Stone).

ઇજિપ્તની નાઇલ નદીના કિનારે હજારો વર્ષ પહેલાં મિસર (ઇજિપ્ત)ની સભ્યતા વિકસી હતી.

દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની મિસરની સભ્યતા.

નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ ચિત્રલિપિઓમાં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.

ઇસ 1799માં ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્ર કિનારા પરથી એક પથ્થર હાથ લાગ્યો. ભૂખરા-કાળા રંગના આ પથ્થરની ઊંચાઈ સાડા ત્રણ-પોણા ચાર ફૂટ, પહોળાઈ અઢી ફૂટ, જાડાઈ માંડ એકાદ ફૂટ! સાડા સાતસો કિલો વજનના આ પથ્થર પર ત્રણ ભાષા-લિપિઓમાં લખાણ મળ્યું – ક્લાસિકલ ગ્રીક લિપિ, પ્રાચીન ઇજિપ્શિયન ડેમોટિક લિપિ અને ભારે અટપટી અને વણઉકલી મિસરની ચિત્રલિપિ.

આ પથ્થર રોઝેટા સ્ટોન તરીકે ખૂબ જાણીતો થયો.

તેની ચિત્રલિપિને ઉકેલવા પુરાતત્વવેત્તા-ભાષાશાસ્ત્રીઓએ મોટા પાયે પ્રયત્નો શરૂ કર્યા. 1822માં એક બ્રિટીશ વૈજ્ઞાનિક તથા બીજા એક ફ્રેંચ વિદ્વાને રોઝેટા સ્ટોનની ચિત્રલિપિને ઉકેલી. આમ થતાં મિસર સંસ્કૃતિની ચિત્રલિપિઓનો ભેદ ખુલ્લો થયો.

પછી તો નાઇલ કિનારાની પ્રાચીન મિસર સભ્યતાનાં ઇતિહાસનાં કેટલાંયે રહસ્યો ખુલ્લાં થયાં. * **

**  *

3 Responses

  1. nice info..

  2. સરસ માહિતી – આભાર હરીશ ભાઇ

  3. આ બાબતે સુરેશદાદાએ પ્રશ્ન કર્યો હતો કે ભારતનો કોઈ રોઝેટા સ્ટોન કેમ નથી? એ બાબતે મારે કહેવું હતું કે, 8000 વર્ષ પહેલાંની ભારતીય લીપી અને ભાષા બ્રાહ્મી લીપી અને સંસ્કૃતને મળતાં હોવાનું વીદ્વાનો કહે છે. તો પછી, રોઝેટા સ્ટોનની જરુર શા માટે પડે?

Leave a Reply