.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.
2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.
21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.
ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.
વિશિષ્ટ લિપિ દ્વારા માયા સંસ્કૃતિનો ઇતિહાસ શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.
તેમાંથી બચેલાં માત્ર ચાર ‘કોડેક્સ’ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex, The Paris Codex અને The Grolier Codex.
દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.
માયા કેલેંડર પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) છે.
માયા કેલેંડરની અવધિ ઈસવીસન 2012ના વર્ષમાં ડિસેમ્બર 21 ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.
તેના આધારે વાતો ચગી છે કે 2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.
આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?
આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?
* * *
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જૂન જૂન 2008, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, June 2008, Madhusanchay
* * * અગાઉ નોસ્ટ્રાડેમસ અને હાલમાં માયા સંસ્કૃતિનાં લખાણોનાં અર્થઘટન સનસનીખેજ રહ્યાં છે. સંશોધનકારો અને લેખકો-પ્રકાશકો પણ પોતપોતાની રીતે પોતાનો કક્કો સાબિત કરવા મથતાં રહ્યાં છે. હવે તેમાં તકવાદીઓ પણ ભળ્યાં છે.
અસંખ્ય દાવા-પ્રતિદાવાઓ વચ્ચે કોની વાત પર કેટલો ભરોસો કરવો તે વિચારવું આમ આદમી માટે મુશ્કેલ બન્યું છે.
ભવિષ્યવાણીઓની ચિંતા છોડીએ તો પણ તેમાંની કેટલીક બાબતો પૃથ્વીના બેહાલ ભાવિ પ્રતિ ઇશારો કરે છે. તેના પ્રત્યે દુનિયાએ દુર્લક્ષ સેવવા જેવું નથી. .. ..
હરીશ દવે અમદાવાદ
interesting !!!
but not fierce !!!
काका, आपणे अत्यारे मात्र अने मात्र पर्यावरण वीशे ज वीचारवुं रह्युं.
માનવ સભય્તાનો ક્યારનોય નાશ થઇ ગયો છે, હવે માનવો જ બાકી છે…
ekdam saachi vaat kari kartikbhai !!
..
Bhavishya Vaani to anek kahe kintu…..bhavishya janva karta to VRTAMANne jani karyo karo ke bhavishya ujval jarur banshe !
Harishbhai avya hata chandrapukar par ne fari aavjo !
શાસ્ત્રો મુજબ કલિયુગનો પ્રથમ ચરણ હાલ છે
અને તે ઉપરાંત કલિયુગમાં પ્રલયની આગાહી તો
આપણાં શાસ્ત્રો પણ કરે જ છે.
હાલના સમયમાં કુદરતી આપત્તિઓ જે વિનાશ
સર્જી રહી છે તે જોતાં તો આપનો લેખ કશુંક નક્કર
રીતે વિચારવા મજબૂર કરે છે.
પ્રલયની તો નક્કી જ છે. પણ ક્યારે? એ ખબર ન પડે એમાં સલામતિ છે. ખરૂ ને? interesting info.
ઠાકર કરે ઇ ઠીક…
હા .. શ્રીજી કરે એ ઠીક …!