ડો. જીવરાજ મહેતા: ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન
.
આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા.
ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ 1887માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી.
પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે 1909માં લંડન (ઈંગ્લેંડ) ગયા. તેમણે લંડનમાં એમડી અને એમઆરસીપી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી.
છ એક વર્ષના લંડન-નિવાસ દરમ્યાન ડો. જીવરાજભાઈ આપણા રાષ્ટ્રીય નેતાઓ ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે,, મહંમદ અલી ઝીણા, સરોજિની નાયડુ વગેરેના સંપર્કમાં આવ્યા.
ભારત પરત આવી ડો. જીવરાજભાઈએ મુંબઈમાં પ્રેક્ટીસ શરૂ કરી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે પણ ડો. જીવરાજ મહેતાએ સેવા આપી. હંસાબહેન સાથે લગ્ન પછી તેઓ મુંબઈ સ્થાયી થયા.
ડો. જીવરાજ મહેતાએ મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM Hospital) તથા ગ્રાંટ મેડીકલ કોલેજના ડીન તરીકે કાર્યભાર સંભાળ્યો.
1960માં અગાઉના દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યોની રચના થઈ.
1960ની પહેલી મેએ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું.
નવનિર્મિત ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (Chief Minister) તરીકે ડો. જીવરાજ મહેતા ચૂંટાયા.
Filed under: અજાણી-શી વાતો
WE WERE LUCKY TO STUDY IN FIRST YEAR MEDICAL SCHOOL IN 1962. THE GOVT. OF GUJARAT GIVING US FREE BOOKS IN GUJARATI OF PHYSIOLOGY.
DR. JIVARAJ MEHTA WAS MUCH ACTIVE IN B.J. MEDICAL COLLEGE.
DUE TO ENGLISH MEDIUM THOSE BOOKS WERE REJECTED.
LATER IN 1969 I STARTED MY POST GRADUATION IN SURGERY- NEUROSURGERY AT KEM HOSITAL, BOMBAY UNIVERSITY.
Dr. JIVRAJ MEHTA WAS THE ONLY PHYSICIAN HOLDING CHIEF MINISTER
POSITION IN GUJARAT.
Very informative comment! Thanks, Rajendrabhai!
Harish Dave Ahmedabad
[...] September 13, 2007 . ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા. [...]
જો ડો. જીવરાજ મહેતાના મા-બાપ બર્થ કંટ્રોલ કરતા હોત તો આપણે એમના જેવા સારા મુખ્ય પ્રધાનથી વંચિત રહી જાત